સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો
સોમનાથ મંદિરની આસપાસ ઉર્સની ઉજવણી મામલે મોટા સમાચાર સામે આવ્યા છે.
રાજ્ય સરકારે ગેરકાયદેસર બાંધકામ પર બુલડોઝર ચલાવ્યું હતું. ત્યારબાદ ધાર્મિક સરઘસને મંજૂરી આપવા માટે અરજદારે મદદ માગી હતી.
જો કે, રાજ્ય સરકાર એ આ અરજીનો સખત વિરોધ કર્યો હતો.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે, સોમનાથમાં માળખું જ અસ્તિત્વમાં નથી તો ધાર્મિક સરઘસ નહીં કાઢી શકાય.
ગુજરાતના ગીર સોમનાથ જિલ્લામાં પ્રસિદ્ધ સોમનાથ મંદિર પાસેના ગેરકાયદેસર દબાણો પર તંત્રએ બુલડોઝરની કાર્યવાહી કરી હતી.
તંત્ર દ્વારા તોડી પાડવામાં આવેલા અનધિકૃત બાંધકામો પર આગામી 1 થી 3 ફેબ્રુઆરી દરમિયાન ઉર્સની ઉજવણી માટે અરજદારે સુપ્રીમ
કોર્ટમાં અરજી હતી. જો કે, સુપ્રીમ કોર્ટે અરજી ફગાવી દીધી હતી.
સરકારની જગ્યા પર ધાર્મિક કાર્યક્રમો સહિતની પ્રવૃત્તિને મંજૂરી નથી
સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો
ઉર્સની ઉજવણીની અરજીને ફગાવામાં આવી હતી
સમગ્ર મામલે રાજ્ય સરકાર વતી મહેતાએ જણાવ્યું કે, અતિક્રમણ કરાયેલી જમીન પર હિન્દુ ધાર્મિક સમારોહ સહિતના કાર્યક્રમોને મંજૂરી
આપવામાં આવી ન હતી.
જ્યારે અરજદારના વકીલે કહ્યું કે, તંત્ર દ્વારા તોડી પાડવામાં આવેલી જગ્યા પર દરગાહ હતી, જ્યાં વર્ષોથી ઉર્સની ઉજવણીની પરંપરા ચાલી આવે છે.
સુપ્રીમ કોર્ટ એ કહ્યું કે, ચાલી રહેલા કેસની સુનાવણી પહેલા ઉર્સની ઉજવણી માટે કરવામાં આવેલી અરજીને સ્વીકારી શકાય નહી.
રાજ્યમાં ગીર સોમનાથ જિલ્લામાં 30 સપ્ટેમ્બર, 2024ના રોજ સોમનાથ મંદિરની આસપાસની કથિત ગેરકાયદેસરના બાંધકામ પરના
દબાણો તંત્ર દ્વારા દુર કરવામાં આવ્યા હતા.
આ પછી 1 ઓક્ટોબરે પટણી મુસ્લિમ સોસાયટીએ માંગરોળ શાહ, બાબા દરગાહ, ઈદગાહ, પ્રભાસ પાટણ, વેરાવળ, ગીર સોમનાથ સહિતના
સ્થળોએ બનાવેલા બાંધકામોને ગેરકાયદેસર રીતે તોડી પાડવામાં આવ્યો હોવા અંગે સુપ્રીમ કોર્ટમાં અવમાનના અરજી કરી હતી.
જેમાં જિલ્લા કલેક્ટર સહિતના અન્ય અધિકારીઓ પર અવમાનના હેઠળ કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી હતી.
READ MORE :
બેંકોના ભ્રષ્ટાચારમાં આઠ ગણો વધારો, RBI એ બેંકોને ચેતવણી આપી, કડક આદેશ જારી કર્યો