વડાપ્રધાન નરેન્દ્ર મોદી આંધ્રપ્રદેશની મુલાકાત લેશે, રાજય ના વિકાસને આગળ વધારવા માટે આપશે બે લાખ કરોડની ભેટ

5 Min Read

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આંધ્રપ્રદેશની મુલાકાત લેશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 8થી 9 જાન્યુઆરી, 2025 સુધી બે દિવસ દરમિયાન

આંધ્રપ્રદેશ અને ઓડિશાની મુલાકાત લેશે. સ્થાયી વિકાસ, ઔદ્યોગિક વૃદ્ધિ અને માળખાગત સુવિધામાં વૃદ્ધિ માટે વિસ્તૃત

કામગીરીનાં ઉદ્દેશ સાથે પ્રધાનમંત્રી 8 જાન્યુઆરીનાં રોજ સાંજે 5:30 વાગ્યે વિશાખાપટ્ટનમમાં રૂ. 2 લાખ કરોડથી વધારેનાં

મૂલ્યનાં વિવિધ પ્રોજેક્ટનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે. તેઓ 9 જાન્યુઆરીનાં રોજ સવારે 10 વાગ્યે ભુવનેશ્વરમાં 18માં પ્રવાસી

ભારતીય દિવસ (PBD) સંમેલનનું ઉદઘાટન પણ કરશે. આ પ્રોજેક્ટ્સ ટકાઉ વિકાસ, ઔદ્યોગિક વિકાસ અને માળખાગત વૃદ્ધિ માટે

સરકારના મોટા દબાણનો ભાગ છે. મોદીએ જણાવ્યું  કે, તે  વિશાખાપટ્ટનમના લોકોમાં ગ્રીન એનર્જી, રિન્યુએબલ એનર્જી,

ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને અન્ય ક્ષેત્રો સાથે સંબંધિત મોટા કામોનું ઉદ્ઘાટન કરવા માટે આતુર છું. આ પ્રોજેકટ મા  ગ્રીન હાઇડ્રોજન સેન્ટર

અને મેડિસિન પાર્કનો સમાવેશ થાય છે. વડાપ્રધાન કાર્યાલય PMO એ જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટ્સ ટકાઉ વિકાસ,ઔદ્યોગિક

વિકાસ અને માળખાગત વૃદ્ધિ માટે સરકારના મોટા દબાણનો ભાગ છે.

પીએમ મોદી એ આંધ્રપ્રદેશ ને  શું ભેટ આપશે?

પીએમઓએ કહ્યું કે ગ્રીન એનર્જી અને ટકાઉ ભવિષ્ય પ્રત્યેની તેની પ્રતિબદ્ધતા તરફના અન્ય એક મહત્વપૂર્ણ પગલામાં

વડાપ્રધાન આંધ્ર પ્રદેશમાં વિશાખાપટ્ટનમ નજીક પુડીમડાકા ખાતે અત્યાધુનિક NTPC ગ્રીન એનર્જી લિમિટેડના ગ્રીન હાઇડ્રોજન હબ

પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. જે નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશન હેઠળ પ્રથમ ગ્રીન હાઇડ્રોજન હબ છે.

આ પ્રોજેક્ટમાં અંદાજે રૂ. 1,85,000 કરોડનું રોકાણ થશે.  તેમાં 20 GW નવીનીકરણીય ઉર્જા ક્ષમતામાં રોકાણનો સમાવેશ થશે.

આ તેને ભારતની સૌથી મોટી સંકલિત ગ્રીન હાઇડ્રોજન ઉત્પાદન સુવિધાઓમાંની એક બનાવશે.

તેની પાસે 1500 TPD ગ્રીન હાઇડ્રોજન અને 7500 TPD ગ્રીન હાઇડ્રોજન બાય-પ્રોડક્ટ્સનું ઉત્પાદન કરવાની ક્ષમતા હશે.

પ્રધાનમંત્રી મોદી એ  આંધ્રપ્રદેશમાં રૂ. 19,500 કરોડથી વધારેનાં મૂલ્યનાં વિવિધ રેલવે અને રોડ પ્રોજેક્ટ દેશને સમર્પિત કરશે.

જેમાં અન્ય વિવિધ પ્રોજેક્ટની સાથે-સાથે વિશાખાપટ્ટનમમાં સાઉથ કોસ્ટ રેલવેનાં હેડક્વાર્ટરનો શિલાન્યાસ સામેલ છે.

આ વિવિધ પ્રોજેક્ટથી ગીચતામાં ઘટાડો થશે, કનેક્ટિવિટીમાં સુધારો થશે તથા પ્રાદેશિક સામાજિક અને આર્થિક વૃદ્ધિમાં વધારો થશે.

સુલભ અને વાજબી હેલ્થકેરનાં પોતાનાં વિઝનને આગળ વધારીને પ્રધાનમંત્રી અનકપલ્લીમાં નક્કાપલ્લીમાં બલ્ક ડ્રગ પાર્કનો શિલાન્યાસ કરશે.

