પ્રાથમિક શાળાના બાળકોને મળશે પ્રોટીનયુક્ત નાસ્તો, અમલની તારીખ હજુ અનિશ્ચિત

By dolly gohel - author

પ્રાથમિક શાળાના બાળકોને મળશે 

ગુજરાત સરકારે ‘પઢાઈ ભી,પોષણ ભી’ના ધ્યેયને સાકાર કરવા સુપોષિત ગુજરાત મિશન અંતર્ગત

‘મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના’ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. આ નવી યોજના હેઠળ

રાજ્યની 32,277 શાળાના અંદાજે 41 લાખ વિદ્યાર્થીઓને શાળામાં શિક્ષણ કાર્ય શરૂ થાય તે

પહેલા પ્રાર્થના સમયે પૌષ્ટિક અલ્પાહાર આપવામાં આવશે. પરંતુ રાજ્ય સરકાર આ યોજના

ક્યારે અમલમાં લાવશે તે અંગેની માહિતી જ આપી નથી.  રાજ્યના આદિજાતિ વિસ્તારના

52 તાલુકા અને બિન આદીજાતિ વિસ્તારના 29 વિકાસશીલ તાલુકાની સરકારી અને ગ્રાન્ટ

ઇન એઈડ પ્રાથમિક શાળામાં બપોરના ભોજન આપવામાં આવે છે. આ ઉપરાંત દૂધ સંજીવની

યોજના હેઠળ 200 મિલિગ્રામ ફ્લેવર્ડ મિલ્ક આપવામાં આવે છે. ત્યારે  આવા 81 તાલુકાઓની

12,522 શાળાઓમાં નોંધાયેલા 15.05 લાખ વિદ્યાર્થીઓને પી.એમ. પોષણના બપોરના

ભોજન પછી નાની રિસેસમાં આ પૌષ્ટિક અલ્પાહાર અપાશે.

 

read more :BZ ગ્રુપના કૌભાંડમાં નવા ખુલાસા, શિક્ષકોએ પોન્ઝી સ્કીમમાં લોકો પાસેથી કરાવ્યું લાખોનું રોકાણ

પ્રાથમિક શાળાના બાળકોને મળશે

મીઠું અને સુખી આ અલ્પાહાર અપાશે

સુપોષિત ગુજરાત મિશન હેઠળ રાજ્યની પોષણલક્ષી યોજનાઓ વધુ સુદ્રઢ કરીને

તેનો વ્યાપ વિસ્તારવા આ પૌષ્ટિક અલ્પાહાર યોજના શરૂ કરવામાં આવશે. રાજ્યમાં

પીએમ પોષણ યોજના હેઠળ વિદ્યાર્થીઓને અપાતા કેલરી-પ્રોટીનયુક્ત ગુણવત્તાસભર

બપોરના ભોજન ઉપરાંત આ નવી યોજનામાં સપ્તાહ દરમિયાન ખાંડેલા સીંગદાણા

સહિતની સુખડી, ચણા ચાટ, મિક્સ કઠોળ તથા શ્રી અન્ન(મીલેટ)માંથી બનાવેલી

ખાદ્ય સામગ્રી અલ્પાહાર સ્વરૂપે અપાશે.મટીરીયલ કોસ્ટ માટે 493 કરોડ રૂપિયા

તથા પૌષ્ટિક અલ્પાહાર તૈયાર કરવાની કામગીરી માટે  50 ટકા માનદ વેતન વધારા ક

રાયો છે. તેના માટે 124 કરોડ રૂપિયા મળીને ‘મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના’

માટે વાર્ષિક 617 કરોડ રૂપિયાનો વધારાનો ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે.

ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજનાની જાહેરાત તો કરી દીધી છે.

પરંતુ આ યોજના ક્યારે અમલમાં આવશે તે અંગેની કોઈ પણ તારીખની જાહેરાત કરાઈ નથી.

read more :

જામનગરમાં ઠંડીના આગમન સાથે વાહનચોરોની પ્રવૃત્તિ વધતી, બુલેટ અને બાઈકની ઉઠાણીઓ નોંધાઈ

મનુ ભાકર, ડી ગુકેશ સહિત ચાર ખેલાડીઓને તમારા મહાન પ્રયાસો અને સફળતા બદલ ખેલ રત્ન પુરસ્કાર આપવાનો નિર્ણય કર્યો !

Sport News : આર્યના સાબાલેન્કા ચાઇના મા ગૉફ રમવા માટે ઓસાકાની જીતનો સિલસિલો બનાવશે

Share This Article
author
Follow:
ડોલી ગોહિલ – TV1 Gujarati News માં કન્ટેન્ટ રાઇટર હું ડોલી ગોહિલ, TV1 Gujarati News માં એક સમર્પિત કન્ટેન્ટ રાઇટર છું. લખવાનું મારા માટે માત્ર એક કામ નથી, તે મારી ઓળખ છે. મારી કલમે એ સમાચાર લખવા કેવળ જાણકારી આપે, પણ વાચકોના મનમાં અસર છોડી જાય. ડિજિટલ પત્રકારિતાની ગહન સમજ સાથે, હું એવા લેખો તૈયાર કરું છું જે માહિતીપ્રદ, રસપ્રદ અને SEO-ફ્રેન્ડલી હોય. તાજા સમાચાર, વિશ્લેષણાત્મક લેખો કે સમાજને પ્રેરણાદાયી સ્ટોરીઝ મારા લખાણનો ધ્યેય હંમેશા સાફ રહે છે: વાચકોને ચોકસાઈભર્યું અને વિશ્વસનીય કન્ટેન્ટ આપવા.