WHOમાંથી અમેરિકા બહાર
ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે અમેરિકાના 47 માં રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા હતા.
શપથ લીધા પછી તરત જ, ટ્રમ્પે ઓવલ ઓફિસમાં ચાર્જ સંભાળતી વખતે ઘણા એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા.
આ સમયગાળા દરમિયાન, તેમણે બાયડન સરકારના 78 નિર્ણયોને રદ કર્યા છે.
આ સાથે તેમણે પેરિસ ક્લાઈમેટ એગ્રીમેન્ટમાંથી અમેરિકાના ખસી જવાની જાહેરાત કરી હતી.
ટ્રમ્પે મોટો નિર્ણય લીધો છે અને વિશ્વ આરોગ્ય સંસ્થા એટલે કે WHOમાંથી અમેરિકાને બહાર કરવાના આદેશ પર પણ હસ્તાક્ષર કર્યા છે.
આ પહેલા ટ્રમ્પ અમેરિકાને પેરિસ ક્લાઈમેટ એગ્રીમેન્ટમાંથી પણ બહાર લઈ ચૂક્યા છે.
6 જાન્યુઆરી, 2021ના રોજ કેપિટોલ હિલ પર થયેલા હુમલામાં દોષિત 1500 લોકોને માફી આપી.
અમેરિકામાં TikTokના સંચાલન માટે 75 દિવસની સમય મર્યાદા નક્કી કરવામાં આવી.
ટિક-ટોકની પેરન્ટ કંપની બાઇટડાન્સ દ્વારા રવિવારે તેમની સર્વિસને અમેરિકામાં બંધ કરી દેવામાં આવી હતી.
જોકે ડોનાલ્ડ ટ્રમ્પે એક્ઝિક્યુટિવ ઑર્ડર પાસ કરીને ફરી સર્વિસ શરુ કરી દીધી છે.
WHOમાંથી અમેરિકા બહાર
ડોનાલ્ડ ટ્રમ્પે શું કહ્યુ જાણો ?
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનમાંથી અમેરિકાને પાછું ખેંચવાના એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કરતાં કહ્યું
કે, જ્યારે હું અહીં હતો ત્યારે અમે વિશ્વ આરોગ્ય સંસ્થાને 500 મિલિયન ડોલર ચૂકવ્યા હતા અને મેં તેને સમાપ્ત કર્યું.
1.4 અબજની વસ્તી ધરાવતું ચીન માત્ર $39 મિલિયન ચૂકવી રહ્યું હતું અને આપણે 500 મિલિયન ચૂકવતા હતા. તે મને થોડું અન્યાયી લાગ્યું.
WHO ચેપી રોગો તેમજ માનવતાવાદી કટોકટી પર ધ્યાન કેન્દ્રિત કરીને વૈશ્વિક આરોગ્યના જોખમો સામે લડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
જોકે આ સંગઠનમાંથી અમેરિકા બહાર નીકળવાથી WHOના ભંડોળમાં મોટો ઘટાડો થઈ શકે છે.
વર્ષ 2024-25ના બજેટમાં અમેરિકા દ્વારા WHOને $662 મિલિયનનું ભંડોળ આપવામાં આવ્યું હતું.
READ MORE :
ટ્રમ્પનો શપથ સમારોહ : હજારો લોકોના સમર્થન અને વિરોધનો દેખાવ , અનેક પરંપરાઓ તોડશે
ટ્રમ્પે શપથ લેતાની સાથે જ કઈ ફાઈલો પર હસ્તાક્ષર કર્યા
ડ્રગ્સ કાર્ટેલને આતંકવાદી સંગઠન જાહેર કરવામાં આવશે.
1 ફેબ્રુઆરીથી મેક્સિકો અને કેનેડા પર 25% ટેરિફ લાદવામાં આવશે.
અમેરિકા પેરિસ ક્લાઈમેટ એગ્રીમેન્ટમાંથી બહાર થઈ જશે.ફેડરલ સરકારમાં નિમણૂકો મેરિટના આધારે થશે.
સરકારી સેન્સરશીપ સમાપ્ત થશે અને અમેરિકામાં ભાષણની સ્વતંત્રતા પુનઃસ્થાપિત કરવામાં આવશે.
અમેરિકા મા થર્ડ જેન્ડરને અમાન્ય જાહેર કરવામાં આવ્યું.
યુએસ-મેક્સિકો બોર્ડર પર નેશનલ ઈમરજન્સી જાહેર કરવામાં આવી.
રાષ્ટ્રીય ઉર્જા કટોકટીની ઘોષણા કરવામા આવી.
ઈલેકટ્રીક વાહન (EV) નો ફરજિયાત ઉપયોગ નાબૂદ કરવામા આવ્યો.
READ MORE :
લોસ એન્જલસમાં આગની દુર્ઘટના : 10,000 થી વધુ ઇમારતોનું નાશ અને 10 લોકોના મોત થયા
“ટિમ કૂકનું 1 મિલિયન ડૉલરનું દાન: ટ્રમ્પના ઇનોગ્યુરેશન માટે મહત્વપૂર્ણ સહયોગ”
શટડાઉનનો ભય: અમેરિકનોમાં પગાર વગર કામ કરવા અને સરકારી સેવાઓ બંધ થવાની ચિંતા !
