કેનેડાના બ્રેમ્પટનના એક હિન્દુ મંદિરના પૂજારીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
આ પૂજારી પર 3 નવેમ્બરે મંદિરમાં થયેલી અથડામણ દરમિયાન હિંસક નિવેદનબાજી ફેલાવવાનો
આરોપ લાગ્યો હતો. અથડામણ દરમિયાન હિન્દુ સભા મંદિરની બહાર દેખાવકારોએ ખાલિસ્તાની
ઝંડા લહેરાયા હતાં. ભારતીય અધિકારીઓની હાજરીમાં આયોજિત કોન્સ્યુલર કાર્યક્રમ દરમિયાન
હિન્દુ સભા મંદિરની બહાર હિંસક દ્રશ્ય જોવા મળ્યા હતાં. બ્રેમ્પટનના મેયર પેટ્રિક બ્રાઉને પૂજારીના
કૃત્યની ટીકા કરતાં કહ્યું કે, કેનેડાના મોટાભાગના શીખ અને હિન્દુ સદ્ભાવનાથી રહે છે અને હિંસા સહન નથી કરતાં.
બ્રાઉને પોતાના એક્સ એકાઉન્ટ પર પોસ્ટ કરી કહ્યું, ‘કેનેડાના શીખ અને હિન્દુ લોકોનો વિશાળ બહુમત
સદ્ભાવનાથી રહેવા ઈચ્છે છે અને હિંસા સહન નથી કરતા. હિન્દુ સભા મંદિરના અધ્યક્ષ મધુસૂદન
લામાએ હિંસક નિવેદન કરનાર પંડિતને સસ્પેન્ડ કરી દીધા છે. ઓંટારિયો શીખ અને ગુરૂદ્વારા
પરિષદે રવિવારે રાત્રે હિન્દુ સભામાં થયેલી હિંસાની ટીકા કરી છે.’
મેયરે વધુમાં કહ્યું, ‘યાદ રાખો કે આપણને વિભાજિત કરી શકાય તેવી વસ્તુઓ કરતાં આપણામાં સમાનતા વધારે છે.
તણાવપૂર્ણ સમયમાં આપણે દેખાવકારોની વિભાજનની નીતિમાં કોઈને પણ આગમાં ઘી હોમવા ન દઈ શકીએ
જી.ટી.એ માં શીખ અને હિન્દુ બંને સંપ્રદાયનું નેતૃત્વ વિભાજન, નફરત અને હિંસા નથી ઈચ્છતું.
read more :
હું સંપ્રદાયના તમામ લોકોને હિંસા અને નફરતનો જવાબ ન આપવા વિનંતી કરૂ છું.
કાયદો જાળવનારી સંસ્થાઓ આવા લોકોને જવાબ આપશે. આ તેમનું કામ છે.
આપણે એવો દેશ બનાવીને રાખવાનો છે, જ્યાં કાયદાનું શાસન ચાલે છે.’
આ ઘટનાની દુનિયાભરમાં વ્યાપક રૂપે નિંદા કરવામાં આવી છે, જેમાં કેનેડાના વડાપ્રધાન જસ્ટિન
ટ્રૂડો પણ સામેલ છે. ટ્રૂડોએ કેનેડાની ધર્મ સ્વતંત્રતા અને સુરક્ષિત રીતે પાલન કરવાના અધિકાર પર ભાર મૂક્યો.
ભારતે પણ આ હુમલાની ટીકા કરી છે અને કેનેડામાં ભારતીય નાગરિકોની સુરક્ષા વિશે ચિંતા વ્યક્ત કરી છે.
હિંસક અથડામણ બાદ બ્રેમ્પટનમાં તણાવ ખૂબ જ વધી ગયો છે. સંઘર્ષ ત્યારે શરૂ થયો જ્યારે
ખાલિસ્તાની ઝંડા લઈને આવેલા દેખાવકારોએ મંદિરના અધિકારીઓ અને ભારતીય કોન્સ્યુલેટ
દ્વારા સંયુક્ત રીતે આયોજિત કોન્સ્યુલર કાર્યક્રમમાં અડચણ ઉભી કરી હતી. સોશિયલ મીડિયા
પર વાઇરલ વીડિયોમાં મંદિર પરિસરમાં ઝપાઝપીના દ્રશ્યો જોવા મળ્યા હતાં.
