International News : ઈઝરાયેલ-ઈરાન વચ્ચેનો તાણ વધ્યો, પરમાણુ પ્લાન્ટ પર હુમલા પછી બંને પક્ષોએ લડાઈમાંથી સંયમ રાખ્યો

28 10 13

International News 

ગાઝામાં હમાસના આતંકીઓ સામે ઈઝરાયલનું યુદ્ધ મધ્ય-પૂર્વમાં વધુ વિસ્તર્યું છે અને હવે ઈરાન પણ ઈઝરાયલના હુમલાની ઝપેટમાં આવી ગયું છે.

ઈઝરાયલના વડાપ્રધાન નેતન્યાહુએ ઈરાન પર શનિવારે થયેલા હુમલાને સફળ ગણાવ્યા હતા.

આ અંગે ભાષણ આપતી વખતે નેતન્યાહુ વિરુદ્ધ જ ઈઝરાયલની પ્રજાએ ‘શેમ ઓન યુ’નો સૂત્રોચ્ચાર કરતા તેમણે ભાષણ પડતુ મુકવું પડયું હતું.

બીજીબાજુ ઈરાનમાં પણ ટોચના ધાર્મિક વડા આયાતોલ્લાહ ખામનેઈ પદ પરથી દૂર થઈ રહ્યા હોવાના અહેવાલો છે.

આ માટે તેમની કટ્ટરવાદી વિચારસરણી સામે પ્રજાનો રોષ કારણભૂત હોવાનો દાવો કરાઈ રહ્યો છે.

 

 

International News 

તહેરાનના દક્ષિણ-પૂર્વમાં સ્થિત તેના ગુપ્ત સૈન્ય સ્થળ પર હુમલાથી તેમનો પરમાણુ પ્લાન્ટને ભારે નુકસાન થયું છે.

આ પ્લાન્ટ ઈરાનના બેલિસ્ટિક મિસાઈલ કાર્યક્રમ સાથે પણ જોડાયેલો હતો.

ઈઝરાયેલ દ્વારા ઈરાનના ૨૦ સ્થળો પર કરવામાં આવેલા હુમલામાં કેટલાક સ્થળોનું એક સમાચાર સંસ્થાએ સેટેલાઈટ મારફત મેળવેલી તસવીરોનું રવિવારે વિશ્લેષણ કર્યું હતું,

જેમાં ખ્યાલ આવે છે કે નુકસાન ગ્રસ્ત ઈમારતો ઈરાનના સૈન્ય અડ્ડામાં સ્થિત હતી.

આંતરરાષ્ટ્રીય પરમાણુ ઊર્જા એજન્સીને પણ આશંકા છે કે ઈરાનના પૂર્વમાં પરમાણુ હથિયારો સાથે સંકળાયેલા વિસ્ફોટકોનું પરીક્ષણ કર્યું હતું.

ઈરાન લાંબા સમયથી તેનો પરમાણુ કાર્યક્રમ શાંતિપૂર્ણ હોવાનો દાવો કરી રહ્યું છે.

 આંતરરાષ્ટ્રીય પરમાણુ ઊર્જા એજન્સી, પશ્ચિમી ગુપ્તચર એજન્સીઓનું માનવું છે.

કે તહેરાન ૨૦૦૩થી સક્રિય રીતે પરમાણુ હથિયારો પર કામ કરી રહ્યું છે.

આ હુમલામાં તેનો કાર્યક્રમ ધ્વસ્ત થઈ ગયો છે.

વધુમાં ઈઝરાયેલના હુમલાએ ઈરાનના અનેક મહત્વપૂર્ણ ઓઈલ અને પેટ્રોકેમિકલ રિફાઈનરીઓની સુરક્ષા માટે તૈનાત એર ડિફેન્સ સિસ્ટમ સંપૂર્ણપણે તોડી પાડી છે. 

