વડાપ્રધાન મોદી 71,000 યુવાનોને નોકરીની ભેટ આપશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે એટલે 23 ડિસેમ્બરે રોજગાર મેળા હેઠળ 71 હજારથી વધારે કેન્ડઈડેટેને નિમણૂક પત્ર આપવાના છે.
કેન્દ્ર સરકારે વિભિન્ન વિભાગોમાં સરકારી નોકરી મેળવવા માટે કેન્ડઈડેટ્સને વિડીયો કૉંફરેસિંગના માધ્યમે નિમણૂક પત્ર આપવામાં આવશે.
આની માટે સવારે 10:30 થી પ્રોગ્રામ શરૂ કરવામાં આવશે.
આ પ્રોગ્રામમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નિયુક્તિ પર ચર્ચા કરશે અને યુવાઓને રોજગારની નવી તકો વિષે સંબોધિત કરશે.
પ્રધાનમંત્રી કાર્યાલય તરફથી જાહેર કરેલા નિવેદન અનુસાર, આ પગલું રોજગાર નિર્માણ પ્રત્યેની તેમની મજબૂત પ્રતિબદ્ધતા દર્શાવે છે.
દેશભરમાં 45 સ્થળો પર આયોજિત કરવામાં આવશે, જ્યાં વિભિન્ન મંત્રાલયો અને વિભાગોમાં નવી નિયુક્તિઓ કરવામાં આવશે.
રોજગાર મેળા હેઠળ નવી નિમણૂક કર્મચારીને ગૃહ મંત્રાલય, પોસ્ટ વિભાગ, ઉચ્ચ શિક્ષણ વિભાગ, આરોગ્ય અને
પરિવાર કલ્યાણ મંત્રાલય, નાણાકીય સેવાઓ વિભાગ જેવા મહત્વપૂર્ણ મંત્રાલયો અને વિભાગમાં નિમણૂક કરવામાં આવશે.
આ કાર્યક્રમ ન માત્ર સરકારી ક્ષેત્રમાં રોજગારીની તકો વધારશે, પરંતુ આ યુવા પેઢીને પોતાની
ક્ષમતાઓ અને સપનાને પૂરાં કરવા એક મોટી તક પણ આપશે.
READ MORE : GPSC દ્વારા વધુ એક સરકારી ભરતીની જાહેરાત, ચેરમેન હસમુખ પટેલે આપી માહિતી
PM રોજગાર મેળો શું છે?
રોજગાર મેળાની પહેલ 22 ઓક્ટોબર 2022થી શરૂ થઈ હતી.
ત્યારબાદ પીએમ મોદીએ 10 લાખ સરકારી નોકરીઓ આપવાના લક્ષ્ય સાથે અભિયાનની શરૂઆત કરી હતી.
આ ચાલુ પ્રયાસ રોજગારને પ્રોત્સાહન આપવા અને દેશના કર્મચારીઓની વૃદ્ધિ અને
વિકાસને સરળ બનાવવા માટે સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
તમને જણાવી દઈએ કે ગત વર્ષે રોજગાર મેળામાં 51 હજાર યુવાનોને નિમણૂક પત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું.
યુવાનોને રાષ્ટ્ર નિર્માણ અને આત્મસશક્તિકરણમાં ભાગ લેવાની અર્થપૂર્ણ તકો પ્રદાન કરશે.
READ MORE :
ટ્રાફિક રૂલ તોડનારાઓ સાવધાન! અમદાવાદમાં છેલ્લા એક મહિનામાં 1360થી વધુ લોકોના લાયસન્સ સસ્પેન્ડ !
ક્રિસમસ બાદ ગુજરાતમાં ઠંડીનું જોર વધશે, 6 શહેરોમાં તાપમાન 13 ડિગ્રી સુધી નીચે જવાની શક્યતા !
મોદીસાહેબનો કુવૈતમાં ધમાલો, બે દિવસ જાફ્ફા અને ફાફડાની મહેફિલ