બલ્ક ડ્રગ પાર્ક વિશાખાપટ્ટનમ-ચેન્નાઈ ઔદ્યોગિક કોરિડોર (વીસીઆઈસી) અને વિશાખાપટ્ટનમ-કાકીનાડા પેટ્રોલિયમ,

કેમિકલ અને પેટ્રોકેમિકલ ઇન્વેસ્ટમેન્ટ રિજનની નિકટતાને કારણે આર્થિક વૃદ્ધિને વેગ આપવા માટે હજારો રોજગારીનું સર્જન કરશે.

પ્રધાનમંત્રી આંધ્રપ્રદેશના તિરૂપતિ જિલ્લામાં ચેન્નાઈ બેંગાલુરુ ઔદ્યોગિક કોરિડોર અંતર્ગત ક્રિષ્નાપટ્ટનમ ઔદ્યોગિક વિસ્તારનો શિલાન્યાસ પણ કરશે.

નેશનલ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર ડેવલપમેન્ટ પ્રોગ્રામ હેઠળ મુખ્ય પ્રોજેક્ટ ક્રિષ્નાપટ્ટનમ ઇન્ડસ્ટ્રીયલ એરિયા (ક્રિસ સિટી)ની કલ્પના

ગ્રીનફિલ્ડ ઇન્ડસ્ટ્રીયલ સ્માર્ટ સિટી તરીકે કરવામાં આવી છે. આ પ્રોજેક્ટ અંદાજે ₹10,500 કરોડના નોંધપાત્ર ઉત્પાદન રોકાણોને આકર્ષવા માટે તૈયાર છે.

 

READ  MORE  :

 

વડાપ્રધાન મોદી 71,000 યુવાનોને નોકરીની ભેટ આપશે, રોજગાર મેળામાં નીમણૂકપત્રનું વિતરણ !

 

વડાપ્રધાન એ  આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુ અને નાયબ મુખ્યમંત્રી પવન કલ્યાણ સાથે રેલવે ઝોનનો શિલાન્યાસ કરશે.

આ સિવાય તેઓ અનાકાપલ્લે જિલ્લાના પુડીમાડાકા ખાતે NTPCના ઈન્ટિગ્રેટેડ ગ્રીન હાઈડ્રોજન સેન્ટરનો શિલાન્યાસ કરશે.

 પ્રોજેક્ટ હેઠળ કંપની એ ત્રણ તબક્કામાં રૂ.65,370 કરોડનું રોકાણ કરશે.

વડા પ્રધાન વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા નક્કાપલ્લીમાં 1877 કરોડ રૂપિયાના મેડિસિન પાર્કનો શિલાન્યાસ કરશે.

દેશને ફાર્માસ્યુટિકલ ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવાના ઉદ્દેશ્ય સાથે અહીં ‘બલ્ક ડ્રગ પાર્ક’ની સ્થાપના કરવામાં આવનાર છે.

આ પાર્ક અંદાજે રૂ.11,542 કરોડના રોકાણ સાથે 2,002 એકર જમીન પર બાંધવામાં આવનાર છે.

શિલાન્યાસ સમારોહ અને ઉદ્ઘાટન સમારોહ પછી, વડા પ્રધાન મોદી રોડ શો કરશે અને જાહેર સભાને પણ સંબોધિત કરશે.

આજે સાંજે જ વડાપ્રધાન ઓડિશા જવા રવાના થશે જ્યાં ગુરુવારે તેઓ 18મા પ્રવાસી ભારતીય દિવસ સંમેલનનું ઉદ્ઘાટન કરશે.

કોન્ફરન્સમાં ભાગ લેવા માટે 50 થી વધુ દેશોમાંથી મોટી સંખ્યામાં ભારતીયોએ નોંધણી કરાવી છે. PM મોદી પ્રવાસી ભારતીય

એક્સપ્રેસને લીલી ઝંડી આપશે. એનઆરઆઈ માટે આ એક વિશેષ પ્રવાસી ટ્રેન છે, જે દિલ્હીના નિઝામુદ્દીન રેલ્વે સ્ટેશનથી ઉપડશે.

અને ત્રણ અઠવાડિયાના સમયગાળા માટે પ્રવાસન અને ધાર્મિક મહત્વના સ્થળોની યાત્રા કરશે.

 

READ  MORE  :

“Microsoft ભારતમાં 10 અબજ ડોલરનું રોકાણ કરશે: CEO સત્ય નડેલાની મહત્વપૂર્ણ જાહેરાત”

નેશનલ હેલ્થ ઓથોરિટીના આદેશનો ઉલાળિયો, સરકારે IEC સેલની રચના કરી નહીં

“અમદાવાદ મહાનગરપાલિકાને 4.92 કરોડ રૂપિયાની આવક, 3 દિવસમાં 1.58 લાખ લોકો ફ્લાવર શોની મુલાકાતે”

 

Share This Article
Exit mobile version