 

READ  MORE  :

 

વડોદરા: 33 માર્ગો પર બે દિવસ માટે ડાયવર્ઝન, ભારત-સ્પેનના વડાપ્રધાનોની મુલાકાતને પગલે પોલીસની જાહેરાત

Afcons Infrastructure IPO : ઇશ્યૂના પહેલા દિવસે શાપૂરજી પાલોનજી આર્મ્સનો IPO સંપૂર્ણ સબસ્ક્રાઇબ ન થયો, GMP ઘટીને રૂ.15 પ્રતિ શેર

 

ઈરાનના ૮૫ વર્ષીય સુપ્રીમ લીડર આયાતુલ્લા ખામનેઈ ગંભીર રીતે બીમાર થઈ ગયા છે.

બીજીબાજુ ઈરાન પર ઈઝરાયલના હુમલાના 24 કલાક પછી તહેરાનમાં તેના સુપ્રીમ લીડર આયાતુલ્લાહ ખામનેઈ નિવૃત્ત થઈ

રહ્યા હોવાના સમાચારે ભારે હોબાળો મચાવી દીધો છે. એટલું જ નહીં ઉતાવળે ખામનેઈના ઉત્તરાધિકારીની શોધખોળ પણ શરૂ કરી દેવાઈ છે.

આયાતોલ્લાહ ખામનેઈની કટ્ટર વિચારસરણી મુદ્દે સ્થાનિક પ્રજામાં ભારે રોષ ફેલાયેલો છે.

તેથી તેમના ઉત્તરાધિકારીની શોધ કરાઈ રહી છે. ઈરાનના સર્વોચ્ચ નેતા ખામનેઈ ગંભીર રીતે બીમાર થઈ ગયા છે.

હવે તેમના બીજા સૌથી મોટા પુત્ર મોજતબા ખામનેઈને ઉત્તરાધિકારી બનાવાય તેવી શક્યતા છે.

આયાતોલ્લાહ ખામનેઈના ઉત્તરાધિકારીની પસંદગીમાં ઈરાનની રિવોલ્યુશનરી ગાર્ડ્સ કોર્પ્સ પણ મહત્વની ભૂમિકા ભજવશે.

 

 

હમાસના આતંકીઓના ઈઝરાયલ પર હુમલાને એક વર્ષ પૂરું થયું છે ત્યારે આ હુમલામાં માર્યા ગયેલા લોકોની યાદમાં યોજાયેલી સભાને વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહુ સંબોધન કરી રહ્યા હતા.

આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ થઈ રહ્યું હતું. તેમણે કહ્યું, ઈરાન પર શનિવારે વહેલી સવારે થયેલા હુમલાએ તેનું લક્ષ્ય પૂરું કર્યું છે.

ઈરાનને મોટાપાયે નુકસાન થયું છે. જોકે, આ જ સમયે કેટલાક લોકોએ ‘શેમ ઓન યુ’નો સૂત્રોચ્ચાર કર્યો હતો.

જેથી નેતન્યાહુએ તેમનું ભાષણ અધવચ્ચે રોકવું પડયું હતું.

નેતન્યાહુ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરનારા લોકો હમાસના હુમલામાં માર્યા ગયેલા લોકોના પરિવારજનો હતા.

આ દેખાવોમાં હમાસના આતંકીઓએ અપહ્યત કરેલા ઈઝરાયલી નાગરિકોના પરિવારજનો પણ જોડાયા હતા.

તેઓ હમાસના આતંકી હુમલાને રોકી નહીં શકવા માટે નેતન્યાહુને જવાબદાર માને છે. 

હમાસના આતંકીઓએ જેમના અપહરણ કર્યા છે તે લોકોના પરિવારજનો પણ આ દેખાવોમાં જોડાયા હતા.

આમ, બંધકોને છોડાવવામાં નિષ્ફળતા બદલ નેતન્યાહુ વિરુદ્ધ પ્રજામાં રોષ જોવા મળી રહ્યો છે.

 

 

READ MORE :

Jamnagar News : વિજ લાઇન નીચે જોખમી બાંધકામ: જામનગરના પટેલ એસ્ટેટ રહીશોને ધ્રુજાવી રહ્યું છે

Gujarat News : ૨૮ ઑક્ટોબરે વડાપ્રધાન મૉદી ગુજરાતની મુલાકાતે, રૂ. ૪,૮૦૦ કરોડથી વધુના પ્રોજેક્ટ્સનું કરશે ઉદ્ઘાટન !

Share This Article