અનુચ્છેદ 370 નાબૂદ માટે
જમ્મુ કાશ્મીરમાં ઓમર અબ્દુલ્લા સરકારે કલમ ૩૭૦ને ફરી લાગુ કરવાની દિશામાં એક પગલુ ભર્યું છે.
બુધવારે જમ્મુ કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવા માટે ચૂંટાયેલા પ્રતિનિધિઓની સાથે વાતચીત કરવા માટે કેન્દ્ર સરકારને આમંત્રણ આપ્યું હતું.
સાથે જ આ મુદ્દે એક ઠરાવ પણ પસાર કરવામાં આવ્યો છે.
ઉપમુખ્યમંત્રી સુરિંદર ચૌધરી દ્વારા રજુ કરાયેલા પ્રસ્તાવમાં કલમ ૩૭૦ને ફરી લાગુ કરવાની માગણી પણ કરવામાં આવી છે.
જોકે આ દરમિયાન વિધાનસભામાં વિપક્ષ ભાજપ દ્વારા આ માગણીનો ઉગ્ર વિરોધ કરાયો હતો.
ભાજપે માગણી કરી નાખી છે કે જ્યાં સુધી કલમ ૩૭૦ને લાગુ કરવા માટે લાવવામાં આવેલા ઠરાવને પરત ખેંચવામાં ના આવે .
ત્યાં સુધી વિધાનસભાને નહીં ચલાવવા દઇએ. જમ્મુ કાશ્મીર વિધાનસભામાં વિપક્ષના નેતા સુનિલ શર્માએ કહ્યું હતું
કે કલમ ૩૭૦ને ફરી લાગુ કરવા અને જમ્મુ કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો પરત આપવા માટે જે ઠરાવ લાવવામાં આવ્યો.
તે ગેરકાયદે છે માટે તેને પરત લેવામાં આવે.
આ માગણી ના સ્વીકારાય ત્યાં સુધી અમે વિધાનસભાની કાર્યવાહીને નહીં ચલાવવા દઇએ.
વિધાનસભાની કાર્યવાહીની યાદીમાં આ ઠરાવનો કોઇ જ ઉલ્લેખ ન હોતો.
વિધાનસભાના સ્પીકર સત્તાધારી નેશનલ કોન્ફરંસના એજન્ટ તરીકે કામ કરી રહ્યા છે.
અનુચ્છેદ 370 નાબૂદ માટે
read more :
છે કે વિરોધમાં તે મુદ્દે સ્પષ્ટતા કરવી જોઇએ.
ભાજપે પણ જમ્મુ કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાનું વચન આપ્યું છે પરંતુ તેના અમલ માટે યોગ્ય સમયની રાહ જોવી જરૂરી છે.
આ સમગ્ર વિવાદ જમ્મુ કાશ્મીર વિધાનસભામાં રજુ થયેલા કલમ ૩૭૦ના ઠરાવને લઇને શરૂ થયો હતો.
આ ઠરાવમાં ઉલ્લેખ કરાયો છે કે જમ્મુ કાશ્મીરની સુરક્ષા, સંસ્કૃતિ અને અધિકારોના રક્ષણ માટે વિશેષ રાજ્યનો દરજ્જો આપવો જરૂરી છે.
ઉપમુખ્યમંત્રી ચૌધરીએ કહ્યું હતું કે આર્ટિકલ ૩૭૦ને એક તરફી નિર્ણયથી હટાવવો ચિંતાજનક છે.
રાષ્ટ્રીય એકતા સાથે સંતુલન જાળવવા માટે તેમજ જમ્મુ કાશ્મીરના લોકોની આકાંક્ષાઓ અને સન્માનને ધ્યાનમાં રાખીને આર્ટિકલ ૩૭૦ ફરી
લાગુ કરવી જરૂરી છે.
આ પ્રસ્તાવ પર ચર્ચા શરૂ થતાની સાથે જ જમ્મુ કાશ્મીર વિધાનસભામાં ભારે હોબાળો જોવા મળ્યો હતો.
