સ્વામી શિવાનંદ પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત યોગ સાધન સ્વામી શિવાનંદ બાબાએ છેલ્લા 100 વર્ષમા યોજાયેલા બધા જ કુંભમા ભાગ લીધો છે.
પ્રયાગરાજમા સોમવારથી શરુ થયેલ મહાકુંભ મેળામા નાગા સાધુઓ અને અન્ય
સંન્યાસીઓની જેમ 128 વર્ષના સ્વામી શિવાંદ બાબા પણ લોકો માટે આકર્ષણનુ કેન્દ્ર બની રહ્યા છે.
મહાકુંભનગરના સેક્ટર 16મા સંગમ લોઅર માર્ગ પર સ્થિત બાબાના શિબિર બહાર લાગેલા બેનરમા પ્રકાશિત તેમના
આધાર કાર્ડમા તેમની જન્મ તારિખ 8 ઑગસ્ટ, 1896 નોંધયેલી છે. જોકે,
બાબાશિવાનંદની જન્મ તારીખ અંગે કોઈ સત્તાવાર પુરાવો ઉપલબ્ધ નથી.
સ્વામી શિવાનંદે છેલ્લી એક સદીમા બધા જ કુંભમા પવિત્ર ડુબકી લગાવી છે.
શિવાનંદ બાબાને 125 વર્ષની વયે વર્ષ 2022મા સરકારે પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કર્યા હતા.
શિવાનંદ બાબાના પ્રારંભિક જીવન અંગે બેંગ્લુરુના તેમના શિષ્ય ફાલ્ગુન ભાટ્ટાચાર્ચએ કહ્યુ કે,
બાબા શિવાનંદનો જન્મ એક ભીખારી પરીવારમા થયો હતો.
ચાર વર્ષની વયે તેમના માતા-પિતાએ તેમને તેમને ગામમા આવેલા સંત ઓમકારાનંદ ગોસ્વામીને સોંપી દિધા હતા, જેથી તેમને ભોજન-પાણી મળી શકે.
Read More : Chinese hackers : ચીનની હેકર્સ ફોજ, ભારત પર સાઈબર હુમલાનો ખતરો; બેન્કોને બની શકે નિશાન
બાબા શિવાનંદ વિશે
છ વર્ષની વયે શિવાનંદ બાબાએ એક જ સપ્તાહમા બહેન અને માતા-પિતા ગુમાવ્યા તેમણે
એક જ ચિતામા માતા-પિતાના દાહ સંસ્કાર કર્યા. ત્યાર પછી સંત ઓમકારાનંદ ગોસ્વામીએ જ તેમનો ઉછેર કર્યો.
તેમના અન્ય એક શિષ્યા શર્મિલા સિંહાએ કહ્યુ કે, તેઓ બાળપણથી જ શિવાનંદ બાબાને ઓળખે છે.
તેમનુ જીવન એકદમ સરળ છે. તેઓ દરેક વ્યક્તિને નમન કરે છે.
તેઓ કોઇની પાસેથી દાન લેતા નથી અને 1977થી તેમણે રુપિયાને સ્પર્શ પણ નથી કર્યો. તેઓ કાશીના ઘાટ પર લોકોને યોગ શિખવાડે છે.
તેમણે તેમનુ જીવન લોકસેવામા સમર્પિત કરી દીધુ છે. ભટ્ટાચાયી કહ્યુ કે, બાબા શિવાનંદ અડધુ પેટ ભરાય તેટલુ જ ભોજન કરે છે.
તેઓ મીઠ અને તેલ વિનાનુ ઉકાળેલુ ભોજન આરોગે છે. બાબા રાતે 9:00 વાગ્યે સુઈ જાય છે અને સવારે 3:00 વાગ્યે ઊઠે છે. સવારે યોગ-ધ્યાન કરે છે.
ત્યાર પછી આખો દિવસ તેઓ સૂતા નથી. સ્વામી શિવાંદ બાબા વારાણસીના કબીર નગર, દુર્ગાકુંડમા રહી છે. કુંભ મેળા પછી તેઓ બનારસ પાછા જતા રહેશે.
Read More : Sat Kartar Shopping IPO allotment : ટૂંક સમયમાં, GMP અને લિસ્ટિંગ પર નજર
