The Tata Group
રતન ટાટાનું 86 વર્ષની વયે નિધન થઇ ગયું હતું.
જેના બાદ ટાટા ટ્રસ્ટના નવા ચેરમેન કોણ બનશે તેને લઈને આશંકાઓ પર પૂર્ણ વિરામ મૂકાઈ ગયો છે.
ટાટા ટ્રસ્ટની બેઠકમાં લેવાયેલા નિર્ણય અનુસાર નોએલ ટાટા નવા ચેરમેન બનશે.
ઉલ્લેખનીય છે કે રતન ટાટાના નિધન બાદ ટાટા ટ્રસ્ટના ઉત્તરાધિકારી તરીકે કોની
નિમણૂક કરવી તે અંગે આજે મુંબઈમાં એક બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં જ સર્વાનુમતે નોએલ ટાટાની નિમણૂકનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે રતન ટાટાનું નિધન 9 ઓક્ટોબર, 2024ના રોજ થયું હતું. તેમના અંતિમ સંસ્કાર મુંબઈમાં જ કરાયા હતા.
The Tata Group
ટાટા ટ્રસ્ટના ટ્રસ્ટીઓમાં સામેલ હતા
રતન ટાટાના નિધન બાદ આજે મુંબઈમાં એક બેઠક યોજાઈ હતી, જેમાં સૌની સહમતિથી આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
આ અંતર્ગત નોએલને ટાટા ગ્રુપની બે સૌથી મહત્વપૂર્ણ ચેરિટેબલ સંસ્થાઓ સર રતન ટાટા ટ્રસ્ટ અને
સર દોરાબજી ટાટા ટ્રસ્ટના વડા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
અગાઉ તેઓ આ સંસ્થાઓમાં ટ્રસ્ટી તરીકે સંકળાયેલા હતા.
હવે તેમને ટાટા ટ્રસ્ટના ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
નોએલ ટાટાએ યુકેની સસેક્સ યુનિવર્સિટી અને INSEAD માં ઈન્ટરનેશનલ એક્ઝિક્યૂટિવ પ્રોગ્રામનો અભ્યાસ કર્યો છે.
નોએલને તેમના વ્યૂહાત્મક કૌશ્લ્ય અને ગ્રૂપના વિઝન પ્રત્યેની પ્રતિબદ્ધતા માટે ઓળખાય છે.
નોએલ ટાટાને સર દોરાબજી ટાટા ટ્રસ્ટના 11મા ચેરમેન અને સર રતન ટાટા ટ્રસ્ટના છઠ્ઠાં ચેરમેન તરીકે નિમાયા છે.