Rajkot : દેશભરમાં ગોપાલ બ્રાન્ડથી નમકીનનું ઉત્પાદન અને વેપાર કરતા ગોપાલ સ્નેક્સ લિ.ની રાજકોટ નજીક
લોધિકા તા.ના મેટોડા જી.આઈ.ડી.સી.માં આવેલા વિશાળ પ્રોડક્શન યુનિટમાં ભયાનક આગ ભભુકી ઉઠતા તે બળીને ખાખ થયેલ છે.
આ સ્થળે હવે ગોપાલ નમકીનનું ઉત્પાદન નવા આદેશ સુધી નહીં કરવા ઈન્ડસ્ટ્રીયલ સેફ્ટી વિભાગ દ્વારા કંપનીને આદેશ કરાયો છે.
ગંભીર વાત એ છે કે ગત બુધવારે ગોપાલ નમકીનના પ્રોડક્શન યુનિટમાં અતિ પ્રચંડ આગ લાગી હતી.
જેને બુઝાવવા માટે રાજકોટ ઉપરાંત આજુબાજુના શહેરો,ગામોથી ફાયર ફાયટરોએ બપોરથી મોડી
રાત્રિ સુધી જહેમત ઉઠાવીને આગ કાબુમાં લીધી હતી. પરંતુ, આ આગનું કારણ હજુ બહાર આવ્યું નથી.
રાજકોટમાં અગ્નિકાંડ પછી મહાપાલિકાના ફાયરબ્રિગેડ દ્વારા કોઈ સ્થળે આગ લાગે કે જેને ફાયર સેફ્ટી ફરજીયાત હોય છે
તેને તુરંત નોટિસ અપાયેલી છે પરંતુ, આ કંપની અંગે હજુ આવા કોઈ પગલા લીધા નથી.
આ અંગે સરકારના ઔદ્યોગિક સલામતિ વિભાગનો સંપર્ક સાધતા આગનું કારણ જાણવા મળ્યુ નથી,
એફ.એસ.એલ. દ્વારા પણ તપાસ કરાઈ રહી છે અને તેનો રિપોર્ટ આવ્યા
બાદ ફાયર સેફ્ટી મુદ્દે કોઈ ક્ષતિ હતી કે કેમ તે જાણી શકાશે અને તે અન્વયે પગલા લેવાશે.