મનપાની નવી પહેલ
રાજકોટ માં આવાસ યોજનામાં ફ્લેટ ભાડે આપવા મામલે મનપા દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
રાજકોટ માં આવાસનાં મકાન ભાડે અપાતા મનપાએ 9 ફ્લેટ સીલ કર્યા છે.
શ્રી રામ ટાઉનશીપમાં 3 અને શ્રી જીજાબાઈ ટાઉનશીપમાં 6 ફ્લેટ માલિકો સામે મનપા દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
રાજકોટના અલગ અલગ વિસ્તારોમાં કોર્પોરેશન દ્વારા મોટા પ્રમાણમાં આવાસ યોજનાઓ તો બનાવવામાં આવી છે .
પરંતુ તાજેતરમાં જ ઘણા બધા આવાસો જર્જરિત અને બંધ હાલતમાં હોવાનું પણ સામે આવ્યું હતું.
એવામાં કોર્પોરેશન માં અધિકારીઓની મિલીભગતથી કેટલાક લાભાર્થીઓ પૈસા રોકડના નામે આવાસો લઈ રહ્યા છે.
તે પણ એક મોટું કૌભાંડ હાલ સામે આવ્યું છે.
મનપાની નવી પહેલ
મૂળ લાભાર્થીએ ફ્લેટ ભાડે આપતા કાર્યવાહી કરવામાં આવી
મૂળ લાભાર્થીઓ દ્વારા અન્ય વ્યક્તિઓને ફ્લેટ ભાડે આપતા હોવાની જાણ મનપાને થતા મનપા દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ફ્લેટ ભાડે આપતા કાર્યવાહી કરવામાં આવી છે. લાભાર્થીઓ પૈસા કમાવાની લાલચે ફ્લેટ ભાડે આપી રહ્યા છે.
જે બાબત મનપાના ધ્યાને આવતા મનપા દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો.
લોકોને પોતાના ઘરનું ઘર મળી રહે તે માટે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત રાજકોટના અલગ અલગ વિસ્તારોમાં મોટાભાગના આવાસો
તો બનાવવામાં આવ્યા છે.
પરંતુ આ આવાસ યોજનામાં જ કૌભાંડો ચાલતું હોય તે પ્રકારની ખાસ વારે ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે.
કોર્પોરેશન દ્વારા શહેરના ફીટબેલ પાર્ટી પ્લોટ નજીક ટાઉનશિપમાં આવાસો જે લાભાર્થીઓને મળ્યા છે તેમને આ આવાતો ભાડે ચડાવ્યા હતા.
બીજી તરફ શહેરના રહ્યા વિસ્તારમાં આવેલી સહિત સુખદેવ ટાઉનશિપમાં કેટલાક લાભાર્થીઓએ પૈસા રોકાણ માટે આવાસો લીધા હોવાનું
સામે આવ્યું છે.
રાજકોટ ના રહ્યા વિસ્તારમાં વર્ષ 2023 માં સહિત સુખદેવ ટાઉનશીપનું નિર્માણ કરવામાં આવ્યું હતું.
આ ટાઉનશીપ માં 400થી વધારે ફ્લેટ આવેલા છે. જેમાં 40 જેટલા ફ્લેટ એવા છે કે છેલ્લા ઘણા સમયથી બંધ છે.
જેને લઈને અહીંયા રહેતા સ્થાનિકોએ જણાવ્યું હતું કે અમે મેન્ટેનન્સ માટે આ ફ્લેટ ધારકોને કહ્યું.
ત્યારે અમને ખબર પડી કે આ ફ્લેટો રોકાણ માટે લાભાર્થીઓએ લીધા છે.
જયારે કોર્પોરેશનના નિયમ એવા છે કે જે લોકોને નામે કોઈ પણ પ્રોપર્ટી નથી.
અને જેમને જરૂરિયાત હોય તેમને જ આ આવાસમાં ફ્લેટ મળતા હોય છે.
પરંતુ કોર્પોરેશનના અધિકારીઓની મિલીભગતથી આ આવાસ યોજનામાં 40 કરતા વધુ આવાસો રોકાણ માટે લેવામાં આવ્યા છે.
જ્યારે નિયમ વિરુદ્ધ જોઈને અહીંયા કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું પણ સ્થાનિકોએ જણાવ્યું હતું.
જેને લઇને કોર્પોરેશનના અધિકારીઓ સામે પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે.
જે લોકોને હાલ ઘરના ઘરની જરૂરિયાત છે તેમને ઘર મળતું નથી અને જે લોકોને જરૂરિયાત નથી.
તે લોકો પૈસા રોકવાના નામે અહીંયા આવાસો મેળવી રહ્યા છે તો કોની મિલીભગત તૈયાર થઈ રહ્યું છે તે પણ એક મોટો સવાલ હાલ ઉભો થયો છે.
READ MORE :
અમદાવાદનું ભવિષ્ય : બુલેટ ટ્રેનના સમાચાર તમે અવગણી શકતા નથી
દીપિકા પાદુકોણ ની મોટી ખરીદી : 18 કરોડ રૂપિયામાં આલીશાન ફલેટ