વંદે ભારત ટ્રેન
ભારતીય રેલવે એ શનિવારે શ્રી માતા વૈષ્ણો દેવી કટરા અને શ્રીનગર રેલવે સ્ટેશન વચ્ચે પ્રથમ વંદે ભારત ટ્રેનની ટ્રાયલ રન હાથ ધરી હતી.
આ ટ્રેન એ આઇકોનિક અંજી ખાદ બ્રિજ અને ચિનાબ બ્રિજ પરથી પસાર થઇ હતી .
અંજી ખાદ બ્રિજ ભારતનો સૌપ્રથમ કેબલ સ્ટેઇડ રેલવે બ્રિજ છે, જ્યારે ચિનાબ બ્રિજ વિશ્વનો સૌથી ઊંચો રેલવે બ્રિજ છે.
કાશ્મીર ખીણના કઠોર વાતાવરણને ધ્યાનમાં રાખીને, આ અનોખી વંદે ભારત ટ્રેન ભારતના અગ્રણી સેમી-હાઇ-સ્પીડ રેલ નેટવર્ક સાથે
આ ક્ષેત્રને જોડવામાં એક મહત્વપૂર્ણ સીમાચિહનરૂપ સાબિત થશે.
નવી સેવાથી કનેક્ટિવિટીમાં સુધારો થશે, પર્યટનને વેગ મળશે અને યાત્રાળુઓ, પ્રવાસીઓ અને સ્થાનિક રહેવાસીઓ
માટે મુસાફરીની સુવિધામાં વધારો થશે. આ નવી સેવાથી જમ્મુ અને શ્રીનગર વચ્ચેની કનેક્ટિવિટીમાં નોંધપાત્ર સુધારો થવાની અપેક્ષા છે,
જે પર્યટનને પણ પ્રોત્સાહન આપશે અને મુસાફરીના અનુભવને સરળ બનાવશે.
વંદે ભારત એક્સપ્રેસ સાથે, અપગ્રેડેડ સુવિધાઓ અને મુસાફરીનો ટૂંકો સમય કાશ્મીર ક્ષેત્રમાં મુસાફરીમાં ક્રાંતિ લાવી શકે છે.
આ ટ્રેન આ સ્ટેશનો વચ્ચેથી પસાર થશે
કટરા અને શ્રીનગર વચ્ચેનું અંતર 203 કિમી છે અને આ રસ્તે ટ્રેન 38 ટનલ અને 927 બ્રિજ પરથી પસાર થશે.
સૌથી લાંબી ટનલ T-50 છે, જે 12.8 કિમી લાંબી છે. પુલોની કુલ લંબાઈ આશરે 13 કિમી છે અને ટનલની કુલ લંબાઈ 119 કિમી છે,
એટલે કે આ માર્ગનો અડધો ભાગ ટનલમાંથી પસાર થાય છે. આ સેમી હાઈ સ્પીડ ટ્રેન 70થી 75 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડશે.
બંને શહેરો વચ્ચે સાત સ્ટેશન હશે – રિયાસી, સવાલકોટ, સંગલદાન, રામબન, બનિહાલ, કાજીગુંજ અને બિજબહરા.
વંદે ભારત એક્સપ્રેસ અઠવાડિયામાં છ દિવસ દોડશે અને 203 કિલોમીટરનું અંતર ત્રણ કલાક અને 10 મિનિટમાં કાપશે.
કટરા થી શ્રીનગર સુધી વંદે ભારત ટ્રેનની ટિકિટ કેટલી હોય શકે છે.
આ વર્ષે ફેબ્રુઆરીમાં વાણિજ્યિક કામગીરી શરૂ થવાની સંભાવના છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી પ્રથમ સપ્તાહ દરમિયાન તેનું ઉદ્ઘાટન કરે તેવી સંભાવના છે.
રેલવે બોર્ડ એ હજુ ચોક્કસ તારીખ અને સમય નક્કી કરી રહ્યું છે.
કટરા-શ્રીનગર વંદે ભારત ટ્રેનની ટિકિટના ભાવ હજુ કન્ફર્મ થયા નથી.
પરંતુ એક અંદાજ મુજબ એસી ચેર કારનું ભાડું 1500 થી 1600 રૂપિયાની આસપાસ હોઈ શકે છે.
જ્યારે એક્ઝિક્યુટિવ ચેર કારનું ભાડું 2200 થી 2500 રૂપિયા સુધી હોઈ શકે છે.
