ટ્રમ્પનો શપથ સમારોહ : હજારો લોકોના સમર્થન અને વિરોધનો દેખાવ , અનેક પરંપરાઓ તોડશે

ટ્રમ્પનો શપથ સમારોહ

અમેરિકામાં ચૂંટાયેલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સોમવારે 47 મા પ્રમુખ તરીકે શપથ લેવાની તૈયારી કરી રહ્યા છે

ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પની નીતિઓના વિરોધમાં રાજધાની વોશિંગ્ટનમાં હજારો લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે.

સખી ફોર સાઉથ એશિયન સર્વાઈવર્સ સહિત કેટલીક સંસ્થાઓ પીપલ્સ માર્ચના બેનર હેઠળ એક મંચ પર આવી હતી

અને તેમણે ઈમિગ્રેશન સહિતની ટ્રમ્પની નીતિઓ સામે દેખાવો કર્યા હતા.

ડોનાલ્ડ ટ્રમ્પે વર્ષ 2017 માં પહેલી વખત પ્રમુખપદના શપથ લીધા ત્યારે પણ હજારો લોકો વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા.

બીજીબાજુ ટ્રમ્પે રવિવારે તેમના સમર્થનમાં યોજાયેલી ‘મેક અમેરિકા ગ્રેટ અગેઈન વિક્ટરી’ રેલીને સંબોધન કર્યું હતું.

અમેરિકામાં ઇતિહાસ રચાવા જઇ રહ્યો છે. ટ્રમ્પના શપથ ગ્રહણ સમારોહ પર દુનિયાભરના લોકોની નજર મંડાયેલી છે.

આ વખતના શપથ ગ્રહણ સમારોહમાં અનેક પરંપરાઓ તૂટવાની છે, અનેક એવી વસ્તુઓ થવાની છે, જે દાયકાઓમાં થઇ નથી.

રાજધાની વોશિંગ્ટનમાં કેપિટોલ હિલ ખાતે 78 વર્ષના રિપબ્લિકન નેતા ડોનાલ્ડ ટ્રમ્પ સોમવારે પ્રમુખપદના શપથ લઈને 82 વર્ષના જો

બાઈડેનના ઉત્તરાધિકારી બનશે.

અગાઉ વીમેન્સ માર્ચ તરીકે ઓળખાતી પીપલ્સ માર્ચના બેનર હેઠળ વર્ષ ૨૦૧૭થી પ્રત્યેક વર્ષે દેખાવો યોજવામાં આવે છે.

ટ્રમ્પ  એ વિરોધી પોસ્ટર અને બેનરો દર્શાવતા દેખાવકારોએ નવા પ્રમુખ અને દુનિયાના સૌથી ધનિક ઉદ્યોગપતિ ઈલોન મસ્ક સહિત ટ્રમ્પના

કેટલાક સમર્થકો વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યો હતો.

 

મુકેશ અંબાણી અને નીતા અંબાણી એ શપથ પહેલા ના ડિનર મા જોડાયા હતા.

અમેરિકાના ચૂંટાયેલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સોમવારે પ્રમુખપદના શપથ લેશે.

સમારંભમાં હાજરી આપવા માટે દુનિયાના 100થી વધુ દિગ્ગજોને આમંત્રણ અપાયું છે.

આ દિગ્ગજોમાં ભારતના ટોચના ઉદ્યોગપતિ દંપતિ મુકેશ અને નીતા અંબાણીનો પણ સમાવેશ થાય છે.

આ શપથ સમારંભ પહેલાં શનિવારે અંગત ડિનરનું આયોજન કરાયું હતું.

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી અને રિલાયન્સ ફાઉન્ડેશનનાં ચેરપર્સન નીતા અંબાણીએ આ કાર્યક્રમમાં પણ હાજરી આપી હતી.

અને ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત કરી હતી.

અંબાણી પરિવાર અને ટ્રમ્પ પરિવાર લાંબા સમયથી એકબીજાની નજીક રહ્યા છે.

વર્ષ 2017માં ગ્લોબલ એન્ટરપ્રિન્યોરશિપ સમિટ સમયે ઈવાન્કા ટ્રમ્પ હૈદરાબાદ આવી હતી ત્યારે મુકેશ અંબાણી તે કાર્યક્રમમાં જોડાયા હતા.

