સુરતની અનોખી કારીગરી : ટ્રમ્પની પ્રતિકૃતિ લેબગ્રોન ડાયમંડમાં , વેપારીએ 4.30 કેરેટ ની પ્રતિકૃતિ ટ્રમ્પને ભેટમાં આપશે

સુરતની અનોખી કારીગરી

સુરતના પાંચ રત્નકલાકારે 4.30 કેરેટના ડાયમંડમાંથી અમેરિકાના નવા ચૂંટાયેલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની પ્રતિકૃતિ તૈયાર કરી છે.

જે ટ્રમ્પને ભેટમાં આપવામાં આવશે.

આ ડાયમંડ તૈયાર કરવા માટે રત્નકલાકારોને 60 દિવસ સમય લાગ્યો હતો.

આ ડાયમંડ ડોનાલ્ડ ટ્રમ્પને ભેટમાં આપવા ઉદ્યોગપતિએ તૈયારી બતાવી છે.

ડાયમંડ તૈયાર કરાવનાર ઉદ્યોગપતિ સ્મિત પટેલે કહ્યું કે, સુરત હંમેશા કંઈક નવું કરવા માટે જાણીતું છે.

આ ડાયમંડ અમારા સુરતના કારીગરો દ્વારા ખાસ ડોનાલ્ડ ટ્રમ્પ માટે બનાવવામાં આવ્યો છે.

તેમની પ્રતિકૃતિવાળો લેબગ્રોન ડાયમંડ બનાવવામાં આવ્યો છે.

ડોનાલ્ડ ટ્રમ્પની લેબગ્રોન ડાયમંડની પ્રતિકૃતિ સુરત ના કારીગરો દ્વારા તૈયાર કરવામાં આવી છે.

કુદરતી હીરા સામાન્ય રીતે ખાણમાંથી મળી આવે છે, બાદમાં તેને કટિંગ કરી પોલિશ કરવામાં આવે છે.

તેનાથી ઊલટું લેબગ્રોન ડાયમંડને લેબમાં તૈયાર કરાય છે. હીરાને ઊંચા દબાણ હેઠળ તૈયાર કરી કટિંગ અને પોલિશિંગ થાય છે.

 

ટ્રમ્પના શપથગ્રહણ સમારોહમાં દુનિયાભરની નામાંકિત વ્યક્તિઓ સામેલ થશે.

જેમાં ભારત તરફથી વિદેશમંત્રી એસ. જયશંકરથી લઈને રિલાયન્સ ગ્રુપના ચેરમેન મુકેશ અંબાણી અને તેમના પત્ની નીતા અંબાણી પણ સામેલ થશે.

આ ઉપરાંત ચીન તરફથી ઉપરાષ્ટ્રપતિ હાન ઝેંગ ભાગ લેશે.

ટ્રમ્પ અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે શુક્રવારે થયેલી વાતચીત બાદ શપથ ગ્રહણ સમારોહમાં હાનના સામેલ થવાના સમાચાર સામે આવ્યા.

આ ઉપરાંત ઈટલીના પ્રધાનમંત્રી જ્યોર્જિયા મેલોની, આર્જેન્ટીનાના રાષ્ટ્રપતિ જેવિયર મિલેઈ, હંગરીના પ્રધાનમંત્રી વિક્ટર ઓર્બાન,

પોલેન્ડના પૂર્વ પ્રધાનમંત્રી માટેઉઝ મોરાવિક અને બ્રિટનના દક્ષિણપંથી પાર્ટી રિફોર્મ પાર્ટીના નેતા નાઈઝલ ફરાઝ સામેલ થશે.

આ ઉપરાંત અમેરિકાના પૂર્વવર્તી રાષ્ટ્રપતિ જો બાઈડેનથી લઈને બરાક ઓબામા, જ્યોર્જ ડબલ્યુ બુશ પણ સામેલ થશે.

 

સુરતની અનોખી કારીગરી

READ MORE :

Surat : હજીરાના AMNS પ્લાન્ટ ના કારણે 4 લોકોના મૃત્યુ થતા, પ્લાન્ટ ને બંધ કરાયો , જાણો પ્લાન્ટ કેટલો સમય બંધ રહેશે?

પીએમ મોદીએ આજ કંપનીનો ડાયમંડ ગ્રીન ડાયમંડ એ  રાષ્ટ્રપતિ જો બિડેનના પત્ની જીલ બિડેનને ભેટમાં આપ્યો હતો.

આ લેબગ્રોન ડાયમંડ સાચા હીરાના જેવો જ ચમકતો અને ગુણવત્તા ધરાવતો હોય છે.

હીરાના ઉત્પાદકે જણાવ્યું કે, હીરાના કાચા માલને તૈયાર કરવામાં 40 દિવસ થયા હતા.

બાકીના દિવસોમાં હાઈ પ્રેશરમાં ડાયમંડ તૈયાર કરવામાં આવ્યો હતો.

હીરાના વેપારીને તેની કિંમત પૂછવામાં આવી તો જવાબ આપવા તૈયાર નથી.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ  ને સુરતથી મોકલાશે ખાસ ભેટ, સુરતની ગ્રીન લેબ ડાયમંડ કંપનીએ અનોખો હીરો બનાવ્યો છે.

આ લેબ ગ્રોન ડાયમંડ એ  4.5 કેરેટનો હીરો છે.

READ  MORE  :

કોલ્ડપ્લે કોન્સર્ટ માટે અમદાવાદમાં ટેક્નોલોજી આધારિત પાર્કિંગ વ્યવસ્થાનું આયોજન

Surat : સુરતની 6 વર્ષની મીરાને 12 ટેકનિકથી પેઇન્ટિંગના માટે ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડઝમાં નોંધ

વડાપ્રધાન મોદી 71,000 યુવાનોને નોકરીની ભેટ આપશે, રોજગાર મેળામાં નીમણૂકપત્રનું વિતરણ !

 

Share This Article