જોકે વિવાદ વચ્ચે જ આ પ્રસ્તાવને વિધાનસભાના અધ્યક્ષે મતદાનથી પસાર દીધો હતો.
આર્ટિકલ ૩૭૦ જમ્મુ કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપતો હતો.
વર્ષ ૨૦૧૯માં આ આર્ટિકલને રદ કરી દેવાયો હતો.
જે બાદ જમ્મુ કાશ્મીરને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરાયો હતો.સાથે જ લદ્દાખ પણ કેન્દ્ર શાસિત પ્રદેશ બન્યું હતું.
દરમિયાન, સરકાર વતી, નાયબ મુખ્ય પ્રધાન ચૌધરીએ ઠરાવ પર કહ્યું કે,
આ વિધાનસભા જમ્મુ અને કાશ્મીરના લોકોની ઓળખ,સંસ્કૃતિ અને અધિકારોનું રક્ષણ કરતી વિશેષ અને બંધારણીય ગેરંટીના મહત્વની પુષ્ટિ કરે છે
અને તેમને એક પક્ષીય રીતે હટાવવા અંગે ચિંતા વ્યક્ત કરે છે.
ઠરાવમાં કેન્દ્ર સરકારને વિશેષ દરજ્જો અને બંધારણીય સુરક્ષાની પુનઃસ્થાપનાની હિમાયત કરીને જમ્મુ અને કાશ્મીરના ચૂંટાયેલા પ્રતિનિધિઓ
સાથે વાતચીત શરૂ કરવા પણ વિનંતી કરવામાં આવી હતી.
તેમણે કહ્યું કે આ જોગવાઈઓને પુનઃસ્થાપિત કરવાના કોઈપણ પ્રયાસે રાષ્ટ્રીય એકતા અને જમ્મુ અને કાશ્મીરના લોકોની કાયદેસરની
આકાંક્ષાઓ વચ્ચે સાવચેતીપૂર્વક સંતુલન જાળવવું જોઈએ.
નેશનલ કોન્ફરન્સે આ પ્રસ્તાવને ટેકો આપ્યો હતો,
જેમાં સ્વાસ્થ્ય મંત્રી સકીના ઇટુ પણ સામેલ હતા.
આ ઉપરાંત, અપક્ષ ધારાસભ્યો શેખ ખુર્શીદ અનેશબ્બીર કુલે, પીપલ્સ કોન્ફરન્સ (PC)ના વડા સજ્જાદ લોન અને ત્રણ PDP ધારાસભ્યોએ
પણતેમનું સમર્થન કર્યું, જેનાથી ગૃહમાં સરકારની સ્થિતિ મજબૂત થઈ હતી.
આ પ્રસ્તાવને ગૃહમાં સમર્થન મળતું જોઈને ભાજપના નેતાઓએ વાંધો ઉઠાવવાનું શરૂ કર્યું.
તેમણે કાયદાકીય પ્રાથમિકતાઓમાં ફેરફાર પર પ્રશ્ન ઉઠાવ્યો હતો અને દલીલ કરી હતી
કે, દરખાસ્ત માહિતી વિના રજૂ કરવામાં આવી હતી.
દિવસના કાર્યસૂચિમાં સામેલ ન હોવા છતાં ભાજપના સાંસદોએ તેની રજૂઆતનો વિરોધ કર્યો અને સત્રને ખોરવી નાખ્યું.
ભાજપના નેતા અને વિપક્ષના નેતા સુનીલ શર્માએપ્રસ્તાવનો વિરોધ કરતા કહ્યું કે,
સંસદે કલમ 370 રદ્દ કરી દીધી છે અને તેને પુનઃસ્થાપિત કરી શકાય નહીં.
read more :
Swiggy IPO : જાણો GMP, સબ્સ્ક્રિપ્શન સ્ટેટસ અને અન્ય ડિટેઈલ્સ, શું તમારે ઈશ્યૂમાં રોકાણ કરવું જોઈએ?
Hindustan Zinc stock : હિન્દુસ્તાન ઝિંકના શેરમાં સરકારની OFSથી ૮%નો કડાકો