તુર્કીના સ્કી રિસોર્ટમાં ભયાનક આગ : અત્યાર સુધી 75 લોકોના મોત , અનેક લોકો ઘાયલ

તુર્કીના સ્કી રિસોર્ટમાં ભયાનક આગ 

તુર્કીના બોલુ પર્વતોમાં આવેલી ગ્રાન્ડ કાર્ટલ હોટલમાં લાગેલી ભીષણ આગમાં મંગળવારે 75 લોકોના મોત થયા હતા.

અને 50થી વધુ લોકો ઘાયલ થયા હતા.

આ ઘટના ઉત્તર-પશ્ચિમ તુર્કિયે સ્થિત એક પ્રખ્યાત પર્યટન સ્થળ કાર્તલકાયા સ્કી રિસોર્ટમાં બની હતી, જ્યાં તે સમયે 234 મહેમાનો રોકાયા હતા.

આગ લાગવાથી ગભરાટના કારણે કેટલાક લોકો ઇમારત પરથી કૂદી પડ્યા હતા, જેને કારણે તેમના મોત થયા હતા.

કેટલાક લોકોએ ચાદર અને ધાબળાની મદદથી પોતાના રૂમમાંથી નીચે આવવાનો પ્રયાસ કર્યો હતો.

આગના સમયે રિસોર્ટમાં 234 મહેમાનો રોકાયા હતા.

આગ લાગવાની જાણ થતા જ ફાયર બ્રિગેડ, રેસ્ક્યુ ટીમ અને મેડિકલ ટીમને ઘટના સ્થળે રવાના કરવામાં આવી હતી.

ફાયર બ્રિગેડ અને રેસક્યુ ટીમ દ્વારા 100થી વધુ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.

કર્તલકાયા સ્કી રિસોર્ટ ઇસ્તંબુલથી લગભગ 300 કિમી પૂર્વમાં કોરોગ્લુ પર્વતીય પ્રદેશમાં આવેલો છે.

કર્તલકાયા તુર્કીનું જાણીતું શિયાળુ પ્રવાસન સ્થળ છે. સ્કી સિઝન દરમિયાન અહીં મોટી સંખ્યામાં પર્યટકો આવે છે.

આ સમયે તુર્કીમાં શાળામાં રજા હોય છે, જેને કારણે અહીંની હોટેલો ભરેલી હોય છે.

 

તુર્કીના સ્કી રિસોર્ટમાં ભયાનક આગ 

આગ એ સવારે 3.30 વાગ્યે લાગી હતી 

આગ 12 માળની હોટલના રેસ્ટોરન્ટના ફ્લોર પર સવારે 3.30 વાગ્યે લાગી હતી, જે ઝડપથી સમગ્ર બિલ્ડિંગમાં ફેલાઈ ગઈ હતી.

પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે, હોટલમાં ધુમાડો ભરાઈ ગયો હોવાથી અફરાતફરીનો માહોલ સર્જાયો હતો .

અને હોટેલની ફાયર ડિટેક્શન સિસ્ટમ કામ કરવામાં નિષ્ફળ રહી હતી.

 

20 લોકોને બહાર કાઢવામાં આવ્યા

સ્કી ઈન્સ્ટ્રક્ટર નેમી કેપટૂટાને જણાવ્યું કે, તેણીએ 20 મહેમાનોને બહાર કાઢવામાં મદદ કરી હતી.

પરંતુ ભારે ધુમાડાને કારણે આગ ઓલવવામાં ઘણા લોકો માટે પણ લગભગ અસંભવ બની ગયું હતું.

ઉપરના માળે લોકો ચીસો પાડી રહ્યા હતા. એલાર્મ વાગ્યું ન હતું. મારી પત્નીને આગની ગંધ આવી હતી.

અને અમે મુશ્કેલથી બહાર નીકળવામાં સફળ થયા.

અધિકારીઓએ આગના કારણની તપાસ શરૂ કરી છે અને તપાસનું નેતૃત્વ કરવા માટે છ અધિકારીઓની નિમણૂક કરી છે.

હોટલ ના  બહારના ભાગમાં ચેલેટ-શૈલીના લાકડામાં આગની જ્વાળાઓથી આગ વિકરાળ બની હતી.

જેના કારણે આગને કાબૂમાં લેવામાં મુશ્કેલી પડી હતી.

હોટલનું સ્થાન ભેખડના કિનારે હોવાથી આગને કાબૂમાં લેવાના પ્રયાસોમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો.

 

READ MORE :

ઓસ્ટ્રેલિયામાં દુર્ઘટના: સી પ્લેનની દુર્ઘટના, પાઈલટ સહિત 3 લોકોના મોત, 3 દર્દીઓ ઈજાગ્રસ્ત

કૂદવાને કારણે બે લોકોના મોત થયા છે.

બોલુના ગવર્નર અબ્દુલ અઝીઝ અદીનના જણાવ્યા મુજબ  બે પીડિતોની મોત ગભરાઈને બહાર કૂદવાને કારણે થયા છે.

હોટેલમાં રોકાયેલા લોકોએ ઉપરના માળેથી નીચે ઉતરવા માટે બેડશીટ દોરડાનો ઉપયોગ કર્યો હતો.

જ્યારે અન્ય લોકો આગથી બચવા માટે બારી પાસે સૂઈ ગયા હતા.

આરોગ્ય મંત્રી કેમલ મામિસોગ્લુએ પુષ્ટિ કરી છે કે , 51 લોકો ઘાયલ થયા છે, જેમાંથી એકની હાલત ગંભીર છે.

ગૃહમંત્રી અલી યેરલિકાયાએ જાનમાલના નુકસાન અંગે દુઃખ વ્યક્ત કર્યું અને તેને દેશ માટે આ ઘટના ખૂબ જ દુઃખદ ગણાવી.

 

READ  MORE  :

 

PM મોદી : વિધાનસભા ચૂંટણી પછી ફેબ્રુઆરીમાં ફ્રાંસની મુલાકાતે , AI સમિટમાં વિશ્વનેતાઓને માર્ગદર્શન આપશે!

South Korea plane crash : વિમાન દુર્ઘટના પાછળ ‘પક્ષી અથડાયું’ એ કારણ પર શંકા વ્યક્ત કરી રહ્યાં છે નિષ્ણાતો જેમાં 179 લોકો માર્યા ગયા હતા

ટ્રમ્પનો શપથ સમારોહ : હજારો લોકોના સમર્થન અને વિરોધનો દેખાવ , અનેક પરંપરાઓ તોડશે

Share This Article