અભિનેતા સૈફ અલી ખાન પર છરીથી હુમલો : રાત્રે 2 વાગ્યે ઘરમાં ઘૂસેલા ચોરે 3 વાર હુમલો કર્યો

અભિનેતા સૈફ અલી ખાન

બોલિવૂડમાંથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અભિનેતા સૈફ અલી ખાન પર ચાકુ વડે હુમલો કરવામાં આવ્યો છે.

રાત્રે 2 વાગે ચોર ઘરમાં ઘુસી ગયો અને સૈફ અલી ખાન પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો.

તેના શરીર પર 2-3 વખત હુમલો કરવામાં આવ્યો હતો. સૈફ અલી ખાન મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં છે, જ્યાં તેનું ઓપરેશન ચાલી રહ્યું છે.

તેના શરીર પર ચપ્પાના છ ઘા હતા તેમજ ગરદન અને કરોડરજ્જુ પાસે પણ ગંભીર ઈજા પહોંચી છે.

મુંબઇ પોલીસે જણાવ્યું હતું કે મોડી રાત્રે એક અજાણી વ્યક્તિ સૈફ અલી ખાનના ઘરમાં ઘુસ્યો હતો.

અને તેની નોકરાણી સાથે દલીલ કરવા લાગ્યો હતો.

એ સમયે સૈફ અલી ખાન એ બને ની  વચ્ચે આવ્યો અને તે વ્યક્તિને સમજાવવાનો પ્રયાસ કર્યો.

નારાજ વ્યક્તિએ સૈફ અલી ખાન પર હુમલો કર્યો. બંને વચ્ચે મારામારી થઈ હતી.

આ દરમિયાન તેણે સૈફ અલી ખાન પર ચાકુ વડે હુમલો કર્યો હતો. 

 

 

સૈફ અલી ખાન નો આખો પરિવાર ઘરમાં સૂતો હતો

સૈફ અલી ખાન ના પીઆર કહે છે કે, મોડી રાત્રે 2.30 વાગ્યાની આસપાસ થોડો અવાજ સાંભળીને બાળકને સંભાળ રાખનારી નૈની ઉડી ગઈ હતી.

અભિનેતા  નો આખો પરિવાર ઘરમાં સૂતો હતો. અવાજ સાંભળીને સૈફ અલી ખાન પણ જાગી ગયો અને હુમલાખોર નો સામનો કર્યો હતો.

સૈફે હુમલાખોર ને પકડવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન ઝપાઝપીમાં હુમલાખોરો તેના પર અનેક વાર ઘાતક હુમલો કરીને ભાગી ગયા હતા.

પરિવારના બાકીના સભ્યો હુમલા ના સમયે ક્યાં હતા તેની માહિતી  હજુ સુધી મળી  નથી.

પરંતુ કરિશ્મા કપૂરે 9 કલાક પહેલા ઇન્સ્ટા સ્ટોરી પર એક પોસ્ટ શેર કરી હતી.

તેણે બહેન કરીના કપૂર, મિત્રો રિયા અને સોનમ કપૂર સાથે પાર્ટી કરી હતી.

ત્રણેયે સાથે ડિનર કરયુ. કરીના એ  તેની બહેન કરિશ્માની આ પોસ્ટને તેના એકાઉન્ટ પર ફરીથી શેર કરી છે.

જો કે, સૈફ પર હુમલા સમયે કરીના તેની ગર્લ ગેંગ સાથે હતી કે ઘરે પહોંચી હતી તે અંગે કોઈ પુષ્ટિ મળી નથી.

આ ઘટના સૈફ અલી ખાનના બાળકો તૈમૂર અને જેહના રૂમમાં બની હતી.

પોલીસ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે હુમલાખોર એ  અંદર કેવી રીતે પ્રવેશ્યા હતા.

પોલીસ એ શોધી રહી છે કે હુમલાખોરો બહારથી આવ્યા હતા કે પહેલાથી અંદર હતા.

 મુંબઈ પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. જેના માટે મુંબઈ પોલીસે 7 ટીમો બનાવી છે જે દરેક એંગલથી તપાસ કરી રહી છે.

પોલીસ સૈફના ઘરે પહોંચી ગઈ છે અને ઘરના પાંચ કર્મચારીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે.

આ ઘટના અંગે હાઉસ હેલ્પ એંગલ પણ સામે આવી રહ્યું છે. 

ઘરમાં ઘૂસેલા હુમલાખોરનો ઘરની મદદને લઈને વિવાદ ચાલી રહ્યો હતો, જેમાં સૈફ તેને શાંત કરવા વચ્ચે આવ્યો હતો.

 

READ MORE  :

 

NTPC Green Energy share : એક મહિનાના લોક-ઇન પીરિયડ બાદ 6%નો વધારો

 

આ ધટના મા સૈફ અલી ખાન ને  છ વાર ચપ્પા વડે ઘા માર્યા છે. 

એક અજાણ્યા વ્યક્તિએ સૈફ અલી ખાન પર મોડી રાત્રે બાંદ્રા સ્થિત તેમના ઘરે સૈફને છ વાર ચપ્પા વડે ઘા મારવામાં આવ્યો હતો.

જેમાંથી બે ખૂબ ઘા ખૂબ ઊંડા હતા. જેમાંથી એક કરોડરજ્જુ પાસે કરવામાં આવ્યો હતો.

ન્યુરોસર્જન ડૉ. નીતિન ડાંગે અને કોસ્મેટિક સર્જન ડૉ. લીના જૈનના નેતૃત્વમાં ડૉક્ટરોની એક ટીમ ઑપરેશન કરી રહી છે.

સૈફના શરીરમાંથી બેથી ત્રણ ઈંચ લાંબી તીક્ષ્ણ વસ્તુ કાઢી લેવામાં આવી છે. જે ચપ્પાનો એક ભાગ હોવાનું કહેવાય છે.

હવે સૈફ અલી ખાન એ  કોસ્મેટિક સર્જરી કરાવી રહયા છે.

લીલાવતી હોસ્પિટલના ડોક્ટરોએ જણાવ્યા મુજબ સૈફનું ઓપરેશન સવારે સાડા પાંચ વાગે શરૂ કરવામાં આવ્યું હતું જે અઢી કલાક ચાલ્યું હતું.

તેના શરીરમાંથી ચાકુનો એક ટુકડો પણ મળી આવ્યો હતો. તેને ઘણી ઇજાઓ થઈ છે પરંતુ તેની હાલત સ્થિર છે.

 

READ  MORE  :

 

Pushpa 2 stampede : ઇજાગ્રસ્ત છોકરો 20 દિવસ પછી ભાનમાં આવતાં પરિવારનો રાહતનો શ્વાસ, અલ્લુ અર્જુનનો સહારો

Sikander : સિકંદરના ટીઝરની નવી તારીખ જાહેર, સલમાન ખાનના ટીઝરનું ત્રીજી વાર મુલતવી

57મા જન્મદિને ફેન્સને સલમાન ખાન આપશે સ્પેશિયલ સરપ્રાઈઝ

Share This Article