હેલિકોપ્ટર દ્વારા
મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારના હેલિકોપ્ટરનું ઉત્તરાખંડના પિથોરાગઢમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે.
ખરાબ હવામાનના કારણે તેમના હેલિકોપ્ટરને મુનસ્યારીના રાલમમાં લેન્ડિંગ કર્યું છે.
મુખ્ય ચૂંટણી કમિશનરનું હેલિકોપ્ટર મિલમતરફ જઈ રહ્યું હતું.
તેમની સાથે રાજ્યના નાયબ મુખ્ય ચૂંટણી અધિકારી વિજય કુમાર જોગદંડે પણ હાજર હતા.
ખરાબ હવામાનના કારણે આ ઘટના બપોરે 1:00 વાગ્યે બની હતી. ડીએમએ સીઈસી રાજીવ કુમાર સાથે વાત કરી, તેઓ સુરક્ષિત અને સ્વસ્થ છે.
તમને જણાવી દઈએ કે, એક દિવસ પહેલા જ એટલે કે, 15 ઓક્ટોબરના રોજ મુખ્ય ચૂંટણી કમિશનરે મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા
ચૂંટણી માટે તારીખોની જાહેરાત કરી છે. આ દરમિયાન તેમણે EVM સાથે સબંધિત સવાલો પર પણ જવાબ આપ્યા હતા.
READ MORE :
અન્ય રાજ્યોની જેમ ગુજરાતમાં 200-300 યુનિટ વીજળી મફત મળશે? કનુભાઈ દેસાઈએ આપ્યું નિવેદન
CMએ અમદાવાદમાં ‘મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ’નું ઉદ્ઘાટન કર્યું
vadodara News વડોદરા પૂર પીડિતોને કોંગ્રેસનો સહારો, સૂત્રોચ્ચાર અને દેખાવથી પીડિતો સાથે એક્યતા
તેમણે કહ્યું હતું કે, હરિયાણા ચૂંટણીમાં EVMને લઈને જે ફરિયાદો આવા છે, તેનો જવાબ આપીશું.
હેલિકોપ્ટર દ્વારા
દરેક ફરિયાદનો જવાબ લેખિતમાં આપવામાં આવશે. EVM એક વાર નહીં પણ અનેક વખત ચેક કરવામાં આવે છે.
તમને જણાવી દઈએ કે, રાજીવ કુમાર દેશના 25મા મુખ્ય ચૂંટણી કમિશનર છે.
તેઓ 1 સપ્ટેમ્બર 2020થી ચૂંટણી કમિશનર તરીકે ચૂંટણી પંચનો હિસ્સો છે.
તેમણે 15 મે 2022ના રોજ ચાર્જ સંભાળ્યો હતો અને 18 ફેબ્રુઆરી 2025 સુધી આ પદ સંભાળશે.
બંધારણ પ્રમાણે ચૂંટણી કમિશનરનો કાર્યકાળ છ વર્ષ અથવા 65 વર્ષની ઉંમર સુધીનો હોય છે.
read more :
માળીયાહાટીના તાલુકાના અમરાપર ગામે મજુર પરિવારના એક મહિલા પર દીપડાએ હુમલો કર્યો
દેશમાં શરૂ થશે અમૃત ભારત ટ્રેન, માર્ચમાં ચાર નવી ટ્રેનો તૈયાર જાણો શું હશે આ ટ્રેનની ખાસિયતો
ગુજરાત સરકારના ‘સેવા સેતુ’ કાર્યક્રમની સફળતા, 3.07 કરોડથી વધુ લાભાર્થીઓને લાભ

