ટ્ર્મ્પના બે મોટા નિર્ણય
અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ વોર હવે ચમરસીમા પર પહોંચી રહ્યું છે.
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ચીનના સામાન પર 125 ટકા ટેરિફ લગાવવાની જાહેરાત કરી દીધી છે.
ટ્રમ્પે ચીન વિરૂદ્ધ ટેરિફ વોરમાં નવી મિસાઈલ છોડી છે.
તેમણે ચીનથી આયાત થતી વસ્તુઓ પર તાત્કાલિક અસરથી 125 ટકા ટેરિફ લગાવવાની જાહેરાત કરી છે.
ટ્રમ્પે કહ્યું છે કે, આ નિર્ણય ચીન દ્વારા વૈશ્વિક બજારો પ્રત્યે બતાવવામાં આવેલા અનાદરના કારણે લેવાયો છે.
ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Truth Social પર લખ્યું છે કે, ચીનને એ સમજવું પડશે.
કે અમેરિકા અને અન્ય દેશોને લૂટવાનો દોર હવે વધુ નહીં ચાલે.
ટ્ર્મ્પના બે મોટા નિર્ણય
75 દેશોને રેસિપ્રોકલ ટેરિફથી 90 દિવસ સુધી છૂટ
ડોનાલ્ડ ટ્રમ્પે દુનિયાના 75થી વધુ દેશો માટે 90 દિવસોની ટેરિફમાં છૂટ આપવાની જાહેરાત કરી છે.
તેમના અનુસાર, આ દેશોએ અમેરિકન વાણિજ્ય વિભાગ, ટ્રેજરી અને USTR સાથે વ્યાપાર અને મુદ્રા હેરફેર જેવા મુદ્દાઓ પર વાતચીત શરૂ કરી છે.
આ દેશો સાથે વ્યાપાર પર આગામી 90 દેશો સુધી માત્ર 10 ટકાનો રેસિપ્રોકલ ટેરિફ લગાવાશે.
પરંતુ તેમને ચેતવણી અપાઈ હતી કે જો તેમણે જવાબી કાર્યવાહી કરી તો અમે ટેરિફ ડબલ કરી દઈશું.
આજ અમે ચીન સાથે કર્યું કારણ કે તેમણે જવાબી કાર્યવાહી કરી હતી.
READ MORE :
અમેરિકાનું જહાજ અડગ : 25 સેકન્ડમાં હૂતી વિદ્રોહીઓનો અંત થયો , ટ્રમ્પે ખુદ Video શેર કર્યો
ટ્રમ્પે વિશ્વાસ જતાવ્યો કે લાંબા ગાળે આ વેપારી સ્થિતિ અમેરિકા માટે અદભૂત સાબિત થશે.
તેમણે કહ્યું કે વર્ષના અંત સુધીમાં, કે કદાચ તેનાથી પહેલા, એક એવી સમજૂતિ થઈ જશે જેની કોઈએ કલ્પના પણ કરી નહીં કરી હોય.
અમેરિકી ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટે જણાવ્યું કે આવનારા 90 દિવસમાં આ દેશો સાથે અલગ અલગ સમજૂતિઓ પર ચર્ચા થશે.
તેમણે તેને બેસ્પોક (customized) ચર્ચાઓ જણાવી.
જો કે જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું આ ટેરિફ વિરામ શેર માર્કેટમાં કડાકાનું કારણ છે.
તો તેમણે કહ્યું કે આ અન્ય દેશો દ્વારા વાતચીતની ઇચ્છાના કારણ છે.
વ્હાઈટ હાઉસના પ્રેસ સચિવ કેરોલીન લેવિટે કહ્યું કે આ રાષ્ટ્રપતિ ટ્રમ્પની એક સુનિયોજિત રણનીતિ છે.
તેમણે મીડિયાની ટીકા કરતા કહ્યું કે, મીડિયા એ સમજવામાં નિષ્ફળ રહ્યું કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ શું કરે છે.
તમે કહ્યું કે બાકી દુનિયા ચીન તરફ ઝૂકી રહી છે પરંતુ થયું તેનાથી બિલકુલ ઉલ્ટું થયુ છે.
આજે આખી દુનિયા અમેરિકાને કોલ કરી રહી છે, ચીનને નહીં. કારણ કે તેમને અમારા બજારોની જરુર છે.
READ MORE :
લંડનથી ભારત આવી રહેલી ફ્લાઇટ તુર્કી ખાતે અટવાઈ, બે ગુજરાતી સહિત 300 ભારતીયો ફસાયા
સુપ્રીમ કોર્ટનો કડક આદેશ: તમામ જજોએ પોતાની સંપત્તિ જાહેર કરવી પડશે