સરકાર દ્વારા વિશેષ વ્યવસ્થા
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભ મેળામાં શ્રદ્ધાળુઓની ભારે ભીડ ઉમટી પડી છે.
આવતીકાલે 29 જાન્યુઆરીના રોજ અમાસના દિવસે ત્રીજા શાહી સ્નાનમાં આશરે 10 કરોડ તીર્થયાત્રીઓ જોડાય તેવો અંદાજ છે.
મૌની અમાસના શાહી સ્નાનમાં ભાગ લેવા માટે આવનારા શ્રદ્ધાળુઓ માટે પ્રયાગરાજના રેલવે સ્ટેશનો પર સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવશે.
આ દરમિયાન શ્રદ્ધાળુઓની સંખ્યા વધવાના અંદાજ સાથે ભારતીય રેલવેએ પ્રયાગરાજ સ્ટેશન પર દર ચાર મિનિટે એક સ્પેશિયલ ટ્રેન
દોડાવવાની તૈયારી કરી છે. મૌની અમાસ એ આવતીકાલે બુધવારે છે. એક જ દિવસમાં 150 જેટલી સ્પેશિયલ ટ્રેન મુકાશે.
13 જાન્યુઆરીથી શરૂ થયેલા મહાકુંભમાં અત્યારસુધી 15 કરોડ લોકોએ આસ્થાની ડૂબકી લગાવી છે.
પ્રથમ દિવસે જ 1.65 કરોડ શ્રદ્ધાળુ ઉમટી પડયા હતા.
READ MORE :
કપડા મોંઘા થવાની સંભાવના: GSTમાં વધારો, કાપડ ઉદ્યોગ પર અસર
1 માર્ચથી મહત્વના નિયમોમાં ફેરફાર થશે , આ નિયમો થી તમારા ખિસ્સા પર ભારે અસર થઈ શકશે
સરકાર દ્વારા વિશેષ વ્યવસ્થા
ભારતીય રેલવેએ પ્રયાગરાજ મહાકુંભ આવતાં યાત્રાળુઓની સુવિધા માટે ખાસ વ્યવસ્થા કરી છે.
અગાઉ વર્ષ 2019 માં અર્ધકુંભ દરમિયાન મૌની અમાસ પર 85 ટ્રેન દોડાવવામાં આવી હતી.
26 ફેબ્રુઆરી સુધી ચાલનારા આ મહાકુંભમાં 45 કરોડથી વધુ શ્રદ્ધાળુ આવવાનો અંદાજ છે.
આવતીકાલે પણ 10 કરોડ લોકો શાહી સ્નાનમાં જોડાય તેવી સંભાવના છે.
મૌની અમાસ નિમિત્તે અંદાજ 400થી વધુ સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવી છે.
જેમાં શાહી સ્નાનના દિવસે 150 સ્ટ્રેપેશિયલ ટ્રેન મૂકાશે.
ચાર રિંગ રેલ સર્વિસિઝ સાથે રોજની 200 ટ્રેન પણ ઓપરેટ થશે.
વધુમાં શ્રદ્ધાળુઓ માટે પ્રયાગરાજ જંક્શનથી અયોધ્યા શટલ પણ સંચાલિત છે.
પ્રયાગરાજ રામબાગ અને ઝુસી સ્ટેશનો પર 80 યુટીએસ કાઉન્ટર અને 20 ઓટોમેટિક ટિકિટ વેન્ડિંગ મશીન લગાવવામાં આવ્યા છે.
તદુપરાંત ભીડને નિયંત્રિત કરવા માટે 30 મોબાઈલ યુટીએસ કાઉન્ટર પણ મૂકવામાં આવ્યા છે.
READ MORE :
Google ની નવી ફીચર: નકલી ફોટાની ઓળખ કરવી સરળ બની ગઈ છે
મહાકુંભમાં ભયાનક આગ : રેલવે બ્રિજ નીચે આગ લાગી , ગેસ બાટલાના વિસ્ફોટની સંભાવના
Indian Railway : રેલ મુસાફરો માટે મોટા સમાચાર! ભારતીય રેલ્વે ૧ જાન્યુઆરીથી નવું સમયપત્રક લાગુ કરશે