આ સિવાય ૨૦૨૪માં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન પહેલાં જામનગરમાં યોજાયેલા પ્રી-વેડિંગમાં ઈવાન્કા ટ્રમ્પ, પતિ જેરેડ કુશનર

અને પુત્રી  અરેબેલા સાથે આવી હતી.

 

 

બાઇડેનના શપથ ગ્રહણમાં ડોનાલ્ડ ટ્રમ્પ  એ હાજર રહયા ન હતા.

ટ્રમ્પના પહેલા કાર્યકાળમાં પણ અમેરિકન લોકતંત્રનો હિસ્સો ગણાતી ઘણી પરંપરાઓ તૂટી હતી.

2020માં જ્યારે બાઇડેન ચૂંટણી જીત્યા હતા, ત્યારે ટ્રમ્પે જાહેર કર્યું હતું

કે આ ચૂંટણી ખરેખર તો ડેમોક્રેટિક પક્ષના બાઇડેને નહી, પણ તેમણે જ જીતી છે.

તેઓ બાઇડેનના શપથ ગ્રહણ સમારોહમાં પણ સામેલ નહોતા થયા અને પરંપરા તોડી હતી.

અમેરિકામાં નવનિર્વાચિત રાષ્ટ્રપતિના શપથગ્રહણમાં વિદાય લઇ રહેલા જૂના રાષ્ટ્રપતિ હાજર રહે છે.

નવા રાષ્ટ્રપતિને અભિનંદન આપે છે અને તેમને સત્તાનું હસ્તાંતરણ કરે છે, પણ ટ્રમ્પે આ પરંપરા ફગાવી દીધી હતી.

 

READ  MORE :

2030 સુધીમાં ચીન પાસે 1000 પરમાણુ બોમ્બ હોવાનું અનુમાન, ભારત અને અમેરિકાને ડર !

પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સોમવારે શપથ સમારંભ પહેલાં રવિવારે વોશિંગ્ટન ડીસીમાં કેપિટલ વન અરેના ખાતે ‘મેક અમેરિકા ગ્રેટ અગેઈન વિક્ટરી’ રેલીમાં જોડાયા હતા.

આ એ જ જગ્યા છે જ્યાં ટ્રમ્પે ૬ જાન્યુઆરી ૨૦૨૧માં તેમના પરાજયના વિરોધમાં સમર્થકોને કેપિટોલ હિલ કબજે કરવાની હાકલ કરી હતી.

 ઘટના પછી ટ્રમ્પે પહેલી વખત આ સ્થળ પર તેમના સમર્થકોને સંબોધન કર્યું હતું.

આ રેલીને ઈલોન મસ્ક અને ચૂંટાયેલા ઉપપ્રમુખ જેડી વાન્સ, અલ્ટિમેટ ફાઈટિંગ ચેમ્પિયનશિપના સીઈઓ ડેના વ્હાઈટ, કન્ઝર્વેટિવ એક્ટિવિસ્ટ

ચાર્લી કિર્ક અને કન્ઝર્વેટીવ ટેકેદાર મેગન કેલીએ પણ સંબોધન કર્યું હતું. 

દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે પ્રમુખપદે શપથ લીધા પછી કોઈપણ સમય બગાડયા વિના પહેલા જ દિવસે ૧૦૦થી વધુ આદેશો પર

હસ્તાક્ષર કરવાની તૈયારી કરી લીધી છે.

આ આદેશોમાં મોટાભાગે ટ્રમ્પના ચૂંટણી વચનોને પૂરા કરવાનો આશય છે.

ટ્રમ્પે જણાવ્યું હતું કે, પ્રમુખપદે શપથ લીધા પછી પહેલાં જ દિવસે વિક્રમી સંખ્યામાં આદેશો પર હસ્તાક્ષર કરવાની તેમની યોજના છે. 

 

READ  MORE  :

 

અમેરિકાની ઠંડી વચ્ચે ટ્રમ્પનો મોટો નિર્ણય : 1985 પછી પ્રથમ વખત US કેપિટલમાં શપથ સમારોહ યોજાશે

શટડાઉનનો ભય: અમેરિકનોમાં પગાર વગર કામ કરવા અને સરકારી સેવાઓ બંધ થવાની ચિંતા !

ટ્રમ્પના શપથગ્રહણ પહેલા યુક્રેન સાથેના યુદ્ધને સમાપ્ત કરવા પુતિનની યોજના !

Share This Article