અમદાવાદથી વિદેશ ફરવાનો ખર્ચ વધ્યો
અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતે મોટે ઉપાડે નવી ઈન્ટરનેશનલ ફ્લાઈટ તો શરૂ કરાય છે.
પણ ખૂબ જ ટૂંકા સમયમાં તેના શટર પણ પડી જાય છે.
અમદાવાદથી ડાયરેક્ટ ઈન્ટરનેશનલ ફ્લાઈટ બંધ થવાનું મુખ્ય કારણ ઊંચું ભાડું છે.
વાત એમ છે કે, અમદાવાદથી સીધી ઈન્ટરનેશનલ ફ્લાઈટમાં જતા મુસાફરોએ જે ભાડું ચૂકવવું પડે છે
તેના કરતાં ઓછા ભાડામાં વાયા મુંબઇ કે દિલ્હીથી વિદેશ જઈ શકાય છે.
અંદાજે રૂપિયા 30 હજાર જેવી રકમ બચતી હોવાથી મોટાભાગના લોકો એ જ રસ્તો અપનાવે છે
અને તેના કારણે અમદાવાદ એરપોર્ટથી ડાયરેક્ટ ઈન્ટરનેશનલ ફ્લાઈટના પૂરતા પ્રવાસીઓ મળતા નથી.
એરલાઈન્સના વ્યવસાય સાથે સંકળાયેલા સૂત્રોના જણાવ્યા પ્રમાણે અમદાવાદથી ડાયરેક્ટ ઈન્ટરનેશનલ ફ્લાઈટમાં જવાને બદલે મુંબઈ-દિલ્હી થઈને જવામાં મુસાફરોને 30 થી 40 ટકાની બચત થાય છે.
આ ભાડામાં અમદાવાદ-મુંબઈનું એરફેર ઉમેરવામાં આવે તો વધુમાં વધુ રૂપિયા 50 હજાર ચૂકવવા પડે.
અમદાવાદ એરપોર્ટથી ટોરન્ટો અભ્યાસ માટે જતાં વિદ્યાર્થીઓએ એર ઈન્ડિયાનીફ્લાઇટ માટે રૂ. 71 હજાર બેઝ ફેર
અને 18 ટકા ટેક્સ એમ મળીને રૂપિયા 83,780 ચૂકવવા પડે છે.
બીજી તરફ મુંબઇથી કેનેડા રૂપિયા 38 હજારના બેઝ ફેર અને 18 ટકા ટેક્સ સાથે કુલ રૂપિયા 44,840 ચૂકવવાના થાય છે.
મતલબ કે, વાયા મુંબઈ ઈન્ટરનેશનલ ફ્લાઈટના ભાડાથી 33 હજાર ઓછું ભાડું ચૂકવીને કેનેડા જઈ શકાય છે.
આ જ રીતે દિલ્હીથી કેનેડા જવાના પર હજાર બેઝ ફેર અને 18 ટકા ટેક્સ મળીને કુલ રૂપિયા 61,390 ચૂકવવા પડે છે.
તેમાં દિલ્હીની ફ્લાઈટનું રૂપિયા 6 હજાર ભાડું ઉમેરો તો રૂપિયા 67 હજાર ભાડું થાય.
આમ, કુલ રૂપિયા 17 હજાર રૂપિયાનો ફાયદો સીધી ઈન્ટરનેશનલ ફ્લાઇટની સરખામણીએ થાય છે.
READ MORE :
નોકરી ટ્રેનિની ભરતી વિરુદ્ધ NSUIનો ગુજરાત યુનિ.માં ઉગ્ર પ્રદર્શન, આંદોલનની ચીમકી
અમદાવાદથી વિદેશ જતાં પ્રવાસીઓને ધ્યાનમાં રાખીને મુંબઈ-દિલ્હી ફ્લાઈટના શેડ્યૂલ
ગુજરાતમાંથી વિદેશ જતાં વિદ્યાર્થીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. આ સ્થિતિનો લાભ લેવા એરલાઈન્સ પણ કૂદી પડે છે.
જેના કારણે અમદાવાદ એરપોર્ટમાં ડોમેસ્ટિક-ઈન્ટરનેશનલ ફ્લાઇટ વચ્ચે હરીફાઈ શરૂ થઈ ગઈ છે.
ડોમેસ્ટિક ફ્લાઈટના શેડ્યૂલ જ એ રીતે ગોઠવાય છે કે જેથી દિલ્હી-મુંબઇથી વિદેશ જવા માટે કનેક્ટિંગ ફ્લાઈટ મળી રહે.
અમદાવાદથી ઓપરેટ થતી ડોમેસ્ટિક ફ્લાઈટો પણ યુનાઇટેડ કિંગડમ, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, કેનેડા જતા મુસાફરોને મુંબઈ-દિલ્હીથી કનેક્ટિવિટી આપવા માંડી છે.
ભાડું ઓછું થાય તો પ્રવાસીઓ વધે
અમદાવાદથી વિદેશ જવા માટેની ફ્લાઈટનું ભાડું મુંબઈ-દિલ્હી કરતાં ખૂબ જ વધારે છે.
જેના કારણે અનેક લોકો ખાસ કરીને મુંબઇથી વિદેશ જવાનું વધારે પસંદ કરે છે.
નિયમિત વિદેશ પ્રવાસે જતાં લોકોને મને અમદાવાદથી ભાડું ઓછું થાય તો જ ઈન્ટરનેશનલ ફ્લાઇટમાં મુસાફરોની સંખ્યા વધી શકે.
READ MORE :
Environmental protection : “વૃક્ષ માતા” તુલસી ગૌડાનું નિધન, વડાપ્રધાન મોદીએ શોક વ્યક્ત કર્યો
અમદાવાદ એરપોર્ટ પરથી 5.50 કરોડનું ડ્રગ્સ ઝડપાયું, કિમીયો જોઇને તમારું માથું ફરી જશે
ગુજરાત સરકારના ‘સેવા સેતુ’ કાર્યક્રમની સફળતા, 3.07 કરોડથી વધુ લાભાર્થીઓને લાભ !