જેમાં હિન્દુઓ પર દંડાથી હુમલા કરનાર લોકો પણ જોવા મળ્યા હતાં.
આ અંગે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોનું કહેવું છે કે, બ્રામ્પટનમાં હિન્દુ સભા મંદિરમાં
જે હિંસા થઈ છે તેને સ્વીકારી શકાય નહીં. દરેક કેનેડિયનને સ્વતંત્ર રીતે
અને સુરક્ષિત રીતે તેના ધર્મનું પાલન કરવાનો અધિકાર છે.
મદદ માટે મેયર બ્રાઉનની અરજી
“અમે કેનેડા સરકારને અપીલ કરીએ છીએ કે આવા તમામ ધર્મસ્થાનોની સુરક્ષા કરે.
અમને આશા છે કે આ હુમલામાં જે લોકો સામેલ હતા તેમને સજા થશે. અમારા
કોન્સ્યુલર અધિકારીઓ, જેઓ ભારતીયો અને કેનેડિયન નાગરિકોની સેવા કરે છે,
તેઓને ધાકધમકી, ઉત્પીડન અથવા હિંસા આધિન નથી.”
ઓટાવામાં ભારતીય હાઈ કમિશને પણ આ અંગે એક નિવેદન જાહેર કર્યું છે. ભારતીય
હાઈ કમિશને જણાવ્યું હતું કે ટોરોન્ટો નજીક બ્રામ્પટનમાં હિન્દુ સભા મંદિરમાં ભારત
વિરોધી તત્વોએ હિંસા આચરી હતી. અમે ભારતીય નાગરિકોની સુરક્ષાને લઈને અત્યંત ચિંતિત છીએ.
કેન્દ્રીય મંત્રી રણવીર સિંહ બિટ્ટુએ કેનેડામાં હિન્દુ મંદિરો પર થયેલા હુમલાની નિંદા કરી છે.
તેમણે કહ્યું કે પીએમ ટ્રુડોએ લોકોને વિભાજિત કર્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી જે સમાચાર
આવી રહ્યા છે તે કોઈ એક ધર્મ વિશે નથી. હિંદુ હોય, શીખ હોય કે અન્ય કોઈ હોય, ટ્રુડોએ બધાને વિભાજિત કર્યા છે.
કેનેડાના સાંસદ ચંદ્ર આર્યએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર લખ્યું, ‘આજે કેનેડિયન
ખાલિસ્તાની ઉગ્રવાદીઓએ રેડ લાઇન ક્રોસ કરી છે. બ્રેમ્પ્ટનમાં હિન્દુ સભા મંદિરના
પરિસરમાં હિન્દુ-કેનેડિયન શ્રદ્ધાળુઓ પર ખાલિસ્તાનીઓનો હુમલો દર્શાવે છે કે કેનેડામાં
ખાલિસ્તાની ઉગ્રવાદ કેટલો હિંસક અને બેશરમ બની ગયો છે.’
read more :
ટ્રમ્પે જીતતાં યુદ્ધમાં જોડાયેલા દેશના રાષ્ટ્રપતિને ચિંતાના ઓથાર, સૈન્ય મદદ બંધ થઈ તો રમત પતી!
“Bigg Boss 18 ”: નવીનતમ પ્રોમોમાં ચાહત પાંડે અને વિવિયન ડીસેનાની ઉગ્ર અદલાબદલીએ ડ્રામા શરૂ કર્યો છે.
Entertainment News : ફિલ્મ અમરન ના પ્રમોશન પહેલા સાઈ પલ્લવીએ મેજર મુકુંદ વરદરાજનને શ્રદ્ધાંજલિ આપી !