સ્વિડનમાં સ્કૂલમાં ગોળીબારની ઘટના : 10 લોકોના મોત, અનેક ઘાયલ વડાપ્રધાન પણ ચિંતિત

By dolly gohel - author

સ્વિડનમાં સ્કૂલમાં ગોળીબારની ઘટના

યુરોપિયન દેશ સ્વિડન ના ઓરેબ્રૂ  શહેરમા થી એક ચોકાવનારા સમાચાર સામે આવ્યા છે.

અહીના એક સ્કૂલ મા અંધાધૂધ ગોળીબાર ની ધટના સામે આવી છે.જેમા ઓછામા ઓછા 10 લોકો માર્યા ગયા છે.

આ હુમલા મા પોલીસે કાર્યવાહી દરમિયાન હુમલાખોરો ને પણ ઠાર માર્યો હોવા ની જાણકારી મળી છે.

જયા આ ધટના થઈ હતી તે સ્થળ એ સ્ટોકહોમથી લગભગ 200 કિલોમીટર દૂર છે.

સ્થાનિક પોલીસ વડા રોબર્ટ એડ ફોરેસ્ટ નુ કહેવુ છે કે આ ધટના કેવી રીતે બની તેની તપાસ કરવામા આવી રહી છે.

પોલીસે કહ્યું કે આ સમગ્ર હુમલામાં એક જ હુમલાખોરની સંડોવણી હતી પણ તેણે આ હુમલો કેમ કર્યો તેની કોઈ ચોક્કસ માહિતી સામે આવી

શકી નથી. 

સ્વિડનમાં સ્કૂલમાં ગોળીબારની ઘટના

આ ધટના થી વડાપ્રધાન પણ આધાત મા છે.

કેમ્પસ રિસબર્ગસ્કામાં એવા યુવાઓ ભણવા આવે છે જેનો સમયસર તેમનો અભ્યાસ પૂર્ણ કરી શક્યતા નહોતા.

જોકે આ કેમ્પસની નજીકમાં જ એક બાળકોની સ્કૂલ પણ આવેલી છે.

સ્વિડનના વડાપ્રધાન ઉલ્ફ ક્રિસ્ટરસને ઘટનાને દેશની સૌથી ભીષણ સામૂહિક ગોળીબારની ઘટના ગણાવી હતી.

તેમણે કહ્યું કે આજે અમે નિર્દોષ લોકો વિરુદ્ધ ભયાનક અને જીવલેણ હિંસા જોઇ. આ હુમલાએ આખા દેશને હચમચાવી મૂક્યો છે. 

 

પોલીસ પ્રમુખનું નિવેદન

પોલીસ પ્રમુખ રોબર્ટો ઈડ ફોરેસ્ટે જણાવ્યું કે ક્રાઈમ સ્પૉટ પર થયેલા નુકસાનને જોતાં અમે મૃતકોની સાચી સંખ્યા હજુ સુધી જાહેર કરી શક્યા નથી.

મૃતકઆંક  વધી શકે છે કેમ કે અનેક ઈજાગ્રસ્તોની હાલત ગંભીર છે.

પોલીસે કહ્યું કે હજુ સુધી આ હુમલા અને આતંકવાદ વચ્ચે કોઈ કનેક્શન સામે આવ્યું નથી પણ અમે એ એંગલની પણ તપાસ કરી રહ્યા છીએ. 

 

હુમલાખોર  એ આતંકવાદ સાથે જોડાયેલો નથી

સ્કૂલની 20 વર્ષથી વધુ ઉંમરના વિદ્યાર્થીઓને પ્રાથમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ પૂરું પાડે છે.

આ સ્કૂલ ઇમિગ્રન્ટ્સ માટે સ્વીડિશ ભાષાના વર્ગો, વ્યાવસાયિક તાલીમ અને બૌદ્ધિક વિકલાંગ લોકો માટે પ્રોગ્રામ્સ પણ ચલાવે છે.

અધિકારીઓના જણાવ્યા મુજબ હુમલાખોર એકલો હતો અને તેનો ગુનાહિત ઈતિહાસ રહ્યો નથી.

સ્થાનિક પોલીસ વડાએ એમ પણ કહ્યું હતું કે હુમલા પહેલા કોઈ ચેતવણીના સંકેતો આપ્યા ન હતાં.

આતંકવાદ સાથે પણ કોઈ શંકાસ્પદ જોડાણ નથી.

શાળાની શિક્ષિકાએ એક ન્યૂઝ ચેનલને જણાવ્યું હતું કે તેમણે ગોળીબારના અવાજ સાંભળ્યા હતા.

પરીક્ષા પછી મંગળવારે બપોરે કેમ્પસમાં અસામાન્ય રીતે ઓછા વિદ્યાર્થીઓ હતા.

ગોળીબાર બાદ વિદ્યાર્થીઓને બહાર કાઢવામાં આવ્યા હતા અને નજીકની બિલ્ડીંગમાં લઇ જવામાં આવ્યા હતાં.

 

Share This Article
author
Follow:
ડોલી ગોહિલ – TV1 Gujarati News માં કન્ટેન્ટ રાઇટર હું ડોલી ગોહિલ, TV1 Gujarati News માં એક સમર્પિત કન્ટેન્ટ રાઇટર છું. લખવાનું મારા માટે માત્ર એક કામ નથી, તે મારી ઓળખ છે. મારી કલમે એ સમાચાર લખવા કેવળ જાણકારી આપે, પણ વાચકોના મનમાં અસર છોડી જાય. ડિજિટલ પત્રકારિતાની ગહન સમજ સાથે, હું એવા લેખો તૈયાર કરું છું જે માહિતીપ્રદ, રસપ્રદ અને SEO-ફ્રેન્ડલી હોય. તાજા સમાચાર, વિશ્લેષણાત્મક લેખો કે સમાજને પ્રેરણાદાયી સ્ટોરીઝ મારા લખાણનો ધ્યેય હંમેશા સાફ રહે છે: વાચકોને ચોકસાઈભર્યું અને વિશ્વસનીય કન્ટેન્ટ આપવા.