જીમેલને ખતરો! એલન મસ્ક ટૂંક સમયમાં લોન્ચ કરશે Xmail
ઇલોન મસ્કે હાલમાં જ જણાવ્યું કે તે બહુ જલદી જીમેલને ટક્કર આપશે.
ઇલોન મસ્કની કંપની X હવે ગૂગલ, એપલ, માઇક્રોસોફ્ટ અને યાહૂ જેવી કંપનીઓને ટક્કર આપવા માટે ઇમેલ સર્વિસ શરૂ કરવાની છે.
હાલમાં જ સોશિયલ મીડિયા પર એક ટ્વિટ જોવા મળી હતી અને તેના કારણે ટેકનોલોજીની દુનિયામાં હોબાળો મચી ગયો છે.
ટ્વિટર તરીકે પહેલેથી ઓળખાતા X પર હાલ જ એક એકાઉન્ટ દ્વારા ટ્વિટ કરવામાં આવ્યું હતું કે ઇલોન મસ્ક દ્વારા Xmail સર્વિસ શરૂ કરવી જોઈએ.
ઇલોન મસ્કે આ ટ્વિટનો જવાબ આપ્યો હતો કે “મારે ઘણી બધી વસ્તુઓ કરવાની છે અને એના લિસ્ટમાં મેલનો પણ સમાવેશ થાય છે.”
મસ્કે અગાઉ પણ જણાવ્યું હતું કે તે ઇમેલ સર્વિસ શરૂ કરી શકે છે. આ સર્વિસ ગૂગલને ટક્કર આપશે.
READ MORE : Google ની નવી ફીચર: નકલી ફોટાની ઓળખ કરવી સરળ બની ગઈ છે
ગૂગલના જીમેલના હાલમાં દુનિયાભરમાં 1.8 બિલિયન યુઝર્સ છે.
જોકે, જીમેલ અને માઇક્રોસોફ્ટની આઉટલૂક જેવી સર્વિસ પૂરી પાડવી કોઈ નાની વાત નથી. છતાં, ઇલોન મસ્ક આ ચેલેન્જ ઉપાડવા તૈયાર છે.
જો ઇલોન મસ્કે ઇમેલ સર્વિસ શરૂ કરી તો તેની હરીફાઈ સીધી ગૂગલ, માઇક્રોસોફ્ટ, એપલ અને યાહૂ સાથે થશે.
ઇલોન મસ્કની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, Xmailમાં સૌથી વધુ મહત્ત્વ પ્રાઇવસી અને સિક્યોરિટી ફીચર્સને આપવામાં આવશે.
Xની સર્વિસ એમાં ઇન્ટિગ્રેટ કરવામાં આવશે, જેથી યુઝર્સ ઇમેલ અને સોશિયલ મીડિયા બન્નેનો ઉપયોગ કરી શકશે.
પ્રીમિયમ ફીચર્સ માટે ઇલોન મસ્ક પેઇડ સર્વિસ પણ પ્રોવાઇડ કરી શકે છે.
આ સાથે જ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો પણ તેમાં સમાવેશ કરવામાં આવશે.
હાલના શેર માર્કેટના આધારે, એપલ મેલના 53.67 ટકા, ગૂગલના જીમેલના 30.70 ટકા, માઇક્રોસોફ્ટ આઉટલૂકના 4.38 ટકા અને યાહૂના 2.64 ટકા છે.
આ સ્પર્ધામાં ટકી રહેવા માટે, ઇલોન મસ્કે ખૂબ જ હટકે પ્લેટફોર્મ અને સર્વિસ આપવી પડશે.
READ MORE :
કોલિંગનો નવો અવતાર: વોટ્સએપના 4 નવા ફીચર્સ કોલ કરવાની રીતને જ બદલી નાખશે !
India News : ધ્યાન આપો! ગૂગલ આપી રહ્યું છે સ્કેમથી બચવાની આગાહી, જાણો