Surendranagar ખાણ ખનીજ વિભાગ દ્વારા રેડ પાડવામાં આવી હતી.
જોકે આ વખત વધુ એક વાર ભૂમાફિયાઓની દાદાગીરી સામે આવી હતી.
જેમાં તેઓ પકડાયેલા ટ્રેકટરને લઇ ફરાર થઇ ગયા હતા.
સુરેન્દ્રનગરના થાનગઢમાં છેલ્લા 1 મહિનાથી ખનીજ ચોરીની ફરિયાદ ઉઠી રહી હતી.
જેને પગલે બાતમીને આધારે ખાણ ખનીજ વિભાગે થાનગઢના વેલાડા ગામે રેડ પાડી હતી.
જો કે ખનીજ માફીયાઓને જાણે તંત્રનો કોઇ ડર જ નથી.
આ ઘટનામાં ખનીજ માફિયાઓ રેડ દરમિયાન દાદગીરી કરતા જોવા મળ્યા હતા.
સુરેન્દ્રનગરના થાનગઢ તાલુકાના વેલાડા ગામની સીમમાં ખાણ ખનીજ વિભાગ દ્વારા રેડ પાડવામાં આવી હતી.
આ રેડમાં 10થી વધારે ચરખી અને 4 થી વધારે ટ્રેક્ટર જપ્ત કરવામાં આવ્યા હતા.
ખાણ ખનીજ વિભાગના અધિકારીઓને આ વિસ્તારમાં 1 માસથી ખનીજ ચોરી થતી હોવાની બાતમી મળી હતી.
જેના આધારે વિભાગે અધિકારીઓ સાથે દરોડા પાડ્યા હતા.
જોકે સમગ્ર ઘટનામાં રેડ દરમિયાન ભૂમાફિયાઓની દાદાગીરી જોવા મળી હતી.
ખાણ ખનીજ વિભાગની રેડમાં દર વખતે આ ઘટના સામે આવતી હોય છે.
જેમાં ભૂમાફિયાઓ દ્વારા અધિકારીઓને ધમકાવીને વાહનો છોડાવી લેવામાં આવતા હોય છે.