સંસદમાં આજે ઊભી થશે ટક્કર
આજના દિવસે પણ સંસદમાં ભારે હોબાળો મચશે તેવી શક્યતા છે.
સંસદમાં આજે ઊભી થશે ટક્કર કેમ કે, સંસદમાં વક્ફ માટે રચાયેલી સંયુક્ત સંસદીય સમિતિ (JPC)નો રિપોર્ટ રજૂ કરાશે.
આ ઉપરાંત નવું આવકવેરા બિલ 2025 પણ રજૂ કરવામાં આવશે. વિપક્ષે વક્ફ સુધારા બિલ પરના JPC રિપોર્ટને ગેરબંધારણીય ગણાવ્યો છે.
અને તેનો સતત વિરોધ કરી રહ્યો છે.
30મી જાન્યુઆરીના રોજ જેપીસી પેનલના અધ્યક્ષ જગદંબિકા પાલ સંસદ ભવનમાં લોકસભા સ્પીકર ઓમ બિરલાને તેમની ઓફિસમાં મળ્યા હતા.
અને તેમને રિપોર્ટ સુપરત કર્યો હતો.
ખરેખર તો 29 જાન્યુઆરીએ JPC પેનલે બહુમતીનાં આધારે રિપોર્ટ સ્વીકારી લીધો હતો.
તેમાં શાસક ભાજપના સભ્યો દ્વારા સૂચવવામાં આવેલા ફેરફારોનો સમાવેશ કરાયો હતો.
સંસદીય સમિતિના વડા ભાજપના સાંસદ જગદંબિકા પાલે જણાવ્યું કે NDA સાંસદો દ્વારા રજૂ કરાયેલા 14 સુધારા સ્વીકારવામાં આવ્યા હતા .
જ્યારે વિપક્ષ દ્વારા રજૂ કરાયેલા તમામ સુધારા નકારી કાઢવામાં આવ્યા હતા.
આજે સંસદ મા નવુ આવકવેરા બિલ પણ રજૂ થઈ શકે છે
આવકવેરા ની જોગવાઈ ને સરળ બનાવવા માટે આવકવેરા બિલ 2025 ને આજે સંસદ મા રજૂ કરવામા આવે તેવી શકયતા છે.
આ બિલમાં, ‘આકારણી વર્ષ’ જેવી જટિલ પરિભાષાને બદલે ‘કર વર્ષ’નો ખ્યાલ રજૂ કરવામાં આવ્યો છે.
નવા બિલમાં 536 કલમો, 23 પ્રકરણો અને 16 અનુસૂચિઓ છે.
તે ફક્ત 622 પાના પર છપાયેલું છે. આમાં કોઈ નવો કર લાદવાનો ઉલ્લેખ નથી.
નવો કાયદો એ વિદેશી કંપનીઓ અને ઈન્વેસ્ટર્સ માટે પણ સરળ રહેવા પામશે જેથી વિદેશી હુંડિયામણ અને વિદેશી રોકાણ વધી શકે છે.
નવો આવકવેરા કાયદો ઓછા અને સરળ શબ્દોમાં હશે. તેનો હેતુ સામાન્ય લોકોને પણ સરળતાથી સમજ પડે તે છે.
હાલનો કાયદો એ 6 લાખ શબ્દોમાં લખાયેલો છે જેને ઘટાડીને અડધો કરવામા આવશે.
READ MORE :
કૃષિ ક્ષેત્રનો વિકાસ : ગુજરાતમાં કૃષિ પ્રોજેક્ટ્સ માટે 3,900 કરોડની સહાય આપવામા આવશે
ટેક્સ વિવાદના કેસના નિરાકરણ પર ભાર
બિલ રજૂ થયા બાદ તેવી વિસ્તૃત ચર્ચા માટે સંસદની સ્થાયી સમિતિમાં મોકલવામાં આવે તેવી શક્યતા છે.
ટેક્સ વિવાદના કેસોના ઝડપી નિરાકરણ માટે પ્રસ્તાવિત કાયદામાં નવી જોગવાઈઓ કરવામાં આવી છે.
નાણામંત્રી નિર્મલા સીતારમણે 2025-26ના બજેટમાં જાહેરાત કરી હતી કે સંસદના વર્તમાન સત્ર દરમિયાન નવું ટેક્સ બિલ રજૂ કરવામાં આવશે.
સીતારમણે સૌપ્રથમ જુલાઈ 2024ના બજેટમાં આવકવેરા કાયદા, 1961ની વ્યાપક સમીક્ષાની જાહેરાત કરી હતી.
READ MORE :
મહા પૂર્ણિમાના પાવન અવસર પર લાખો શ્રદ્ધાળુઓએ મહાકુંભમાં લગાવી આસ્થાની ડૂબકી