મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી પદ માટે ચાલી રહેલી રસાકસી દરમિયાન એકનાથ શિંદેની શિવસેનાએ બિહાર
મોડલ પર મુખ્યમંત્રી નક્કી કરવાની માગ કરી છે. એકનાથ શિંદેની પાર્ટીએ કહ્યું કે, ભાજપે નીતિશ કુમારને
ઓછી બેઠક છતાં મુખ્યમંત્રી બનાવ્યા હતાં. આવું જ ઉદાહરણ મહારાષ્ટ્રમાં પણ અપનાવવું જોઈએ, જેમાં
ભાજપે ગઠબંધન ધર્મનું પાલન કરી જેના નેતૃત્વમાં ચૂંટણી જીતી, તેને ફરી તક આપવામાં આવે.
એટલું જ નહીં, એકનાથ શિંદે જૂથે તેના માટે હરિયાણાનું ઉદાહરણ આપ્યું છે. શિંદે સેનાએ કહ્યું કે, 6 મહિના
પહેલાં જ મુખ્યમંત્રી બનેલા નાયબ સિંહ સૈનીના નેતૃત્વમાં હરિયાણાની ચૂંટણી લડવામાં આવી અને ભાજપ
જીતી ગઈ તો તેમને ફરી તક આપવામાં આવી.કહેવામાં આવે છે કે ચૂંટણીમાં હાર-જીત તો થતી રહે છે. પરંતુ
જીત તો પ્રચંડ હોય અને હાર શરમજનક હોય તો પછી તે મોટો મુદ્દો બની જાય છે. મહારાષ્ટ્રના ચૂંટણી પરિણામમાં
જે ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે તેણે સૌથી મોટો જનાદેશ મહાયુતિના ખાતામાં આપ્યો. ત્યારે મહાયુતિની
જીતની પાછળ કયા કારણોએ ભાગ ભજવ્યો? જીત બાદ મહાયુતિના નેતાઓએ શું કહ્યું?
કેમ ન હોય?… કેમ કે મહારાષ્ટ્રમાં મહાયુતિએ લેન્ડસ્લાઈડ વિક્ટરી મેળવી છે. અને આ ત્રણેય ગઠબંધનના નેતાઓ
આ જીતના હીરો છે. મહાયુતિ માટે આ જીત ઐતિહાસિક છે. કેમ કે લોકસભાની ચૂંટણીમાં મહાયુતિને મોટો ઝટકો
લાગ્યો હતો. જેમાં મહાયુતિના ખાતામાં 48માંથી માત્ર 17 બેઠક આવી હતી. જ્યારે મહાવિકાસ અઘાડીએ 48માંથી
30 બેઠક જીતી લીધી હતી. તે સમયે મહાવિકાસ અઘાડીએ 151 વિધાનસભા બેઠક પર સરસાઈ મેળવી હતી.
read more :
સંભલ હિંસા: 800 આરોપીઓ પર કેસ, ડ્રોનની મદદથી તસવીરો મળી
શિવસેનાના સાંસદ નરેશ મ્હાસ્કેએ કહ્યું કે, ભાજપે એકનાથ શિંદેને મુખ્યમંત્રી બનાવીને સંજય રાઉત જેવા
લોકોને જવાબ આપવો જોઈએ. સંજય રાઉતે કહ્યું કે, ભાજપ સહયોગી પાર્ટીઓનો ઉપયોગ કરે છે અને પછી
તેમને ફેંકી દે છે. એકનાથ શિંદેને મુખ્યમંત્રી બનાવીને ભાજપે આવા પ્રોપોગેન્ડાનો જવાબ આપવો જોઈએ.
બિહારમાં એનડીએએ નીતિશ કુમારની લીડરશીપમાં ચૂંટણી લડી, જેમાં નીતિશ કુમારને ઓછી બેઠક મળી
હોવા છતાં મુખ્યમંત્રી બનાવવામાં આવ્યાં. તો પછી આવું મહારાષ્ટ્રમાં કેમ ન થઈ શકે?
મહારાષ્ટ્રમાં ભાજપની આગેવાની હેઠળનું મહાયુતિ ગઠબંધન જંગી બહુમતી સાથે સત્તામાં પરત ફર્યુ છે..
ભાજપ, એકનાથ શિંદેની શિવસેના અને અજિત પવારની એનસીપીએ સાથે મળીને કોંગ્રેસની આગેવાની
હેઠળની મહા વિકાસ અઘાડીનો સફાયો કર્યો છે. આવી સ્થિતિમાં, સવાલ એ ઊભો થાય છે કે પાંચ
મહિનામાં મહારાષ્ટ્રમાં એવું શું બદલાઈ ગયું કે 2024માં લોકસભામાં વધુ સારું પ્રદર્શન કરનાર મહા
વિકાસ અઘાડી સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ અને મહાયુતિએ ન માત્ર જોરદાર વાપસી કરી પરંતુ સત્તામાં
પણ આવી. બે તૃતીયાંશ બહુમતી પુનરાગમન કરતી હોય તેવું લાગે છે.
લોકસભાની ચૂંટણીમાં ખરાબ પ્રદર્શન છતાં મહાયુતિના નેતાઓ હિંમત હાર્યા નહીં. અને વિધાનસભાની
ચૂંટણીમાં તમામ તાકાત સાથે ચૂંટણી પ્રચાર કર્યો. લોકોની વચ્ચે જઈને પોતાની સરકારની કામગીરી અને
ચૂંટણી મુદ્દાઓને સમજાવવાનો પ્રયાસ કર્યો. ત્યારે કયા ફેક્ટર્સ રહ્યા? જેણે મહાયુતિને બમ્પર જીત અપાવી.
ફડવીને મુખ્યમંત્રી બનાવવાની માંગ
આ દરમિયાન ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુલેનું કહેવું છે કે, ભાજપના કાર્યકર્તા અને સમર્થક
ઈચ્છે છે કે, દેવેન્દ્ર ફડણવીસને મુખ્યમંત્રી બનાવવામાં આવે. ત્રણેય પાર્ટીના કાર્યકર્તા ઈચ્છે છે કે, પોતાના
નેતાને મુખ્યમંત્રી બનાવવામાં આવે. પરંતુ, તેના પર નિર્ણય તો નેતૃત્વને જ લેવાનો છે.
નોંધનીય છે કે, મહારાષ્ટ્રમાં આજે ભાજપની ધારાસભ્ય દળની બેઠક થવાની છે અને મહાયુતિની પણ બેઠક
થવાની છે. મહારાષ્ટ્ર વિધાનસભાના હાલનો કાર્યકાળ 26 નવેમ્બરે સમાપ્ત થવા જઈ રહ્યો છે. તેથી, જલ્દી નિર્ણય લેવાઈ જશે તેવી આશા છે.
read more :
C2C Advanced Systems IPO Day 2 : સબ્સ્ક્રિપ્શન સ્થિતિ અને GMP ચેક કરો