ટ્રમ્પની નવી જાહેરાત
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપ્રમુખ જ્હોન કેનેડી, સિવિલ રાઈટ્સ લીડર માર્ટિન લૂથર કિંગ જૂનિયર અને સિનેટર
રોબર્ટ કેનેડીની હત્યાની કેસ ફાઈલના ખુલાસા કરવા આદેશ આપ્યો છે.
ટ્રમ્પે પોતાના પ્રથમ કાર્યકાળ દરમિયાન તેમની હત્યા સાથે જોડાયેલી ફાઈલ ખોલવાનુ વચન આપ્યું હતું.
પરંતુ ગુપ્તચર એજન્સીઓ દ્વારા પ્રેશર કરાતાં આ વિચાર માંડી વાળ્યો હતો.
હવે બીજી વખત રાષ્ટ્રપ્રમુખ પદે ચૂંટાઈ આવતાં તેમણે ફરી આ મુદ્દે ચર્ચાઓ શરૂ કરી છે.
ટ્રમ્પે તેમના પહેલા કાર્યકાળ દરમિયાન જ આ હત્યાઓ સંબંધિત ફાઇલો ખોલવાનું વચન આપ્યું હતું.
જોકે, ઈન્ટેલીજન્સ ઓફિસર્સની સલાહથી તેમણે આ વિચાર છોડી દીધો.
પરંતુ બીજા કાર્યકાળ માટે તેમના ચૂંટણી પ્રચાર દરમિયાન, તેમણે ફરી એકવાર તેના વિશે વચનો આપ્યા.
હવે રાષ્ટ્રપતિ બનતાની સાથે જ તેઓ એક્શનમાં આવી ગયા છે.
ટ્રમ્પની નવી જાહેરાત
પ્રજાને જાણવાનો અધિકાર
વ્હાઈટ હાઉસમાં આ આદેશ પર હસ્તાક્ષર કરતાં ડોનાલ્ડ ટ્રમ્પે આ કેસ સંબંધિત તમામ વિગતો જાહેર કરવા નિર્દેશ આપ્યો છે.
ટ્રમ્પે કહ્યું કે, આ રિપોર્ટના ખુલાસાઓથી રક્ષા, ગુપ્તચર, કાયદાકીય એજન્સીઓ અથવા રાજકીય અભિયાનોને થતાં સંભિવત
નુકસાન કરતાં પણ પ્રજાનો જાણવાનો હક છે.
ટોચના રાષ્ટ્રીય સુરક્ષા અધિકારીઓને નિર્દેશ છે કે, તે 15 દિવસની અંદર મારી સમક્ષ એક પ્લાન રજૂ કરી શકે છે.
જેમાં રેકોર્ડ્સનો કેવી રીતે ખુલાસો કરવો તેની રીત દર્શાવવામાં આવશે.
આદેશ મુજબ, પીડિતના પરિવારજનો અને અમેરિકાના લોકોને સત્ય જાણવાનો સંપૂર્ણ હક છે.
રાષ્ટ્રહિતમાં આ હત્યાઓ સંબંધિત તમામ ખુલાસાઓ તાત્કાલિક ધોરણે કરવા જોઈએ.
ગુપ્તચર એજન્સી ખુલાસો કરવા માગતી નથી
ગતવર્ષે ઓલ-ઈન નામના એક પોડકાસ્ટમાં ટ્રમ્પે દાવો કર્યો હતો.
મહાસત્તા ગણાતા અમેરિકામાં રાષ્ટ્રપ્રમુખની ઓફિસમાં જ હત્યા
અમેરિકાના 35માં રાષ્ટ્રપ્રમુખ જ્હોન કેનેડીની 22 નવેમ્બર, 1963ના રોજ લી હાર્વે ઓસ્વાલ્ડ નામના શખ્સે હત્યા કરી હતી.
એફબીઆઈએ ઓસ્વાલ્ડે એકલા હાથે જ રાષ્ટ્રપ્રમુખની ઓફિસમાં ઘૂસી આ હત્યા કરી હોવાનો ખુલાસો કર્યો હતો.
પરંતુ હત્યા પાછળનું ષડયંત્ર જાહેર કરવામાં આવ્યુ ન હતું.
તેવી જ રીતે યુએસ સેનેટર અને જ્હોન કેનેડીના ભાઈ રોબર્ટ એફ કેનેડીની જૂન, 1968માં પેલેસ્ટિનિયન સિરહાન સિરહાન
દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.
તેણે 1967 ના છ દિવસીય યુદ્ધમાં ઈઝરાયલને સમર્થન આપવા બદલ રોબર્ટ કેનેડીની હત્યા કરી હોવાનું જાણવા મળ્યું હતું.
જો કે, વાસ્તવિક કારણ અને ષડયંત્રનો પર્દાફાશ થયો ન હતો.
અમેરિકાના ગાંધી તરીકે ઓળખાતા સામાજિક કાર્યકર માર્ટિન લૂથર કિંગની પણ એપ્રિલ, 1968માં જેમ્સ અર્લ રે દ્વારા હત્યા કરવામાં આવી હતી.
READ MORE :
મેટા કંપની ફરીથી કરશે કર્મચારી છટણી , 3600 કર્મચારીઓને નોકરીમાંથી છુટા કરાશે