Silver Rate in Ahmedabad : અમદાવાદમાં ચાંદીએ ત્રણ દિવસમાં રૂ.7500નો વિક્રમજનક ઉછાળો નોંધાવ્યો

24 02

Silver Rate in Ahmedabad 

અમદાવાદ તથા મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીના ભાવમાં રેકોર્ડ તજી આગળ વધી હતી.

ચાંદીમાં  વિશેષ તેજી આવી હતી. જ્યારે સોનામાં તેજીની ગતિ ધીમી પડી હતી.

અમદાવાદ ઝવેરી બજારમાં આજે ચાંદીના ભાવ કિલોના વધુ રૂ.૩૦૦૦ ઉછળી રૂ.૧ લાખની સપાટીને આંબી ગયા હતા.

અમદાવાદ બજારમાં ચાંદીના ભાવ ૩ દિવસમાં ૭૫૦૦ ઉછળ્યાના નિર્દેશો હતા.

સોનાના ભાવ આજે ૧૦ ગ્રામના વધુ રૂ.૧૦૦ વધી ૯૯.૫૦ના રૂ.૮૦૬૦૦ તથા ૯૯.૯૦ના રૂ.૮૦૮૦૦ બોલાયા હતા.

વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંશના ૨૭૩૭થી ૨૭૩૮ વાળા આજે નીચામાં ૨૭૧૮ તથા ઉંચામાં ૨૭૪૦ થઈ ૨૭૩૬ થી ૨૭૩૭ ડોલર રહ્યાના

સમાચાર મળ્યા હતા.

વિશ્વ બજારમાં ચાંદીના ભાવ ઔંશના ૩૪.૧૧થી ૩૪.૧૨ વાળા નીચામાં ૩૩.૭૭ થયા પછી ફરી વધી ઉંચામાં

૩૪.૫૨ થઈ ૩૪.૪૪થી ૩૪.૪૫ ડોલર રહ્યા હતા. વિશ્વ બજાર પાછળ ઘરઆંગણે ઈમ્પોર્ટ કોસ્ટ વધી જતાં

દેશના ઝવેરી બજારોમાં આજે ખાસ કરીને ચાંદીમાં તેજીનું તોફાન આગળ વધ્યું હતું.

 

 

 

 

Read More : અમરેલીમાં કરુણાંતિકા : સિંહણે બાળકને જડબામાં પકડીને કર્યો શિકાર, ત્રણ કલાક પછી મળ્યા ફક્ત અવશેષો

Silver Rate in Ahmedabad 

મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ

ચીને રેટકટ કરતાં વિશ્વ બજારમાં ચાંદી તથા કોપરના ભાવ પર વિશેષ અસર દેખાઈ હતી.

દરમિયાન, મુંબઈ બુલીયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર ૯૯.૫૦ના રૂ.૭૭૯૦૧ વાળા રૂ.૭૭૯૩૮

જ્યારે ૯૯.૫૦ના ભાવ રૂ.૭૮૨૧૪ વાળા રૂ.૭૮૨૫૧ રહ્યા હતા. મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૯૭૨૫૪ વાળા રૂ.૯૮૩૭૨ રહ્યા હતા.

મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા.ત દરમિયાન, મુંબઈ બજારમાં

આ પૂર્વે જ્યારે સોનાના ભાવ વધી જતાં ત્યારે બજારમાં સોનું વેંચવા આવનાર વર્ગનો ઘસારો જોવા મળતો પરંતુ આ વખતે

સોનામાં રેકોર્ડ તેજી છતાં ભાવ હજી વધુ ઉંચા જશે અવી આશાએ બજારમાં સોનું વેંચવા આવનાર વર્ગ હજી ગેરહાજર રહ્યાની ચર્ચા બજારમાં સંભળાઈ રહી હતી.

દરમિયાન, વિશ્વ બજારમાં આજે કોપરના ભાવ ૦.૮૯ ટકા વધ્યા હતા જ્યારે પ્લેટીનમના

ભાવ ઔંશના ૧૦૨૫થી ૧૦૨૬ વાળા ૧૦૦૫ થયા પછી ૧૦૨૪ થઈ ૧૦૧૬થી ૧૦૧૭ ડોલર રહ્યા હતા.

પેલેડીયમના ભાવ ૧૦૮૦થી ૧૦૮૧ વાળા ૧૦૫૬ થયા પછી ૧૦૮૦ થઈ ૧૦૭૮તી ૧૦૭૯ ડોલર રહ્યા હતા.

વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવમાં પણ તેજી જોવા મળી હતી. બ્રેન્ટ ક્રૂડના ભાવ ૭૪.૧૫ વાળા ઉંચામાં ૭૫.૧૫ થઈ ૭૪.૮૮ ડોલર રહ્યા હતા.

જ્યારે યુએસ ક્રૂડના ભાવ ૭૦.૪૦ વાળા વધી ૭૧.૩૦સ થઈ ૭૧.૨૬ ડોલર રહ્યાના સમાચાર હતા.

 

Read More : Godavari Biorefineries : ગોદાવરી બાયોરિફાઇનરીઝનો IPO આજે ખુલશે: અરજી કરતાં પહેલાં જાણો મહત્વપૂર્ણ વિગતો, GMP અને બ્રોકરેજની સલાહ

 
 
Share This Article