ત્રણ મતની બાજીમાં આપનો જયજયકાર
આમ આદમી પાર્ટીએ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD) પર ફરી કબજો જમાવ્યો છે.
એમસીડીમાં મેયરની ચૂંટણીમાં AAPના ઉમેદવાર મહેશ ખીંચી (AAP Candidate Mahesh Khinchi) ચૂંટણી જીતીને મેયર બની ગયા છે.
તેમણે ભાજપના ઉમેદવાર કિશન લાલ (BJP Candidate Kishan Lal) ને માત્ર ત્રણ મતથી હરાવ્યા છે.
મેયર પદ માટે કુલ 265 મતો પડ્યા હતા, તેમાંથી આપ ઉમેદવાર મહેશ ખીંચીને 133 મત, જ્યારે ભાજપના ઉમેદવાર કિશન લાલને 130 મત મળ્યા છે.
જ્યારે બે મત અમાન્ય જાહેર થયા છે. દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર શૈલી ઓબરોય અત્યાર સુધી એક્સ્ટેંશન પર હતા.
હવે તેમના સ્થાને કરોલબાગના દેવનગરના કોર્પોરેટર મહેશ ખીંચી એમસીડી મેયર પદ સંભાળશે.
એપ્રિલ 2024માં મેયરની ચૂંટણી વખતે ભાજપ અને આપે ઉમેદવાર જાહેર કર્યા હતા.
જોકે પ્રિસાઇડિંગ ઓફિસર ફાઈલ પર મુખ્યમંત્રીનું રિકમેંડેશન ન હોવાનું કહી ફાઈલ પરત મોકલી દીધી હતી .
અને કહ્યું તું કે, જ્યાં સુધી નવા મેયરની પસંદગી ન થાય, ત્યા સુધી વર્તમાન મેયર ઓબરોય જ મેયર રહેશે.
તે વખતે તત્કાલીન મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ જેલમાં હતા.
તેથી તેઓ રિકમેંડેશન ન કરી શક્યા હતા. ત્યારથી મેયરની ચૂંટણીમાં વિલંબ થયો હતો.
READ MORE :
ત્રણ મતની બાજીમાં આપનો જયજયકાર
દર વર્ષે એપ્રિલમાં દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયરની ચૂંટણી યોજાય છે.
ડિસેમ્બર-2022ની ચૂંટણીમાં AAPએ 134 બેઠકો જીત્યા બાદ કોર્પોરેટર ડૉ.શૈલી ઓબરોયને ફેબ્રુઆરી-2023માં મેયર બનાવાયા હતા.
ત્યારબાદ નાણાંકીય વર્ષ એપ્રિલ-2023માં યોજાયેલી મેયરની ચૂંટણીમાં ઓબેરોય ફરી મેયર બન્યા હતા.
ત્યારબાદ ભારે વિવાદના કારણે એપ્રિલ-2024માં મેયરની ચૂંટણી યોજાઈ શકી ન હતી.
MCD એક્ટ મુજબ, મેયરના પદ પર પ્રથમ વર્ષ મહિલા કાઉન્સિલર માટે અનામત છે.
બીજું વર્ષ સામાન્ય માટે અને ત્રીજું વર્ષ અનુસૂચિત જાતિના કાઉન્સિલર માટે અનામત છે. છેલ્લા બે વર્ષ સામાન્ય શ્રેણીના હોય છે.
ગુરુવારે (14 નવેમ્બર) દિલ્હીમાં ભારે હોબાળા વચ્ચે MCD મેયર અને ડેપ્યુટી મેયરની ચૂંટણી યોજાઈ હતી.
આમ આદમી પાર્ટીએ ફરી દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન પર કબજો જમાવ્યો છે.
AAP કાઉન્સિલર મહેશ ખીંચી નવા મેયર બન્યા છે. તેમને 133 મત મળ્યા છે. ભાજપના કિશન પાલને 130 વોટ મળ્યા છે.
આ વર્ષે ભાજપના કાઉન્સિલરોની સંખ્યા 120 હતી, પરંતુ તેના ઉમેદવારને 10 વધુ મત મળ્યા હતા.
મહેશ ખીંચી દેવ નગર વોર્ડ નંબર 84ના કાઉન્સિલર છે. હવે તેઓ વર્તમાન મેયર શેલી ઓબેરોયનું સ્થાન લેશે.
દિલ્હી મેયરની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર મહેશ કુમાર ખીંચીની જીત બાદ પાર્ટીના સાંસદ સંજય સિંહ અને અન્ય નેતાઓએ
ગૃહની અંદર વિજયની નિશાની બતાવી હતી.
કોંગ્રેસના કોર્પોરેટરોએ મતદાન બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો
એમસીડીની ચૂંટણી ટાણે કોંગ્રેસના સાત કોર્પોરેટરોએ મતદાનનો બહિષ્કાર કર્યો છે.
જ્યારે રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ પણ ગેરહાજર રહ્યા હતા.
મતદાનનો બહિષ્કાર કરનારા સાત કોર્પોરેટરોમાં મનદીપ સિંહ, વેદપાલ ચૌધરી, અરીબા ખાન, નાજિયા દાનિશ, સમીર અહમદ, નાજિયા
ખાતૂન અને શીતલ ચૌધરીનો સમાવેશ થાય છે.
કોંગ્રેસના મેયર-ડેપ્યુટી મેયર ચૂંટણીમાં ભાગ લઈ રહ્યા નથી.
આગામી દલિત મેયર માટે આયોજિત મર્યાદિત કાર્યકાળ અંગે અસંતોષ વ્યક્ત કરતા, કોંગ્રેસે ગુરુવારે દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD)
માં મેયર અને ડેપ્યુટી મેયરની ચૂંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો.
3.05 વાગ્યે સત્ર એક કલાક મોડું શરૂ થતાં, કોંગ્રેસના કાઉન્સિલર નાઝિયા ડેનિશ અને અન્ય લોકો ગૃહની વેલમાં એકઠા થયા હતા.
અને AAPએ શહેરના વિકાસ માટે તેના કાર્યકાળ દરમિયાન કંઈ કર્યું નથી તેની ટીકા કરી હતી.
આ વર્ષે મેયરની બેઠક અનુસૂચિત જાતિ માટે અનામત હતી.
MCD મેયરની ચૂંટણીને લઈને 7 મહિનાથી BJP અને AAP વચ્ચે ટક્કર ચાલી રહી હતી.
એપ્રિલમાં યોજાનારી ચૂંટણી નવેમ્બરમાં યોજાઈ હતી.
આવી સ્થિતિમાં નવા મેયરનો કાર્યકાળ માત્ર 5 મહિનાનો રહેશે. કારણ કે આવતા વર્ષે એપ્રિલમાં ફરીથી ચૂંટણી યોજાવાની છે.
દિલ્હી મેયરની ચૂંટણીમાં વોટિંગ માટે સાંસદ મનોજ તિવારી પહોંચ્યા હતા.
તમને જણાવી દઈએ કે આ ચૂંટણીમાં કુલ પાંચ કાઉન્સિલરો અને એક રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલે મતદાન કર્યું નથી.
READ MORE :
ભારતના GDPને વેગ આપવા જનરેટિવ AIની ક્ષમતા: 438 અબજ ડોલર સુધીનો ઉમેરો થવાની સંભાવના !
Zinka Logistics Solution IPO day 2: GMP ની સમીક્ષા અને ઇશ્યુની સબ્સ્ક્રિપ્શન સ્ટેટસ શું છે?

