નવી દિલ્હી : સ્વીડને ૫૦ લાખ જેટલી પત્રિકાઓ તેના નાગરિકોને વહેંચી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે,
જો ત્રીજુ વિશ્વ યુદ્ધ ફાટી નીકળે તો સ્વબચાવ માટે કેવા પગલા લેવા. સ્વીડનના સિવિલ ડીફેન્સ મિનિસ્ટર
કાર્લ ઓસ્કાર બોહીતે તેમાં જણાવ્યું છે કે, વૈશ્વિક પરિસ્થિતિ બદલાઈ રહી છે. આથી નાગરિકોને સલાહ
આપવામાં આવે છે કે, પરિસ્થિતિની વાસ્તવિકતા સમજી તેની ઉપર વિચાર કરશે.
રશિયા અને અમેરિકા સહિત પશ્ચિમના દેશો વચ્ચે ગમે ત્યારે યુદ્ધ ફાટી નીકળે તેમ છે, તે જણાવતાં આ પત્રિકાઓમાં
નાગરિકોને ખોરાક કેમ સાચવવો અને પેય-જળની વ્યવસ્થા કઈ રીતે કરવી તે પણ દર્શાવવામાં આવ્યું છે.
સાથે બંકરોમાં આશ્રય લેવાની સૂચના આપતાં જણાવ્યું છે કે તે બંકરો કદાચ પરમાણુ યુદ્ધ સામે પુરેપુરું
રક્ષણ તો કદાચ ન આપી શકે પરંતુ આંશિક રક્ષણ તો આપી જ શકશે.તે સર્વ વિદિત છે કે રશિયા- યુક્રેન
યુદ્ધમાં બાયડેને કીવને અમેરિકાએ આપેલા લોન્ગ-રેન્જ મિસાઈલ્સ રશિયા સામે વાપરવા ઉપર મુકેલો પ્ર
તિબંધ ઉઠાવી તે મિસાઈલ્સ દ્વારા રશિયામાં ઊંડે સુધી પ્રહાર કરવા માટે પરવાનગી આપી છે.
એટલે કે રશિયા આ ત્રણ જગ્યાએથી દુશ્મન પર હુમલો કરશે. રશિયા કોઈપણ મોટા યુદ્ધને રોકવા માટે તમામ
પ્રયાસો કરી રહ્યું છે. ખાસ કરીને જો ત્યાં કોઈ પરમાણુ યુદ્ધ ન હોય. આથી રશિયાએ આખી દુનિયાને ચેતવણી
આપી છે કે જો કોઈ રશિયા વિરુદ્ધ બેલેસ્ટિક મિસાઈલ છોડશે તો રશિયા તેની વિરુદ્ધ પરમાણુ હથિયારોનો ઉપયોગ પણ કરી શકે છે.
read more :
NTPC Green Energy IPO : GMP, તારીખ, સમીક્ષા અને અન્ય વિગતો અહીં જાણો
પરંતુ તે સાથે ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકો પણ તેથી ધૂંધવાઈ ઊઠયા છે. વાસ્તવમાં અમેરિકાના આ નવ-નિર્વાચિત
પ્રમુખ ટ્રમ્પે યુક્રેન યુદ્ધનો જલ્દી અંત લાવવા માટે યુક્રેનને અપાતી શસ્ત્ર અને અન્ય સહાય બંધ કરવા પોતાનું મંતવ્ય ક્યારનુંયે દર્શાવી દીધું છે.
બાયડેને યુક્રેનને અમેરિકાનાં મિસાઈલ્સ હવે રશિયા સામે પણ વાપરવાની છૂટ આપતાં વૈશ્વિક પરિસ્થિતિએ જ અસામાન્ય
પરિવર્તન આપવાની આશંકા છે. તે દ્રષ્ટિએ ડોનાલ્ડ ટ્રમ્પના સૌથી મોટા પુત્ર ટ્રમ્પ (જુનિયર) એ ઠ ઉપર લખ્યું હતું કે,
મિલિટરી ઇન્ડસ્ટ્રિયલ કોમ્પલેક્ષ તે નિશ્ચિત કરવા માગે છે કે ત્રીજું વિશ્વ યુદ્ધ શરૂ થઈ જાય. તેઓએ વધુમાં લખ્યું કે,
મારા પિતાશ્રીને તે પરિસ્થિતિ અટકાવવાની અને શાંતિ માટે તથા લાખ્ખોના જીવ બચાવાની તક મળે તે પહેલા જ ત્રીજુ વિશ્વ યુદ્ધ શરૂ થઈ જાય.
