અમેરિકામાં વધુ એક વિમાન દુર્ઘટના : ઉડાનના 30 સેકન્ડમાં ભાંગી પડયુ , 2ના મોત, અનેક ઘાયલ

અમેરિકામાં વધુ એક વિમાન દુર્ઘટના

અમેરિકામાં ફરી એક વિમાન દુર્ઘટનાના સમાચાર છે.

વિમાન એ એરપોર્ટ પરથી સાંજે લગભગ 6.06 કલાકે ટેક ઑફ કર્યું હતું.

આ પ્લેન એ 1600 ફૂટની ઉંચાઈએ પહોંચ્યા પછી લગભગ 30 સેકન્ડ બાદ રડારથી ગાયબ થઈ ગયું હતું.

પેન્સિલવેનિયાના ફિલાડેલ્ફિયામાં એક નાનું વિમાન ટેકઓફ કર્યાના માત્ર 30 સેકન્ડ પછી ક્રેશ થયું. જેનાથી એક મોટો વિસ્ફોટ થયો હતો.

આ વિમાનમાં લગભગ 2 લોકો સવાર હતા જેમના મૃત્યુ થયાની આશંકા છે.

અત્યાર સુધીમાં છ લોકો ના મોતની માહિતી મીડિયા અહેવાલો દ્વારા મળી છે.

રાજ્યના ગવર્નર જોશ શાપિરોએ આ માહિતી આપી અને તેમણે કહ્યું કે વિમાન તૂટીને રહેણાંક વિસ્તારમાં પડતાં અનેક લોકો ઈજાગ્રસ્ત થયા હતા.

જેમાંથી ઘણાની હાલત ગંભીર હોવાથી મૃત્યુઆંક વધી શકે છે. 

ઘટના બાદ રાહત અને બચાવ કાર્ય ચાલુ છે. આ અકસ્માત ફિલાડેલ્ફિયા એરપોર્ટથી 4.8 કિલોમીટર ઉત્તરપૂર્વમાં થયો હતો.

અકસ્માત સ્થળ પરથી સામે આવેલી તસવીરો દર્શાવે છે કે કેટલાક ઘરોમાં પણ આગ લાગી છે.

આગ પર કાબુ મેળવવા માટે ફાયર વિભાગ દ્વારા પ્રયાસો ચાલુ છે.

 

READ MORE :

અમદાવાદમાં સ્ટ્રીટ લાઈટ બંધ : ટેન્ડર વિલંબના કારણે સ્ટ્રીટ લાઈટ બંધ, અંધકારમાં શહેર , AMC નિકાલ ક્યારે લાવશે?

28 એપ્રિલે યોજાશે કેનેડાની સામાન્ય ચૂંટણી, નવા વડાપ્રધાન માર્ક કોર્નીએ કરી જાહેરા

Share This Article