કોચિંગ સેંટરોમાં સ્ટેટ GSTના દરોડા: 36 સ્થળોએ લાખોના કરચોરીના પુરાવા મળી આવ્યા

કોચિંગ સેંટરોમાં

જીએસટી દ્વારા રાજ્યભરના 11 કોચિંગ સેંટરોના 36 સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા હતા.

જેમાં અમદાવાદ, ભરૂચ, ગાંધીનગર, ગોધરા, જૂનાગઢ, રાજકોટ, મહેસાણા, પાલનપુર, સુરેન્દ્રનગર, સુરત, વડોદરા અને વલસાડ સહિત 36

સ્થળોએ આવેલી 11 કોચિંગ ઇન્સ્ટીટ્યુટ સામે સર્ચ અને જપ્તીની કામગીરી કરવામાં આવી હતી. 

જે કોચિંગ ક્લાસીસ પર શંકાના આધારે દરોડા પાડવામાં આવ્યા છે ત્યાં કમ્પ્યૂટર અને હાર્ડ ડિસ્ક જપ્ત કરવામાં આવ્યા છે.

તંત્ર દ્વારા અમદાવાદ, ભરૂચ, ગાંધીનગર અને રાજકોટ સહિતનાશહેરોમાં દરોડા પાડવામાં આવ્યા હતા.

જેની પ્રાથમિક તપાસમાં 7.41 કરોડની કરચોરી થવાની શક્યતાઓ જણાઇ હતી.

જે આંકડો 11 કરોડની પાર થઇ શકે છે.

આ તપાસમાં વેરાનું ખોટું વર્ગીકરણ, વેરાશાખનો ખોટો દાવો સહિતની બાબતો સામે આવી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

 

કોચિંગ સેંટરોમાં

READ  MORE  :

આજથી નાણાંકીય વ્યવહારોમાં નવા ફેરફારો અમલમાં આવી રહ્યા છે, નિયમ બદલાવથી સૌને ફાયદો થશે!

કોચિંગ ક્લાસમાં રેડ કરવાની છે તેવી વિગતો ટેક્સ ઈન્સ્પેક્ટરને આપવામાં આવી હતી અને તેમના સ્ટાફમાં આ વાત મુકાઈ હતી.

જેથી કોચિંગ ક્લાસમાંથી તાલીમ લઈને નોકરી મેળવનારા પૂર્વ વિદ્યાર્થીએ પોતાના કોચિંગ ક્લાસના શિક્ષકને જાણ કરી દેતા જે તે કોચિંગ

ક્લાસ સાબદા થઈ ગયા હોવાથી ઘણો બધો ડેટા ડિલીટ થઈ ગયાની ઘટના બની છે.

જેને લઈને જીએસટીના ઉચ્ચ અધિકારીઓ હવે દરોડામાં સામેલ તમામની ઝીણવટભરી ચકાસણી કરી દરોડાનું પેપર ફોડનારની શોધ કરી રહ્યા છે.

જીએસટી વિભાગને મળેલી ફરિયાદોના આધારે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ ફરિયાદોમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે, કોચિંગ ક્લાસના સંચાલકો વિદ્યાર્થીઓની સંખ્યા છુપાવીને કરચોરી કરી રહ્યા છે.

કોચિંગ ક્લાસ પર 18% GST લાગુ હોય છે, પરંતુ ઘણા સંચાલકો ઓછા વિદ્યાર્થીઓ હોવાનું દર્શાવીને ઓછું GST જમા કરાવતા હતા.

રાજકોટમાં આઈસીઈ અને આકાશવાણી ચોકમાં ચિરાગભાઈના ક્લાસ સહિત અનેક કોચિંગ સંસ્થાઓ પર દરોડા પાડવામાં આવ્યા છે.

અન્ય શહેરોમાં પણ આવી જ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

જીએસટી વિભાગ દ્વારા આ તમામ કોચિંગ ક્લાસની તપાસ કરવામાં આવી રહી છે અને કરચોરી અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

 

READ  MORE  :

 

“PMJAYમાં કાર્ડની અપ્રુવલ માટે નવી એજન્સી નિમણૂક: ગેરરીતિના મામલાની તપાસ શરૂ”

ટેક્સપેયર્સને રાહત : IT રિટર્ન ફાઇલ કરવાની અંતિમ ડેડલાઇન લંબાવવામાં આવી છે. નવી તારીખ નોંધો

 

Share This Article