વાવ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે તા.13 નવેમ્બર, 2024ના રોજ એટલે કે આજે 192 મતદાન
મથક કેન્દ્રો પર મતદાન શરૂ પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે. વહેલી સવારે 7 વાગ્યાથી જ મતદારો મત આપવા
માટે મતદાન કેન્દ્ર પર પહોંચી ગયા છે. મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વાવ વિધાનસભા
મતદાર વિભાગ માટે ભરાયેલા 21 ઉમેદવારો પૈકી ચકાસણી અને ફોર્મ પાછા ખેંચાવાની પ્રક્રિયા બાદ કુલ
દસ ઉમેદવારો વચ્ચે યોજાનાર ચૂંટણીમાં 3.10 લાખ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.
આ ચૂંટણીમાં ભાજપ તરફથી સ્વરૂપજી ઠાકોર, કોંગ્રેસમાંથી ગુલાબસિંહ રાજપૂત અને ભાજપના બળવાખોર
ઉમેદવાર માવજી પટેલે ઝંપલાવ્યુ છે. તીવ્ર રસાકસી ભરી આ ચૂંટણીમાં ઠાકોર, ચૌધરી, ક્ષત્રિય અને દલિત
સમાજના મતદારો નિર્ણાયક સાબિત થશે. ભાજપના પ્રદેશ નેતાઓ અને આખી સરકારે પોતાની પ્રતિષ્ઠા
દાવ પર લગાવી છે. આ મતવિસ્તારના વિવિધ 192 મતદાન મથક કેન્દ્રો પર આવેલા કુલ 321 પોલીંગ સ્ટેશન
પર સવારે 07.00 થી સાંજના 06.00 કલાક સુધી મતદાન યોજાશે. જેના માટે 321 બેલેટ યુનિટ, 321
કંટ્રોલ યુનિટ અને 321 વીવીપેટનો ઉપયોગ કરવામાં આવશે.
read more :
મતદાન મથકો ખાતે કુલ 1,412 જેટલા અધિકારી/કર્મચારીઓ ફરજ બજાવશે. વાવ
વિધાનસભાની ચૂંટણીમાં 1,61,296 પુરૂષ, 1,49,478 સ્ત્રી અને 01 થર્ડ જેન્ડર મળી
કુલ 3,10,775 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે. તા.23 નવેમ્બર,
2024ના રોજ મતગણતરી બાદ પરિણામની જાહેરાત કરવામાં આવશે.
વાવ બેઠકનો ઇતિહાસ જોઈએ તો અહીં સૌથી વધુ મતદારો ઠાકોર સમાજના છે.
ત્યારબાદ દલિત અને ત્રીજા સ્થાને ચૌધરી અને માલધારી સમાજ આવે છે.
વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક પ્રફુલ ત્રિવેદીએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે,
“આ વખતે વાવની પેટાચૂંટણી ભાજપ અને કૉંગ્રેસ માટે પ્રતિષ્ઠાનો જંગ છે, કારણ કે બંને
પક્ષમાં આંતરિક અસંતોષ દેખાઈ રહ્યો છે, એટલે જ બંને પક્ષે છેલ્લી ઘડીએ ઉમેદવાર જાહેર કર્યા છે.”
“કૉંગ્રેસના અહીં ઠાકરશી રબારી, કે.પી. ગઢવી નારાજ છે અને ગેનીબહેનના કૌટુંબિક કાકા ભુરાજી ઠાકોર અહીંથી અપક્ષ ચૂંટણી લડી રહ્યા છે.”
“તો બીજી તરફ રામજી ચૌધરી અને ભાજપના દિગ્ગ્જ નેતા શંકર ચૌધરીના સાથી જામાભાઈ ચૌધરી
અપક્ષ ચૂંટણી લડી રહ્યા છે. અલબત્ત, 30 તારીખ સુધીમાં કેટલા અપક્ષને મનાવી ફૉર્મ પાછું ખેંચાય છે એની ઉપર મદાર છે.”
વાવ બેઠકનો ઇતિહાસ જોઈએ તો અપક્ષ ઉમેદવારોએ રાષ્ટ્રીય અને પ્રાદેશિકપક્ષોના જીતના સમીકરણ
બગાડી નાખ્યા છે. તાજેતરની વિધાનસભા ચૂંટણીઓમાં પણ અપક્ષોનું મહત્ત્વ છતું થયું હતું.
ક્યારે તૈનાત થાઇ છે મિલેટ્રી ફોર્સ કંપનીઓ મતદાન મથકો પર
વાવ વિધાનસભા બેઠક માટે પેટાચૂંટણી માટે આજે તા.13 નવેમ્બરના રોજમતદાન યોજાશે.
ચૂંટણી મુક્ત, ન્યાયી અને નિષ્પત વાતાવરણમાં સંપન્ન થાય અને મતદારો કોઈપણ જાતના
ભય કે શેહશરમ વગર મતદાન કરી શકે અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી
321 મતદાન મથકો ખાતે ખાસ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. બનાસકાંઠાના
પોલીસ અધિક્ષકના જણાવ્યા અનુસાર 1 વાવમાં કાયદો અને વ્યવસ્થાના સુચારુ આયોજન
માટે કુલ 7 જેટલી મિલેટ્રી ફોર્સ કંપનીઓ તૈનાત કરવામાં આવી છે. જેમા જ પેરા મિલેટી અને
3 એસઆરપી – કંપનીઓ ગોઠવવામાં આવી છે. તમામ 1 ક્રિટિકલ બુથ અને વાવ વિધાનસભાને –
જોડતી સાત ચેક પોસ્ટ પર સીએપીએફ – કંપનીઓને સુરક્ષા સોંપવામાં આવી છે. દરેક પોલિંગ બુથ
અને બિલ્ડિંગ પર ચૂંટણી પંચના ફોર્સ ડિપ્લોમેટ પ્લાન અંતર્ગત કર્મચારીઓ અને પોલીસ જવાનોને ગોઠવવામાં આવ્યા છે.
દરેક 4 ગામદીઠ એક પોલીસ પેટ્રોલિંગ મોબાઈલ રૂટની સાથે દરેક પોલીસ સ્ટેશન ખાતે કિવક રિસ્પોન્સ ટીમ
તૈનાત કરવામાં આવી છે. જયારે સોશિયલ મીડિયાના – મોનીટરીંગ માટે પાલનપુર-ખાતે
સાયબર કાઈમ પોલીસ સ્ટેશન ખાતે યુનિટ ઊભું કરાવે છે.
read more :
ડિજિટલ કરન્સી અને ડિજિટલ અરેસ્ટનો ખતરો, ચેતવજો ! મોબાઇલથી ઘરે બેઠા લૂંટાશો, સાવધાન રહો !
Vivo Y300 : ભારતીય બજારમાં આવી રહ્યું છે , રંગ , વિકલ્પો અને કેમેરા સ્પેસિફીકેશન્સ જાહેર થયા !
“પ્રેમ અને રાજકારણમાં કોઈ નિયમ નથી”: ગડકરીનું શરદ પવાર પર નિવેદન