હવામાન અપડેટ
દક્ષિણ ગુજરાતના ખેલૈયાઓની નવરાત્રિના રંગમા ભંગ પડશે. કારણ કે,
હવામાન વિભાગે સાંજ પછી દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમા ભારે વરસાદની આગાહી કરી છે.
ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગાની આગાહી અનુસાર આગામી
48 કલાક દક્ષિણ સૌરાષ્ટ્રના જિલ્લાઓમા ભારી વરસાદની સંભાવના છે,
જેને કારણે રાજ્યભરમા મહત્તમ તાપમાનમા ઘટાડો થશે.
મધ્ય ગુજરાતમા અમદાવાદ સહિર આસપાસના જિલ્લાઓમા આજે અહેલી સવારથી જ વાદળછાયા
વાતાવરણને કારણે આજે શહેરીજનોને બફારાનો અનુભવ ત્રણથી ચાર ડિગ્રી સેલ્સીયસ ઘટે રેવી શક્યતાઓ છે.
અમદાવાદ શહેરમા પણ આજે સાંજ પછી હળવા વરસાદની શક્યતા છે.
11 જિલ્લામા યલો એલર્ટ
1. ભરુચ 6. ડાંગ 11. જૂનાગઢ
2. નર્મદા 7. વલસાડ
3. સુરત 8. અમરેલી
4. તાપી 9. ભાવનગર
5. નવસારી 10. ગીર સોમનાથ
48 કલાક વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી મુજબ આજે સાંજ પછી દક્ષિણ ગુજરાત સહિત દક્ષિણ
સૌરાષ્ટ્રના ભાગોમા ભારે વરસાદની સંભાવના છે. કારણ કે ગતરોજ ગોવા પાસે જે પૂર્વ મધ્ય અરબ
સાગરમા વેલમાર્ક લો પ્રેશર સક્રિય હતુ, તે આગળ વધીને મહારાષ્ટ્ર પાસેના દરિયા કાંઠાના વિસ્તરોમા સક્રિય છે.
તેને કારણે ગુજરાતના કેટલાક પ્રદેશોમા ભારે વરસાદની સંભાવના છે,
જે સમયગાળા દરમિયાન વરસાદ વરસે ત્યારે ગાજવીજની પણ સંભાવના છે.
દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમા આગામી 48 કલાક ભારે વરસાદની આગાહીને પગલે દરિયાકાંઠાના
વિસ્તારોમા માછીમારોને દરિયો ન ખેડવા સુચના પણ આપવામા આવે છે.
Read More : “ગૂગલ દ્વારા શા માટે 48 વર્ષની વયના વ્યક્તિને નોકરી પર રાખવા માટે 22, કરોડનો ખર્ચ કર્યો!”
અમદાવાદ આસપાસના જિલ્લામા હળવા વરસાદની આગાહી
આમદાવાદ સહિત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગોમા આજે વાદળછાયુ વાતાવરણની સંભાવના છે.
તથા અમદાવાદ સહિત આસપાસના જિલ્લાઓમા બપોર પછી હળવા વરસાદી ઝાપટા વરસી શકે છે.
એટલે કે નવરાત્રીના છેલ્લા દિવસે રાજ્યના કેટલાક વિસ્તારોમા ખેલૈયાઓની નવરાત્રિના રંગમા ભંગ પડી શકે છે.
હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી સાથે દક્ષીણ ગુજરાત અને
દક્ષિણ સૌરાષ્ટ્રના જિલ્લાઓમા આગામી બે દિવસ માટે યલો એલર્ટ પણ જાહેર કર્યુ છે.
યલો એલર્ટ
- ભરુચ
- નર્મદા
- સુરત
- તાપી
- નવસારી
- ડાંગ
- વલસાડ
- દમણ
- દાદરા નગર હવેલી
- અમરેલી
- ભાવનગર
- ગીર સોમનાથ
- જૂનાગઢ
- દીવ
Read More : Ahmedabad News : અમદાવાદમાં ઈઝરાયલ- ઇરાન યુદ્ધની અસર ગરબા પર, ફાલ્ગુની પાઠકના ગરબાનો કાર્યક્રમ મુલતવી