RBI નો મહત્વપૂર્ણ નિર્ણય : ATM થી પૈસા ઉપાડવાના ચાર્જમાં વધારાની મંજુરી આપી

By dolly gohel - author
RBI નો મહત્વપૂર્ણ નિર્ણય : ATM થી પૈસા ઉપાડવાના ચાર્જમાં વધારાની મંજુરી આપી

RBI નો મહત્વપૂર્ણ નિર્ણય 

એટીએમમાંથી રોકડ ઉપાડનારાઓના ખિસ્સા પર બોજો વધી શકે છે.

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ એટીએમ ઈન્ટરચેન્જ ફીમાં વધારો કરવા મંજૂરી આપી છે.

જેના લીધે હવે એટીએમમાંથી ઉપાડ મોંઘો થશે. નવા ચાર્જ 1 મે, 2025થી લાગુ થશે. જો કે, તમામ પર આ ખર્ચનો બોજો નહીં પડે. 

1 મેથી બદલાતા નિયમો હેઠળ હોમ બેન્ક નેટવર્કની બહારના કોઈ એટીએમ મશીનમાંથી ટ્રાન્ઝેક્શન કરવા પર વધુ ચાર્જ ચૂકવવો પડશે.

અર્થાત પોતાની બેન્ક સિવાય અન્ય બેન્કના એટીએમમાંથી ટ્રાન્ઝેક્શન, બેલેન્સ ચેક કરવા પર વધુ ચાર્જ આપવો પડશે.

હાલ પણ હોમ બેન્ક નેટવર્કની બહાર એટીએમનો ઉપયોગ કરવા પર ચાર્જ લાગુ છે.

આ ચાર્જમાં વધારો નેશનલ પેમેન્ટ કમિશન ઓફ ઈન્ડિયાના પ્રસ્તાવ પર આધારિત છે.

મેટ્રો શહેરોમાં અન્ય બેન્કના એટીએમના દર મહિને ત્રણ ટ્રાયલ અને નોન મેટ્રો શહેરોમાં પાંચ ટ્રાયલ ફ્રી છે.

અર્થાત પાંચ વખત કોઈ પણ ચાર્જ ચૂકવ્યા વિના  એટીએમનો ઉપયોગ કરી શકો છે.

 

RBI નો મહત્વપૂર્ણ નિર્ણય

RBI નો મહત્વપૂર્ણ નિર્ણય : ATM થી પૈસા ઉપાડવાના ચાર્જમાં વધારાની મંજુરી આપી
RBI નો મહત્વપૂર્ણ નિર્ણય : ATM થી પૈસા ઉપાડવાના ચાર્જમાં વધારાની મંજુરી આપી

કેટલો ચાર્જ લગાડવામા આવશે ?

જો ગ્રાહક પોતાની હોમબેન્ક ના એટીએમ સિવાય અન્ય નેટવર્ક ના એટીએમ માથી મર્યાદિત ટ્રાયલ બાદ ઉપાડ કરશે.

તો તેણે પ્રત્યેક ટ્રાન્ઝેકશન પર રુ. 17 ચાર્જપેટે ચૂકવવા પડે છે.

જે 1  મેથી વધી રૂ. 19 થશે. તદુપરાંત અન્ય બીજી બે્નકના એટીએમમાંથી બેલેન્સ ચેક કરવા પર લાગુ ચાર્જ રૂ. 6થી વધી રૂ. 7 થશે.

 

READ MORE :

ટ્રમ્પના ગોલ્ડન વિઝાને મળ્યો આકર્ષક પ્રારંભ, 24 કલાકમાં 1,000 કાર્ડ વેચાયા

 

એટીએમ ઓપરેટર્સે આ માંગ કરી હતી 

વ્હાઈટ લેબલ એટીએમ ઓપરેટર્સ એટીએમનો ઉપયોગ કરવા પર લાગુ ચાર્જમાં વધારો કરવાની માગ કરી રહ્યા હતા.

તેમનો તર્ક હતો કે, વધતી ઓપરેટિંગ કોસ્ટના કારણે જૂના ચાર્જ પરવડે તેમ નથી.

NPCIના પ્રસ્તાવને આરબીઆઈએ મંજૂરી આપતાં હવે નાની બેન્કો પર પ્રેશર વધવાની આશંકા છે.

જો કે, તે પોતાના સીમિત ઈન્ફ્રાસ્ટ્રક્ચર કારણે બીજી બેન્કોના એટીએમ નેટવર્ક પર નિર્ભર છે.

ઈન્ટરચેજ ફી એ એક બેન્કની ઉપાડ, બેલેન્સ ચેક જેવી સેવાઓનો લાભ અન્ય બેન્કના નેટવર્કમાંથી મેળવવા પર લાગુ થાય છે.

 

READ MORE :

ચૂંટણી પંચનો મહત્વપૂર્ણ નિર્ણય : PAN પછી હવે મતદાર ID ને પણ આધાર સાથે લિંક કરવાનું રહેશે

ભારતમાં એન્ટ્રી પહેલા જ મસ્કના સપનાઓ પર પાણી વળ્યુ , સ્ટારલિંકને મળ્યો મોટો ઝટકો

Share This Article
author
Follow:
ડોલી ગોહિલ – TV1 Gujarati News માં કન્ટેન્ટ રાઇટર હું ડોલી ગોહિલ, TV1 Gujarati News માં એક સમર્પિત કન્ટેન્ટ રાઇટર છું. લખવાનું મારા માટે માત્ર એક કામ નથી, તે મારી ઓળખ છે. મારી કલમે એ સમાચાર લખવા કેવળ જાણકારી આપે, પણ વાચકોના મનમાં અસર છોડી જાય. ડિજિટલ પત્રકારિતાની ગહન સમજ સાથે, હું એવા લેખો તૈયાર કરું છું જે માહિતીપ્રદ, રસપ્રદ અને SEO-ફ્રેન્ડલી હોય. તાજા સમાચાર, વિશ્લેષણાત્મક લેખો કે સમાજને પ્રેરણાદાયી સ્ટોરીઝ મારા લખાણનો ધ્યેય હંમેશા સાફ રહે છે: વાચકોને ચોકસાઈભર્યું અને વિશ્વસનીય કન્ટેન્ટ આપવા.