વડોદરામાં મહાવિનાશક પૂરથી થયેલા નુકસાનનું પૂરેપૂરું વળતર આપવાની માંગણી સાથે આજે શહેરના
પ્રતાપનગર વિસ્તારમાં અલ્પના ટોકીઝ પાસે અસરગ્રસ્તો સાથે કોંગ્રેસે દેખાવો યોજયા હતા, અને તંત્ર વિરુદ્ધ
સૂત્રોચ્ચાર કરી આક્રોશ વ્યક્ત કર્યો હતો. આર્થિક સહાયના નામે ગુજરાત સરકાર દ્રારા વડોદરાના વિવિધ
વિસ્તારના લોકોને લોલીપોપ આપેલ છે એવો આક્ષેપ કરીને રહીશોએ વેદના વ્યક્ત કરી હતી કે
જરૂરિયતમંદોને આર્થિક સહાય તાત્કાલીક મળેએ જરૂરી છે.
દિવાળીનોતહેવાર નજીકમાં છે અને લોકો પાસે દિવાળી ઉજવવાના પૈસા પણ નથી.
બધું વિનાશક પૂરમાં ખલાસ થઈ ગયું છે. હાથમાં પ્લે કાર્ડ લઈને તંત્ર વિરુદ્ધ સૂત્રોચાર કરી પૂરપીડીતોએ
પોતાની વેદના વ્યક્ત કરી હતી. ગરીબોને ન્યાય આપવા, પૂર અસરગ્રસ્તોને અન્યાય નહીં
કરવા અને સહાયના નામે ભ્રષ્ટાચાર બંધ કરવાની માંગણી કરી હતી.
કોર્પોરેશનમાં વિરોધ પક્ષ કોંગ્રેસના નેતા ચંદ્રકાંત ભથ્થુએ કહ્યું હતું કે શહેરમાં હજી 40% થી વધુ લોકોને રાહત મળી નથી.
સરકારી તંત્ર વાયદો કર્યો હતો કે દસ દિવસમાં તમામને રાહત મળી જશે, પરંતુ આજે દોઢ મહિના જેટલો સમય થઈ ગયો છે.
લોકો રાહત માટે આજીજીઓ કરી રહ્યા છે. ગરીબોનો અવાજ તંત્ર સુધી પહોંચાડવા આજે આ દેખાવો યોજવામાં આવ્યા છે.
read more :
જો તાત્કાલિક સહાય નહીં મળે તો વડાપ્રધાન સુધી રજૂઆત કરવામાં આવશે. પ્રતાપ નગર વિસ્તારની
ભારત વાડી, યમુના મિલ ચાલી, કુંભારવાડા, ગાજરાવાડી, નવાપુરા વગેરે વિસ્તારમાં રહેતા ગરીબોનું પૂરમાં
બધું ખલાસ થઈ ગયું છે. દિવાળી કરવાના પણ પૈસા નથી. શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશીએ કહ્યું હતું કે
હજુ પૂરના સર્વે થયા નથી. ગઈકાલે કોર્પોરેશનમાં મેયરે બોલાવેલી બેઠકમાં ભાજપના કોર્પોરેટરો એ સહાય
આપવાની માગ કરી હતી, એ જ બતાવે છે કે લોકો હજી સહાયથી વંચિત છે.
પાણી ઓસરતાં ખબરઅંતર માટે ચૂંટાયેલા નેતાઓ લોકોની વચ્ચે ગયા તો લોકોના આક્રોશનો ભોગ બન્યા હતા.
રાજ્યના શિક્ષણમંત્રી કુબેર ડિંડોર જ્યારે પાર્ટી કાર્યકરો સાથે અસરગ્રસ્ત વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા હતા
ત્યારે એક સ્થાનિક રહેવાસીએ તેમને જતા રહેવાનો હાથથી ઇશારો કર્યો હતો.
વડોદરાનાં ધારાસભ્ય મનીષા વકીલ જ્યારે હરણી વિસ્તારમાં સફાઈ કરાવવા માટે પહોંચ્યાં તો લોકોએ તેમનો હુરીયો બોલાવ્યો હતો.
વિધાનસભાના દંડક બાલુભાઈ શુક્લ સમા વિસ્તારમાં પહોંચ્યા તો લોકોએ તેમને ત્યાંથી રવાના કરી દીધા હતા.
વિરોધના સમયમાં નેતાઓની ભૂમિકા
વડોદરાના ધારાસભ્ય કેયૂર રોકડિયા જ્યારે આકોટા વિસ્તારમાં રાહતસામગ્રીની કીટનું વિતરણ કરવા ગયા
ત્યારે તેમને પણ લોકોની નારાજગીનો સામનો કરવો પડ્યો હતો. લોકોએ તેમને જાકારો આપ્યો હતો.
લોકોએ તેમને સવાલ કર્યો હતો કે, ‘અમે જ્યારે પાણીમાં હતા ત્યારે કેમ કોઈ ન આવ્યું? કેમ ભોજનનું પૂછવા કોઈ ન આવ્યું?’
આ ઘટના પછી કેયૂર રોકડીયાએ બીબીસીને જણાવ્યું હતું કે, “જનતાનો રોષ હોય એ સાંભળવાની તૈયારી એક જનપ્રતિનિધિની હોવી જોઈએ.
જ્યાં મારો વિરોધ થાય ત્યાં શું મારે રાહતસામગ્રીની કીટ આપવા ન જવુ જોઈએ? હું ફરીથી ત્યાં ગયો હતો અને લોકોએ કીટ પણ લીધી હતી.
નેતાએ સાંભળવાની તૈયારી રાખવી જોઈએ. જો નેતા જ નહીં સાંભળે તો લોકો શું કરશે?”
તેમનો દાવો છે કે તેઓ હંમેશા જનતાની સેવા માટે તત્પર હોય છે.
આ વિશે વિગતો આપતા તેમણે બીબીસીને જણાવ્યું, “નગરસેવક હોય, ધારાસભ્ય હોય કે સાંસદ હોય.
અંતે તો પ્રજાએ ચૂંટેલા પ્રતિનિધિ છે. અમે લોકો પ્રજાની સેવા માટે જ છીએ.