Junagadh News : રાજાશાહી વખતે જૂનાગઢ રાજ્યમાં ચોખ્ખા અને વેજીટેબલ ઘી પર કડક કાયદા

Junagadh News

આપણી એવી ટેવ રહી છે કે જ્યારે કશુંક અજુગતું બને ત્યારે તરત જ આપણે ભૂતકાળ તરફ નજર કરીએ છીએ.

કે ભૂતકાળમાં ક્યારેય આવું બન્યું હતું કે નહિ? ત્યારે સત્તાધીશોએ શું પગલાં લીધા હતા. આજે જ્યારે જગપ્રસિદ્ધ અને અતિ સમૃદ્ધ દેવસ્થાન

તિરુપતિ મંદિરના પ્રસાદના લાડુના ઘીમાં પ્રાણીની ચરબી વપરાઈ હોવાનો વિવાદ સામે આવ્યો છે .

ત્યારે દફતરોમાંથી જૂનાગઢ રાજ્યમાં વેજીટેબલ ઘી માટે કેવો કાયદો હતો તેની ચર્ચા કરવી છે.

Junagadh News

જૂનાગઢમાં વેજીટેબલ ઘીની આયાત પર પ્રતિબંધ

એક સમયે જૂનાગઢ શહેરમાં પણ ડબા ગલીમાં જાવ તો ત્યાં કોઈક દુકાને એવું બોર્ડ જોવા મળતું કે જો

કોઈ તેમના ચોખ્ખા ઘીમાં ભેળસેળ સાબિત કરશે તો તેને રૂપિયા 5000નું ઈનામ આપવામાં આવશે.

અને આ રીતે ઘી ચોખ્ખુ જ છે
તેનો ભરોસો લોકોને મળતો.

જૂનાગઢ રાજ્યે 10 ઓગસ્ટ 1925ના રોજ વેજીટેબલ ઘીની આયાત પર પ્રતિબંધ મૂકેલો અને પછીથી નવો ધારો ઘડવામાં આવ્યો હતો.

જૂનાગઢ રાજ્યમાં 1946માં સૌરાષ્ટ્ર વેજીટેબલ ઘી એન્ડ કન્ફેક્શનરીનો ધારો લાગુ પાડવામાં આવેલો.

આ ધારાનો હેતુ વેજીટેબલ ઘી અને તેમાંથી બનતી મીઠાઈની આયાત અને વેચાણ કરવા તથા ભેળસેળવાળા ઘીનું વેચાણ અટકાવવાનો હતો.

આ કાયદો 1 જુલાઈ 1946થી લાગુ પડાયો હતો. આ કાયદાએ શુદ્ધ ઘી અને વેજીટેબલ ઘીની વ્યાખ્યા બાંધી આપી હતી.

ઘીમાં ભેળસેળ જણાય તો તેને સજા પણ થવી જોઈએ

અત્યારે આપણે ત્યાં ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓ ક્યારેક જ ઘીના વેપારીની દુકાનેથી ઘીનો નમૂનો લઈ લેબોરેટરીમાં પૃથક્કરણ કરાવે છે,

ખરેખર તે નિયમિત રીતે થવું જોઈએ અને ઘીમાં ભેળસેળ જણાય તો તેને સજા પણ થવી જોઈએ
તો જ ભેળસેળ કરનારને ડર લાગે પરંતુ અત્યારે આવું થતું નથી.

રાજાશાહીના સમયમાં જો કોઈ વેપારી ઘીનો નમૂનો ચેકિંગ કરવવાની ના પાડે તો પ્રથમ ગુના માટે રૂ. 200 સુધીનો દંડ અને

પછીના દરેક ગુના માટે ત્રણ મનીના સુધીની સાદી કેદ અથવા રૂ. 1000 સુધીના દંડની અથવા બંને શિક્ષાની જોગવાઈ હતી.

આ પ્રકારના ઘી કે મીઠાઈને જૂનાગઢ રાજ્યના કેમિકલ એનલાઈઝર પાસે મોકલવામાં આવતા કેમિકલ એનલાઈઝર તેનું પૃથક્કરણ કરી રિપોર્ટ અદાલતને આપતું.

આ પૃથક્કરણનો ખર્ચ અદાલતના ફરમાવ્યા મુજબ ફરિયાદીએ અથવા તહોમતદારે આપવો પડતો હતો.

વધુ વાંચો – tv1 Gujarati

Share This Article