એટલે કે રશિયા આ ત્રણ જગ્યાએથી દુશ્મન પર હુમલો કરશે. રશિયા કોઈપણ મોટા યુદ્ધને રોકવા માટે તમામ
પ્રયાસો કરી રહ્યું છે. ખાસ કરીને જો ત્યાં કોઈ પરમાણુ યુદ્ધ ન હોય. આથી રશિયાએ આખી દુનિયાને ચેતવણી
આપી છે કે જો કોઈ રશિયા વિરુદ્ધ બેલેસ્ટિક મિસાઈલ છોડશે તો રશિયા તેની વિરુદ્ધ પરમાણુ હથિયારોનો ઉપયોગ પણ કરી શકે છે.
દરમિયાન રશિયાના પાડોશી દેશો ફિનલેન્ડમાં અને સ્વીડનમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.
ફિનલેન્ડે તો તે (વિશ્વ યુદ્ધ) સામેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. સ્વીડને પણ તૈયારીઓ શરૂ કરી છે. તો નોર્વેએ પણ
તેના નાગરિકોન બચાવ પદ્ધતિ દર્શાવતી પત્રિકાઓ વહેંચવી શરૂ કરી દીધી છે.રશિયા અને યૂક્રેન યુદ્ધની વચ્ચે એક
મોટા સમાચાર સામે આવ્યા છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું છે કે જે દેશ પાસે પરમાણુ શક્તિ નથી,
તે પરમાણુ શક્તિ ધરાવતા દેશના સમર્થનથી રશિયા પર હુમલો કરશે તો તેને રશિયા વિરુદ્ધ યુદ્ધની ઘોષણા ગણવામાં
આવશે. જો રશિયા સામે બેલેસ્ટિક મિસાઈલનો ઉપયોગ કરવામાં આવશે તો તેના જવાબમાં પરમાણુ હુમલો પણ થઈ શકે છે.
પુતિને પોતાના દેશના પરમાણુ નિયમોમાં આ ફેરફાર કર્યા છે. જેથી યૂક્રેનને સમર્થન કરતા દેશો તેના પર હુમલો ના કરી શકે.
અમેરિકા અને ઘણા યુરોપિયન દેશોએ તાજેતરમાં યૂક્રેનને લાંબા અંતરના હથિયારોનો ઉપયોગ કરવાની મંજૂરી આપી છે. જે બાદ પુતિને આ પગલું ભર્યું છે.
પુતિનને લાગે છે કે જો પરમાણુ શક્તિ ધરાવતા દેશો બિન-પરમાણુ-શસ્ત્રો ધરાવતા દેશમાં રશિયા સામે શસ્ત્રોનો ઉપયોગ કરે છે,
તો તે રશિયા સામે લશ્કરી ખતરો છે. આવા જોખમોથી બચવા માટે પરમાણુ હથિયારોનો પણ ઉપયોગ કરી શકાય છે.
રશિયાના પરમાણુ અવરોધક દળમાં જમીન, સમુદ્ર અને હવાઈ દળોનો સમાવેશ થાય છે.
read more :
Zinka Logistics Solutions IPO allotment Day : તારીખ, GMP અને ઓનલાઈન તપાસના પગલાં
બાયડેનના નિર્ણયથી રશિયાનો ભડકો, અમેરિકાની લોંગ રેન્જ મિસાઇલ્સનો ઉપયોગની પરવાનગી
19 મહિનાની મણિપુર હિંસા અટકાવવામાં સરકાર નબળી, આરએસએસના આકરા શબ્દો