પાકિસ્તાનમાં ભયંકર બ્લાસ્ટ : LPG ટેન્કરના વિસ્ફોટથી 6નાં મોત અને 31ને ગંભીર ઈજા

પાકિસ્તાનમાં ભયંકર બ્લાસ્ટ 

પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં એક LPG ભરેલા એક ટેન્કરમાં થયેલા વિસ્ફોટના કારણે એક સગીર બાળકી સહિત છ લોકોના મોત થયા છે.

અધિકારીઓએ આ અંગે માહિતી આપતાં કહે છે કે, આ ઘટનામાં છ લોકોના મોત થયા છે જ્યારે 31 લોકો ઘાયલ થયા છે.

બચાવ અધિકારીઓના જણાવ્યા પ્રમાણે આ ભયાનક ઘટના મુલતાનના હમીદપુર કનૌરા વિસ્તારના ઔદ્યોગિક વિસ્તારમાં બની હતી.

વિસ્ફોટમાં પાલતુ પ્રાણીઓ પણ માર્યા ગયા. તેણે જણાવ્યું કે ટેન્કરના વાલ્વમાંથી ગેસ લીક ​​થઈ રહ્યો હતો.

જેની ગંધ આવતા કેટલાક લોકો પહેલાથી જ સુરક્ષિત જગ્યાએ ગયા હતા. પરંતુ, આ પછી ટેન્કરમાં વિસ્ફોટ થયો હતો.

ટેન્કરમાંથી ગેસના સતત લીકેજને કારણે અધિકારીઓએ વિસ્તાર ખાલી કરવો પડ્યો હતો.

ઘાયલોમાંથી 13 ની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. 

પાકિસ્તાનમાં ભયંકર બ્લાસ્ટ

રહેણાંક વિસ્તારોમાં કાટમાળ પડયો હતો

વિસ્ફોટ પછી ટેન્કરનો કાટમાળ નજીકના રહેણાંક વિસ્તારોમાં પડ્યો, જેના કારણે ભારે નુકસાન થયું હતું.

અધિકારીઓએ જણાવ્યું હતું કે, આ વિસ્ફોટ એટલો ભયાનક હતો કે પછી તરત જ આગ લાગી ગઈ હતી.

આ આગને કાબુમાં લેવા માટે 10 થી વધુ ફાયર એન્જિન અને ફોમ આધારિત સાધનોનો ઉપયોગ કરીને કલાકોની

મહેનત બાદ આગ પર કાબુ મેળવી શકાયો હતો.

પ્રાથમિક અહેવાલ પ્રમાણે હાલમાં પાંચ લોકોના મોતની પુષ્ટિ થઈ હતી.

પરંતુ એક ઘરમાંથી વધુ એક લાશ મળી આવતા મૃત્યુઆંક વધીને છ થઈ ગયો.

મૃતકોમાં એક સગીર બાળકી અને બે મહિલાઓનો સમાવેશ થાય છે.

પોલીસના જણાવ્યા મુજબ  વિસ્ફોટ સ્થળની આસપાસ આવેલા લગભગ 20 ઘરો સંપૂર્ણપણે નાશ પામ્યા છે.

જ્યારે 70 વધુ મકાનોને થોડુ ગણું નુકસાન થયું છે. આ ઉપરાંત વિસ્ફોટમાં પાલતુ પ્રાણીઓ પણ માર્યા ગયા છે.

આ વિસ્તારમાં વીજળી અને ગેસ સેવા બંધ કરાઈ

પોલીસે જણાવ્યું કે, અત્યારે આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે.

પરંતુ સુરક્ષાને ધ્યાનમાં રાખીને હાલમાં અહીં વીજળી અને ગેસ સપ્લાય બંધ કરી દેવામાં આવ્યો છે.

જેથી કરીને કોઈ મોટી હોનારત ન સર્જાય.  

ગેરકાયદેસર રીતે ગોડાઉનમાં  LPG રિફિલિંગ કરાતું હતું

પોલીસે તપાસમાં જાણવા મળ્યું કે, આ સ્થળ ગેરકાયદેસર LPG રિફિલિંગ ગોડાઉન તરીકે ઓળખાયું હતું.

અને રિફિલિંગ દરમિયાન વિસ્ફોટ થયો હતો. મોટા ગેસ ટેન્કરોમાંથી નાના ટેન્કરો અને કોમર્શિયલ સિલિન્ડરોમાં ગેસ ભરવામાં આવી રહ્યો હતો

તેમણે એમ પણ કહ્યું કે મોટા ગેસ ટેન્કરમાં કથિત રીતે દાણચોરી કરીને લાવેલા LPG ભરેલા હતા.

વિસ્ફોટમાં વેરહાઉસમાં હાજર પાંચ નાના-મોટા ગેસ ટેન્કર નાશ પામ્યા હતા.

 

READ MORE :

બાયડેનના નિર્ણયથી રશિયાનો ભડકો, અમેરિકાની લોંગ રેન્જ મિસાઇલ્સનો ઉપયોગની પરવાનગી

અમદાવાદને મળશે નવો અજોડ લોટસ પાર્ક, દુબઈના મિરેકલ ગાર્ડનને પણ પાછળ છોડી દેશે

Share This Article