ચોંકાવનારી માહિતી
કૉમેડી કિંગ તરીકે જાણીતા કપિલ શર્મા ને બુધવારે જાનથી મારી નાખવાની ધમકી મળી છે.
જોકે માત્ર કપિલને જ નહીં બોલિવૂડના અન્ય ત્રણ જાણીતા ચહેરાને પણ ધમકીનો મેઈલ મળ્યાનું પ્રકાશમાં આવ્યું છે.
કપિલ શર્મા સહિત રાજપાલ યાદવ, રેમો ડિસોઝા અને સુગંધા મિશ્રાને પણ આવો મેઈલ મળ્યો છે.
મુંબઈ પોલીસે આ અંતર્ગત કેસ નોંધ્યો છે અને તપાસ પણ હાથ ધરી છે.
કપિલ શર્મા ઉપરાંત તેના પરિવારજનો, સંબંધીઓ અને પડોશીઓને પણ જાનથી મારી નાખવાની ધમકી મળી છે.
પોલીસના જણાવ્યા મુજબ રાજપાલ યાદવ અને સુગંધા મિશ્રા, રેમો ડિસોઝાએ આ અંગે ફરિયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ તમામ કલાકારોને મેઈલ થકી આ ધમકી મળી છે અને મેઈલના અંતમાં બિશ્નોઈનું નામ લખવામાં આવ્યું છે.
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ મેઈલ પાકિસ્તાનથી આવ્યો હતો. પોલીસે ધમકીના સૂત્રધારો સુધી પહોંચવાની તપાસ શરૂ કરી છે.
ચોંકાવનારી માહિતી
ઈમેલમાં શુ લખ્યું હતું
પાકિસ્તાનથી મળેલા આ ઈમેલમાં કપિલ શર્મા , રાજપાલ યાદવ, રેમો ડિસૂઝા અને સુગંધા મિશ્રાની ગતિવિધિઓ પર નજર રાખવાનો દાવો
કરવામાં આવ્યો છે.
મેઇલમાં લખ્યું છે કે, અમે તમારી હાલની તમામ ક્રિયાઓ પર નજર રાખી રહ્યા છીએ.
અમારું માનવું છે કે અમે તમારા ધ્યાનમાં એક સંવેદનશીલ બાબત લાવીએ.
આ કોઈ પબ્લિક સ્ટંટ નથી કે તમને હેરાન કરવાનો પ્રયાસ નથી.
અમે તમને વિનંતી કરીએ છીએ કે આ સંદેશને ખૂબ ગંભીરતાથી લો અને ગુપ્તતા રાખો.
અગાઉ પણ લોરેન્સ બિશ્નોઈ ગેંગના નામે ધમકીઓ મળેલ છે
અગાઉ પણ લોરેન્સ ગેંગના નામે કલાકારો અને રાજકારણીઓને અનેક ધમકીઓ મળી છે.
આવી અનેક ઘટનાઓ અગાઉ પણ પ્રકાશમાં આવી છે.
થોડા દિવસો પહેલા બિહારના એક મંત્રીને પણ આવી ધમકી આપવામાં આવી હતી.
બિહારના મંત્રીએ આ ઘટના અંગે પોલીસને જાણ કરી હતી અને ફરિયાદ પણ નોંધાવી હતી.
રાજકરાણી બાબા સિદ્દીકીના હત્યામાં પણ બિશ્નોઈ ગેંગનો હાથ હોવાનું માનવામાં આવે છે.
અને અભિનેતા સલમાન ખાનને તેમનાથી જીવનું જોખમ હોવાના અહેવાલો પણ છે.
જોકે ખરેખર આ ધમકીઓ ક્યાંથી આવી છે તે પોલીસ તપાસમાં જ બહાર આવશે.
મેઇલરે 8 કલાકની અંદર જવાબ માંગ્યો છે.
મેલમાં વધુમાં લખ્યું છે કે, જો મેઇલ કરનારની માંગણીઓ પર ધ્યાન આપવામાં નહીં આવે તો રાજપાલ યાદવ, સુગંધા મિશ્રા અને રેમો
ડિસૂઝાને ખતરનાક પરિણામોનો સામનો કરવો પડશે.
મેઇલરે સ્ટાર્સ પાસેથી 8 કલાકની અંદર જવાબ પણ માંગ્યો છે.
મેઇલમાં લખ્યું છે આવું ન કરવા પર ખતરનાક પરિણામો આવી શકે છે જે તમારી પ્રોફેશનલ અને પર્સનલ લાઈફ અસર કરી શકે છે.
અમને આગામી 8 કલાકમાં તમારા તરફથી તાત્કાલિક રિસ્પોન્સની અપેક્ષા છે.
જો અમને જવાબ નહીં મળે, તો અમે માની લઈશું કે તમે આ બાબતને ગંભીરતાથી લઈ રહ્યા નથી અને જરૂરી પગલાં લઈશું.
READ MORE :
ભારતના GDPને વેગ આપવા જનરેટિવ AIની ક્ષમતા: 438 અબજ ડોલર સુધીનો ઉમેરો થવાની સંભાવના
અદિતિ અને સિદ્ધાર્થ : રીતે બને ના બીજા લગન મા સાચા પ્રેમની નવી શુરૂઆત!