ભારત સરકાર દ્વારા સુરત પાલિકાને પાંચમાં નેશનલ વોટર એવોર્ડ 2023 ની જાહેરાત કરી છે.
આજે દિલ્હી ખાતે સુરતની પાણી માટેની પાણીદાર કામગીરીને ધ્યાને રાખીને રાષ્ટ્રપતિના હસ્તે એવોર્ડ આપવામાં આવ્યો હતો.
આ એવોર્ડ મ્યુનિ.કમિશનર, મેયર અને સ્થાયી અધ્યક્ષે એવોર્ડ સ્વીકાર્યો હતો.
ભારત સરકાર ભારત સરકારના મીનીસ્ટ્રી ઓફ જળશક્તિ, ડિપાર્ટમેન્ટ ઓફ વોટર રિસોર્સ, રીવર ડેવલપમેન્ટ
અને ગંગા રિજુવિનેશન દ્વારા પાણી માટેની કામગીરી માટે દર વર્ષે એવોડ જાહેર કરવામાં આવે છે.
એવોર્ડ પહેલા દેશના વિવિધ શહેરો દ્વારા એપ્લિકેશન કરવામાં આવી હતી. જે અંતર્ગત સુરત મહાનગરપાલિકાએ
બેસ્ટ અર્બન લોકલ બોડી કેટેગરીમાં ટર્શરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ (કન્ઝર્વેશન ઓફ નેચરલ રિસોર્સ એન્ડ મેકીંગ
સીસ્ટમ સેલ્ફ સસ્ટેનેબલ થ્રુ સેલ ઓફ ટ્રીટેડ વેસ્ટ વોટર) વિષયથી એપ્લીકેશન કરી હતી. હાલમાં સુરત
પાલિકા ટર્શરી ટ્રીટેડ વોટરથી 145 કરોડની આવક મેળવી રહી છે. અને ટર્શરી ટ્રીટ પાણી ઉદ્યોગોને પાણી આપીને મીઠા પાણીની બચત પણ કરી રહી છે.
read more :
India News: દાનાનો તોફાની ત્રાટક: શાળાઓ બંધ, સેના હાઇએલર્ટ પર, NDRF તૈનાત
સુરત પાલિકાએ પાણી માટે અનેકવિધ કામગીરી કરી છે. જેમાં ટર્શરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ થકી ઈન્ડસ્ટ્રીને પાણી આપી આવક ઉભી કરવી,
રિચાર્જ બોરવેલ તેમજ ટ્રી-પ્લાન્ટેશન જેવી કામગીરી ધ્યાને લેવામાં આવી હતી અને
પાલિકાની આ કામગીરી બદલ સુરતને પ્રથમ ક્રમ જાહેર કરવામાં આવ્યો હતો.
આ પહેલા સુરત મહાનગરપાલિકાને દેશભરના સૌથી સ્વચ્છ શહેરોમાં પ્રથમ ક્રમાંક મળ્યો હતો અને ત્યારબાદ
કેન્દ્રીય પર્યાવરણ વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય દ્વારા સ્વચ્છ વાયુ સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું.
131 શહેરોને પાછળ રાખીને સુરત શહેરે પહેલો નંબર મેળવ્યો હતો. 200 માંથી 194 ક્રમાંક મેળવીને સુરત શહેર પહેલો નંબર આવ્યો હતો.
હવે સુરત પાલિકા નેશનલ વોટર એવોર્ડમાં પણ અગ્રેસર રહ્યું છે. આજરોજ નવી દિલ્હી ખાતે આયોજિત કાર્યક્રમમાં
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે સુરતના મેયર દક્ષેશ માવાણી, સ્થાયી સમિતિ અધ્યક્ષ રાજન પટેલ
અને મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલને એવોર્ડ સ્વીકારવામાં આવ્યો હતો.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના
દ્રૌપદી મુર્મૂ (જન્મ ૨૦ જૂન ૧૯૫૮) એ એક ભારતીય રાજકારણી છે, જે ૨૫ જુલાઈ ૨૦૨૨થી
ભારતના ૧૫મા અને વર્તમાન રાષ્ટ્રપતિ તરીકે સેવા આપી રહ્યા છે. તેઓ ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના સભ્ય છે.
તેઓ અનુસૂચિત જનજાતિ (આદિવાસી) સમુદાયના પ્રથમ વ્યક્તિ છે જેમને ભારતના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટવામાં આવ્યા છે.
તેમણે અગાઉ ૨૦૧૫થી ૨૦૨૧ સુધી ઝારખંડના નવમા રાજ્યપાલ તરીકે સેવા આપી હતી. તેઓ ઓડિશા રાજ્યના છે.
તે પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ કરનાર ઝારખંડના પ્રથમ રાજ્યપાલ છે.
રાજકારણમાં પ્રવેશતા પહેલા, તેમણે ૧૯૭૯ થી ૧૯૮૩ સુધી રાજ્યના સિંચાઇ અને ઊર્જા વિભાગમાં ક્લાર્ક તરીકે કામ કર્યું હતું,
અને ત્યારબાદ ૧૯૯૭ સુધી રાયરંગપુરમાં શિક્ષક તરીકે કામ કર્યું હતું.
ઑડિશામાં ભારતીય જનતા પાર્ટી અને બીજુ જનતા દળની ગઠબંધન સરકાર દરમિયાન તેઓ
૬ માર્ચ ૨૦૦૦થી ૬ ઓગસ્ટ ૨૦૦૨ સુધી વાણિજ્ય અને વાહનવ્યવહાર અને ૬ ઓગસ્ટ ૨૦૦૨થી ૧૬ મે
૨૦૦૪ સુધી મત્સ્યોદ્યોગ અને પશુ સંસાધન વિકાસ માટે સ્વતંત્ર હવાલા સાથે રાજ્ય મંત્રી હતા.
તેઓ ઑડિશાના ભૂતપૂર્વ પ્રધાન અને વર્ષ ૨૦૦૦ અને ૨૦૦૪માં રાયરંગપુર વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય હતા.
૨૦૦૭માં ઓડિશા વિધાનસભા દ્વારા શ્રેષ્ઠ ધારાસભ્ય માટે નીલકંઠ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો
read more :
Bigg Boss 18 : સલમાન ખાને બિગ બોસ 18 હોસ્ટ કરતી વખતે તેણે અંગત તણાવ વ્યક્ત કર્યો હતો