હવામાન વિભાગની ચેતવણી : 28મી તારીખથી રાજ્યમાં વાદળછાયું વાતાવરણ સર્જાશે, જાણો પરેશ ગોસ્વામીની આગાહી

હવામાન વિભાગની ચેતવણી

રાજ્યમાં ફરી ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. જ્યારે દિવસ દરમિયાન ઠંડી કરતાં થોડીક ગરમી જોવા મળી રહી છે.

આવામાં આગામી દિવસોમાં રાજ્યનું હવામાન કેવું રહેશે, તે અંગે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી દ્વારા આગાહી કરવામાં આવી છે.

તેમણે આગામી દિવસોમાં હવામાનમાં આવનારા પલટા વિશે માહિતી આપી છે.

પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે, 28 તારીખ સુધી ઠંડીનો ચમકારો જોવા મળશે. હમણા ઝાકળની કોઈ શક્યતાઓ દેખાતી નથી.

આવનારા સમયમાં ઝાકળનો એક રાઉન્ડ આવશે. આ રાઉન્ડ 28 તારીખથી ચાલુ થઈ શકે.

તે એટલા માટે કે અત્યારે જે ઉત્તરના પવનો છે, તેની દિશા બદલાશે.  28 તારીખથી હવામાનમાં પલટો આવશે.

28 તારીખથી 5 ફેબ્રુઆરી સુધી ગુજરાતના હવામાનમાં પલટો રહેવાનો છે. જેમાં અનેક જગ્યાએ વાદળછાયું વાતાવરણ રહેવાનું છે.

આ સમયગાળા દરમિયાન રાજ્યમાં હવામાન સામાન્ય રીતે સૂકું રહ્યું હતું.

આગાહી કરી છે કે આગામી એક સપ્તાહ સુધી હવામાન સૂકું અને સામાન્ય રહેશે.

રાજસ્થાનમાં આગામી ત્રણ દિવસ સુધી કડકડતી ઠંડી પડવાની હવામાન નિષ્ણાતોએ આગાહી કરી છે.

પશ્ચિમ બંગાળમાં આગામી 7 દિવસ સુધી સૂર્યપ્રકાશ રહેશે. વરસાદની કોઈ શક્યતા નથી.

ભારતીય હવામાન વિભાગના વૈજ્ઞાનિક ડૉ.સોમનાથ દત્તાએ જણાવ્યું કે બંગાળમાં આગામી 7 દિવસ સુધી વરસાદની કોઈ શક્યતા નથી.

જોકે, 28 જાન્યુઆરીએ દાર્જિલિંગ અને અન્ય એક જગ્યાએ હળવો વરસાદ થવાની સંભાવના છે.

દાર્જિલિંગ, જલપાઈગુડી ઉત્તર દિનાજપુરમાં 27 જાન્યુઆરીથી 28 જાન્યુઆરીની સવાર સુધી ધુમ્મસની સંભાવના છે.

આગામી દિવસોમાં લઘુત્તમ તાપમાનમાં 3 થી 4 ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના છે.

હવામાન વિભાગની ચેતવણી 

ફેબ્રુઆરી મહિનાની શરૂઆતમાં ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં હિમવર્ષા થશે.

 કેટલાક રાજ્યોમાં ભારે ઠંડી પડશે તો કેટલાક રાજ્યમાં વરસાદ પડશે.

વેસર્ટન ડિસ્ટર્બન્સને કારણે બિહાર, ઝારખંડ, ઓરિસ્સાથી છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને દક્ષિણ

ભારતમાં ફેબ્રુઆરીની શરૂઆતમાં સામાન્યથી ભારે વરસાદ થવાની સંભાવના છે.

આ સમયગાળામાં ઉત્તર પ્રદેશ, બિહાર, નાગાલેન્ડ અને ઉત્તર પૂર્વના રાજ્યમાં ગાઢ ધુમ્મસ રહેશે.

આગામી દિવસોમાં રાજધાની દિલ્હીમાં તીવ્ર ગરમીથી લોકો મુશ્કેલી અનુભવશે.

બે દિવસ બાદ ઉત્તર-પશ્ચિમ, મધ્ય ભારત અને મહારાષ્ટ્રના તાપમાનમાં બેથી ચાર ડિગ્રીનો વધારો થશે.

રાજસ્થાનમાં આગામી દિવસોમાં તીવ્ર ઠંડીનો વારો છે.

પશ્ચિમ બંગાળમાં આગામી દિવસોમાં ખુશનુમા વાતાવરણ રહેશે અને વરસાદની શક્યતા નથી.

 

READ MORE :

MS University : વડોદરાની MS યુનિવર્સિટીમાં પેવેલિયન ગ્રાઉન્ડ મુદ્દે ચર્ચા, નવા વિવાદનું ઉદ્ભવ

વિદ્યાર્થીઓને વાહનોમાં ભરી સરકારી કાર્યક્રમોમાં લઈ જવા માટે ગાઈડલાઈન કેમ નથી?

Share This Article