ટેક્સપેયર્સને રાહત : IT રિટર્ન ફાઇલ કરવાની અંતિમ ડેડલાઇન લંબાવવામાં આવી છે. નવી તારીખ નોંધો

ટેક્સપેયર્સને રાહત

ટેક્સપેયર્સને રાહત આપતા સરકારે બિલેટેડ ઈન્કમ ટેક્સ રિટર્ન (ITR) ફાઇલ કરવાની છેલ્લી તારીખ લંબાવી છે.

સરકારે આ ડેડલાઈન  31 ડિસેમ્બરથી વધારીને 15 જાન્યુઆરી 2025 કરી દીધી છે.

આવકવેરા વિભાગે લેટ ફી સાથે ITR ફાઈલ કરવાની અંતિમ તારીખ 15 જાન્યુઆરી, 2025 સુધી લંબાવી છે.

15 જાન્યુઆરી સુધી બિલેટેડ/ રિવાઈઝ્ડ રિટર્ન ભરવાની તારીખ લંબાવી છે. અત્યાર સુધી તેની ડેડલાઇન 31 ડિસેમ્બર હતી.

ઇન્કમ ટેક્સ વિભાગે વિવાદથી વિશ્વાસ યોજના હેઠળ લેણાં અને વ્યાજ તથા દંડની માફી નક્કી કરવા માટે

માહિતી ફાઇલ કરવાની અંતિમ તારીખ વધારીને 31 જાન્યુઆરી કરી છે.

અગાઉ આ સમયમર્યાદા પણ 31મી ડિસેમ્બરે પૂરી થઈ રહી હતી.

જેના હેઠળ જો તમારી આવક 5 લાખથી ઓછી હોય તો લેટ ફી 1000 હજાર હશે.

જ્યારે જો તમારી આવક  5 લાખથી વધુ હશે  તો લેટ ફી 5,000 લાગશે. તમે લેટ ફી વગર ITR ફાઇલ નહીં કરી શકો.

READ  MORE  :

દેશની અદાલતોમાં 43 લાખ ચેક બાઉન્સ કેસ પેન્ડિંગ, કેસના નિકાલમાં ગુજરાતની કામગીરી કેવી છે ?

ITR ફાઈલ કરવું શા માટે જરૂરી?

નાણાકીય વર્ષમાં તમે જે કંઈ પણ કમાઓ છો તેની માહિતી આવકવેરા વિભાગ સુધી પહોંચે છે.

જો તમે તમારી આવકની વિગતો એટલે કે ITR ફાઇલ નથી કરતા તો આવકવેરા વિભાગ તમને નોટિસ મોકલી શકે છે.

તમારે આ પરેશાનીનો સામનો ન કરવો હોય તો રિટર્ન ફાઈલ કરવું યોગ્ય મનાય છે.

તમે જાણી જોઈને ITR ફાઈલ નથી કરતા તો તમારી સામે ઈન્કમ ટેક્સ એક્ટ હેઠળ કાર્યવાહી થઈ શકે છે.

જો ટેક્સની રકમ 10,000 રૂપિયાથી ઓછી હશે તો ક્રિમિનલ કેસ દાખલ કરવામાં નહીં આવે.

તમે ઈન્કમ ટેક્સ ઈ-ફાઈલિંગ પોર્ટલમાં લોગ ઈન કરીને તમારું ITR સબમિટ કરી શકો છો. અથવા CAની પણ મદદ લઈ શકો છો.

નાણાકીય વર્ષ 2023-24 માટે કોઈપણ લેટ ફી વગર ITR ફાઈલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ હતી.

2023-24નું ITR લેટફીસ સાથે ભરવાની ડેડલાઈન વધી છે.

READ  MORE  :

આજથી નાણાંકીય વ્યવહારોમાં નવા ફેરફારો અમલમાં આવી રહ્યા છે, નિયમ બદલાવથી સૌને ફાયદો થશે!

નેશનલ હેલ્થ ઓથોરિટીના આદેશનો ઉલાળિયો, સરકારે IEC સેલની રચના કરી નહીં

Share This Article