અમેરિકાનું જહાજ અડગ
હાલના દિવસોમાં અમેરિકા હૂતીબળવાખોરોને નિશાન બનાવી વિનાશ વેરી રહ્યું છે.
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એક વીડિયો શેર કરીને હુથીઓને ચેતવણી આપી હતી.
આ વીડિયોમાં દેખાય છે કે કેવી રીતે હૂતી બળવાખોરોના એક જૂથનો માત્ર 25 સેકન્ડમાં નાશ કરવામાં આવ્યો હતો.
આ વિડીયો રાજકીય અને વ્યૂહાત્મક દ્રષ્ટિકોણથી ઘણું મહત્વ ધરાવે છે.
હૂતી બળવાખોરોએ આંકડા જાહેર કર્યા હતા જેમાં કહેવામાં આવ્યું હતું.
કે, ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળની શરૂઆતથી અત્યાર સુધીમાં અમેરિકન હુમલાઓમાં ઓછામાં ઓછા 67 લોકો માર્યા ગયા છે.
જોકે વાસ્તવિક સંખ્યા વધુ હોઈ શકે છે.
ડોનાલ્ડ ટ્ર્મ્પના વીડિયો ના હૂતીઓ હૂતીઓ વર્તુળમાં ઉભા રહેલા જોઈ શકાય છે. આ પછી અચાનક વિસ્ફોટ થાય છે.
તેજસ્વી અગ્નિ પ્રકાશ બાદ આખો વિસ્તાર ધુમાડા અને ધૂળથી ઘેરાયેલો છે.
પછી વીડિયો ઝૂમ આઉટ થાય છે અને એક મોટો વિસ્તાર ધુમાડામાં છવાયેલો જોવા મળે છે.
તેમાં બે વાહનો પણ દેખાય છે. એવું માનવામાં આવે છે કે, આ વાહનોનો ઉપયોગ હુમલા માટે થયો હશે.
અમેરિકાનું જહાજ અડગ
ટ્ર્મ્પે એક મેસેજ આપ્યો
ડોનાલ્ડ ટ્ર્મ્પે વીડિયો શેર કરતી વખતે એક સંદેશ પણ આપ્યો છે.
તેમણે લખ્યું, આ હૂતીઓ હુમલાનું કાવતરું ઘડવા માટે ભેગા થયા હતા.
હવે હૂતીઓ કોઈ હુમલો કરી શકશે નહીં. હવે તેઓ અમારું જહાજ ડૂબાડી શકશે નહીં.
હૂતીઓ રાતા સમુદ્રમાં અવર-જવર કરતા જહાજોને નિશાન બનાવે છે.
હમાસને ટેકો આપવા માટે હૂતીઓ ઇઝરાયલી અને યુએસના જહાજોને વધુને વધુ નિશાન બનાવી રહ્યા છે.
તેનો જવાબ આપવા માટે, અમેરિકાએ હૂતીઓના ઠેકાણાઓનો નાશ કર્યો.
હૂતી બળવાખોરોએ હજુ સુધી તેમના કોઈપણ નેતાના મૃત્યુનો સ્વીકાર કર્યો નથી.
જ્યારે અમેરિકાએ પણ કોઈપણ માર્યા ગયેલા બળવાખોર નેતાઓના નામ જાહેર કર્યા નથી.
જોકે ટ્રમ્પ વહીવટીતંત્રના અધિકારીઓ વચ્ચેની લીક થયેલી વાતચીતમાં જાણવા મળ્યું છે.
કે, બળવાખોરોના મિસાઇલ ફોર્સના એક નેતાને નિશાન બનાવવામાં આવ્યો હતો.
હૂતીઓને ઈરાનનો ટેકો મળે છે. નિષ્ણાતો કહે છે કે, આ હુમલો ઈરાનના પરમાણુ કાર્યક્રમનો જવાબ છે.
વ્હાઇટ હાઉસની પ્રેસ કોન્ફરન્સમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે, આ હુમલાઓથી ઈરાન નબળું પડી ગયું છે.
READ MORE :
મ્યાનમાર બાદ ટોંગા દેશમાં 7.1 ની તીવ્રતાનો ભૂકંપ ,સુનામીની ચેતવણી જારી