આ મુસાફરોને કાશ્મીરના સુંદર દૃશ્યોની મજા માણતી વખતે આરામદાયક અને વૈભવી મુસાફરીનો અનુભવ આપશે.
વંદે ભારત એક્સપ્રેસને ખાસ એન્ટી ફ્રીઝિંગ ટેકનોલોજીથી બનાવવામાં આવી છે.
આ ટ્રેન 20 ડિગ્રી સેલ્સિયસ સુધીના તાપમાનમાં પણ ફૂલ સ્પીડે દોડી શકે છે.
ઠંડીમાં મુસાફરો, ડ્રાઈવરો અને રેલવે કર્મચારીઓને કોઈ પણ પ્રકારની અગવડતાનો સામનો ન કરવો પડે.
તે માટે આ ટ્રેનનું નિર્માણ ચેન્નઈની ઇન્ટિગ્રલ કોચ ફેક્ટરીમાં કરવામાં આવ્યું છે, જેમાં અદ્યતન હીટિંગ સિસ્ટમ છે.
ડ્રાઇવરની કેબિનની વિન્ડશિલ્ડ પણ હીટિંગ સિસ્ટમથી સજ્જ છે, જે આગળના ભાગનું સ્પષ્ટ દૃશ્ય આપે છે.
આ ઉપરાંત પાણીની પાઇપલાઇન અને બાયો-ટોઇલેટમાં પાણી જામી ન જાય તે માટે ખાસ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
વિદેશમાં વસતા ભારતીય મૂળના લોકો પણ આ ટ્રેનનો અનુભવ લેવા માટે આતુર છે.
અને કેટલાક બાળકોએ તેમની ભારત મુલાકાત દરમિયાન વંદે ભારતમાં સવારી કરવાની ઇચ્છા વ્યક્ત કરી છે.
વંદે ભારત એક્સપ્રેસ ભારતની પ્રથમ સ્વદેશી સેમી-હાઇ-સ્પીડ ટ્રેન છે.
ભારતની ‘મેક ઇન ઇન્ડિયા’ પહેલ હેઠળ વંદે ભારત એક્સપ્રેસ ભારતની પ્રથમ સ્વદેશી સેમી-હાઇ-સ્પીડ ટ્રેન છે.
તેની પ્રથમ ટ્રેન 15 ફેબ્રુઆરી 2019 ના રોજ નવી દિલ્હી અને વારાણસી વચ્ચે શરૂ કરવામાં આવી હતી. જેની મહત્તમ ગતિ 160 કિમી પ્રતિ કલાક હતી.
નાણાકીય વર્ષ 2022-23 માં વંદે ભારત ટ્રેનમાં આશરે 31.84 લાખ મુસાફરોએ મુસાફરી કરી હતી, જેનો ઉપયોગ દર 96.62% છે.
વંદે ભારત ટ્રેનો તેમની શ્રેષ્ઠ સુવિધાઓ, સલામતી સુવિધાઓ અને બખ્તર તકનીક માટે જાણીતી છે.
આ ઉપરાંત દિવ્યાંગ વ્યક્તિઓ માટે સુલભ શૌચાલયો અને બ્રેઇલ સાઇનેજ જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ છે.
ભારતીય રેલવે વંદે ભારત ચેર કાર, વંદે ભારત સ્લીપર, નમો ભારત અને અમૃત ભારત સહિત ચાર નવા પ્રકારની ટ્રેનો સાથે પોતાના કાફલાનું
વિસ્તરણ કરી રહી છે. આ ટ્રેનો એ દેશભરના મુસાફરોને ઉચ્ચ ગુણવત્તાની સેવાઓ પૂરી પાડશે.
વંદે ભારત સ્લીપર ટ્રેનો ટ્રાયલ તબક્કાની નજીક પહોંચી ગઈ છે. ત્યારે ચેન્નાઈની ઇન્ટિગ્રલ કોચ ફેક્ટરીમાં ઉત્પાદન
શરૂ થાય તે પહેલાં ડેટાનું વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે.
READ MORE :
India News : કર્ણાટક હાઈકોર્ટે મસ્જિદોમાં રામ જાપ પરની અરજી કેમ ફગાવી
ત્રીજા વિશ્વ યુદ્ધની તૈયારી કરો : ફીનલેન્ડ, સ્વીડન, નોર્વે તરફથી નાગરિકોને અપીલ