સુપ્રીમ કોર્ટે આપ્યો મોટો ચુકાદો
આજની ભાગદોડવાળી જીંદગીમા સિંગલ પરિવારોની સંખ્યા વધી ગયી છે.
કદાચ એટલે જ માતાપિતા અને બાળકોના સંબંધો સામે એક મોટો પડકાર ઊભો થયો છે.
જયા એક સમય હતો જયા વૃદ્ધ માતા પિતા ઘરનો પાયો ગણાતા હતા.
ત્યાં હવે અનેકવાર પોતાના જ બાળકો સામે સન્માન અને દેખભાળની લડાઈ લડવી પડે છે.
આવામાં જ્યારે વડીલો પોતાના જ ઘરમાં અપમાન ઉપેક્ષા કે માનસિક પીડા વેઠે તો સવાલ ઉઠે.
કે શું તેઓ પોતાના બાળકોને ઘરમાંથી કાઢી મૂકી શકે.
આ સવાલ પર સુપ્રીમ કોર્ટે એક મોટો ચુકાદો આપ્યો.
સુપ્રીમ કોર્ટે શુ કહ્યુ ?
વરિષ્ઠ નાગરિકોની દેખભાળ અને ભરણ પોષણ ને લગતો એક મહત્વનો કેસ સુપ્રીમ કોર્ટ મા આવ્યો કે શુ વૃદ્ધ માતા પિતા પોતાના બાળકોને
ધરમાંથી બેદખલ કરી શકે ખરા.
શુક્રવારે સુપ્રીમ કોર્ટે એક વૃદ્ધ દંપત્તિની અરજી ફગાવી દીધી જેમાં તેમણે પોતાના પુત્રને ઘરમાંથી કાઢી મૂકવાની માંગણી કરી હતી.
આ અરજીમાં તેમણે Maintenance and Welfare of Parents and Senior Citizens Act, 2007 વરિષ્ઠ નાગરિક અધિનિયમનો હવાલો
આપ્યો હતો.
આ કાયદો વૃદ્ધોને ભરણ પોષણ મેળવવાનો અધિકાર આપે છે પરંતુ તેમાં બેદખલ કરવાનો અધિકાર અપાયો નથી.
શરતો પૂરી ન થાય તો બેદખલ શકય છે.
સુપ્રીમ કોર્ટે પહેલાના ચુકાદામા કિલયર કર્યુ છે કે વડીલો પોતાની સંપતિ કોઈ શરત સાથે બાળકોને આપે છે.
તો તેઓ તે શરતો પૂરી કરે નહી તો બેદખલ કરવા શકય છે.
કાયદાની કલમ 23 મુજબ જો કોઈ વડીલે પોતાની સંપતિ કોઈ શરત પર કોઈને આપી હોય કે તેઓ તેમની દેખભાળ કરશે.
પરંતુ કોઈ વ્યકિત ન કરે તો આ પ્રોપર્ટી અમાન્ય ગણી શકાય છે.
આવા કેસોમાં વડીલો ટ્રિબ્યુનલમાં અપીલ કરી શકે છે અને સંપત્તિ પાછી લેવાની માંગણી કરી શકે છે.
કોર્ટે બીજુ શુ કહ્યુ ?
સુપ્રીમ કોર્ટે 2020માં એક ચુકાદામાં કહ્યું હતું કે જો વરિષ્ઠ નાગરિકોની દેખભાળ ન થતી હોય.
અને તેઓ હેરાનગતિનો ભોગ બનતા હોય તો Senior Citizens Act હેઠળ બનાવવામાં આવેલ ટ્રિબ્યુનલ બાળકો કે સંબંધીઓને ઘરમાંથી
કાઢી મૂકવાનો આદેશ આપી શકે છે.
કોર્ટે એમ પણ કહ્યું કે આ અધિકાર કાયદાની કલમ 23(2) માં અપાયેલો છે અને વડીલ સંપત્તિ દ્વારા ભરણ પોષણનો હક ધરાવે છે.
તથા જો તે સંપત્તિ કોઈને ટ્રાન્સફર કરી દે તો આ હક નવા માલિક ઉપર પણ લાગૂ થાય છે.
READ MORE :
કર્ણાટક હાઈકોર્ટનો મોટો નિર્ણય: Rapido, Uber, OLA બાઇક ટેક્સીઓની કામગીરી બંધ કરવાનો આદેશ આપ્યો
પુત્રને કાઢી મૂકવાની ના પાડી
હાલ આ મામલે સુપ્રીમ કોર્ટે પુત્રને બેદખલ કરવાની ના પાડી દીધી.
વડીલ દંપત્તિનો દાવો હતો કે તેમનો પુત્ર માનસિક અને શારીરિક રીતે હેરાનગતિ કરે છે.
2019માં ટ્રિબ્યુનલે આંશિક રાહત આપતા પુત્રને ઘરના કોઈ અન્ય ભાગમાં એન્ટ્રી ન કરવા.
અને ફક્ત પોતાની દુકાન અને રૂમ સુધી સિમિત રહેવાનો આદેશ આપ્યો હતો.
કોર્ટે કહ્યું કે જ્યાં સુધી પુત્રના વ્યવ્હારનું કોઈ નવું પ્રમાણ ન હોય ત્યાં સુધી બેદખલ કરવાનો આદેશ જરૂરી નથી.
એક્સપર્ટ્સનું માનવું છે કે આ ચુકાદાથી એ વાત ક્લિયર છે કે કોઈ પણ સ્થિતિમાં બેદખલ કરવાનો આદેશ આપી શકાય નહીં.
કોર્ટે કહ્યું કે ટ્રિબ્યુનલે તમામ પક્ષોના દાવાની તપાસ કરવી પડશે અને ફક્ત ત્યારે જ બેદખલ કરવાનો નિર્ણય લઈ શકાય છે.
જ્યારે વડીલોની સુરક્ષા અને દેખભાળ માટે તે જરૂરી હોય.
એટલે કે કાયદો વડીલોને સુરક્ષા આપે છે પરંતુ બેખલ કરવું ત્યારે શક્ય છે જ્યારે સ્થિતિ ગંભીર હોય અને ન્યાયસંગત રીતે તેનો આધાર હોય.
READ MORE :
RBI નો મહત્વપૂર્ણ નિર્ણય : ATM થી પૈસા ઉપાડવાના ચાર્જમાં વધારાની મંજુરી આપી