ટ્રમ્પનો મોટો દાવો
અમેરિકન રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ડિપોર્ટેશન લિસ્ટમાં હવે બ્રિટિશ રાજકુમાર હેરીનું નામ જોડાઈ શકે છે.
ટ્રમ્પ એ પાંચ મહિના પહેલાં બંધ થી ગયેલાં હેરીના વીઝા કેસને ફરી ખોલવાનો આદેશ કર્યો છે.
હેરીએ વીઝા મેળવવા માટે ખોટી સૂચના આપી હોવાના મામલે ગુનેગાર સાબિત થાય તો ટ્રમ્પ તેમને ડિપોર્ટ કરી શકે છે.
જો આવું થયું તો હેરી ટ્રમ્પના કાર્યકાળમાં ડિપોર્ટ થનારા પહેલાં ઇન્ડીવિઝયુઅલ હશે.
ટ્રમ્પે પહેલાં જ કહી દીધું છે કે, હેરી અને તેમની પત્ની મેગન મર્કેલને કોઈ છૂટ આપવામાં આવશે નહી.
મેગન એ અમેરિકન નાગરિક છે અને હેરી તેમની સાથે અમેરિકામાં રહે છે.
ટ્રમ્પનો મોટો દાવો
હેરીએ આત્મકથામાં કરી ચોંકાવનારી કબૂલાત
આ મામલો હેરીની આત્મકથા ‘સ્પેયર’ સાથે જોડાયેલો છે.
જેમાં તેમણે કિશોરાવસ્થામાં ડ્રગ્સ લેવાની કબૂલાત કરી હતી.
હેરીએ અમેરિકાના વીઝા લેતા સમયે આ વાત સંતાડી હતી.
આ મુદ્દો બનતાની સાથે જ દક્ષિણપંથી સંગઠન હેરિટેજ ફાઉન્ડેશને તેમનો કેસ ફરી ખોલવાની અરજી દાખલ કરી દીધી છે.
આ પગલું ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂની વોશિંગ્ટન મુલાકાત સાથે સુસંગત છે.
ICC એ બેન્જામિન નેતન્યાહુ ને વોન્ટેડ જાહેર કર્યા છે.
ટ્રમ્પે પોતાના પ્રથમ કાર્યકાળ દરમિયાન પણ ICC પ્રોસિક્યુટર ફતૌ બેનસોદા પર પ્રતિબંધો લગાવ્યા હતા.
ત્યારબાદ ICCએ અફઘાનિસ્તાનમાં યુદ્ધ અપરાધો માટે અમેરિકન સૈનિકો સામે તપાસ શરૂ કરી.
ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધ બાદ અમેરિકી સરકાર પ્રતિબંધિત યાદીમાં સામેલ લોકોની સંપત્તિ જપ્ત કરી શકશે.
અને તેમના પરિવારના અમેરિકા આવવા પર પ્રતિબંધ લગાવી શકશે.
READ MORE :
અમેરિકામાં 10 લોકો સાથે વિમાન ગુમ, અલાસ્કામાં મીટિંગ માટે સર્ચ ઓપરેશન શરૂ
ઈસાઈઓના સંરક્ષણ માટે બનાવાશે આયોગ
ટ્રમ્પે ઈસાઈ વિરોધી ભેદભાવ સાથે જોડાયેલાં એક્ઝિક્યુટિવ ઓર્ડર પર સહી કરી છે.
આ આદેશ ફેડરલ એજન્સીઓને નક્કી કરવાનો આદેશ આપે છે કે, ઈસાઈ લોકોના અધિકારોનું ઉલ્લંઘન ન થાય.
ટ્રમ્પે આ દરમિયાન કહ્યું કે, ધાર્મિક સ્વતંત્રતા પર એક રાષ્ટ્ર પ્રમુખ આયોગ બનાવવામાં આવે, જેનાથી ઈસાઈ ધર્મને વધુમાં વધુ સંરક્ષણ મળશે.
ટ્રમ્પના આ નિર્ણયની આકરી ટીકા કરવામાં આવી રહી છે.
ટીકા કરનારા લોકોનું કહેવું છે કે, આ આદેશ ધાર્મિક સ્વતંત્રતાને ખતમ કરી ઈસાઈ ધર્મને પ્રાથમિકતા આપે છે.
આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે, ટ્રમ્પ જો ખરેખર ધાર્મિક સ્વતંત્રતાની ચિંતા કરતાં તો તે મુસ્લિમ, યહૂદી અને અન્ય સામે થતાં ભેદભાવ પર
પણ ધ્યાન આપવામા આવશે .
READ MORE :
સ્વિડનમાં સ્કૂલમાં ગોળીબારની ઘટના : 10 લોકોના મોત, અનેક ઘાયલ વડાપ્રધાન પણ ચિંતિત
