આવકવેરા વિભાગની ચેતવણી : ક્રેડિટ કાર્ડનો બેફામ ઉપયોગ કરશો તો ટેક્સ ભરવો પડશે, IT વિભાગ કર-નોટિસ મોકલી શકે છે

08 07

આવકવેરા વિભાગની ચેતવણી 

પરમેનન્ટ એકાઉન્ટ નંબર સાથે જોડાયેલા ક્રેડિટ કાર્ડ પર કરવામાં આવતા દરેક આર્થિક વહેવારો પર આવકવેરા ખાતાના અધિકારીઓની

સતત નજર રહેતી હોવાથી ક્રેડિટ કાર્ડ પર બેફામ ખર્ચ કરનારાઓએ ચેતતા રહેવાની જરૂરી છે.

કેટલીકવાર આવકવેરા અધિકારીઓ ક્રેડિટ કાર્ડ પર કરેલી ખરીદીની રકમ પર આવકવેરો લાગુ કરી દે છે.

આમ ક્રેડિટ કાર્ડના માઘ્યમથી કરવામાં આવેલી ઊંચા મૂલ્યની ખરીદીની વિગતો કરદાતા તેના ઇન્કમટેક્સના રિટર્નમાં ન દર્શાવવામાં આવે

તો કરદાતાની તકલીફમાં વધારો થઈ શકે છે.

 ક્રેડિટ કાર્ડના માઘ્યમથી ઊંચા મૂલ્યના આર્થિક વહેવારો કરવામાં આવે તો કરદાતાની વેરાની જવાબદારી વધી શકે છે.

ક્રેડિટ કાર્ડ પર કરેલા ખર્ચાઓ અને તમે જાહેર કરેલી તમારી વાર્ષિક આવક વચ્ચે સમાનતા હોવી જરૂરી છે.

 

 

08 14

આવકવેરા વિભાગની ચેતવણી

ક્રેડિટ કાર્ડના માઘ્યમથી ઊંચા મૂલ્યના આર્થિક વહેવારો કરવામાં આવે તો કરદાતાની વેરાની જવાબદારી વધી શકે છે.

આવકવેરાનું રિટર્ન ફાઈલ કરતી વેળાએ કરદાતાએ તેના ક્રેડિટ કાર્ડના દરેક ખર્ચાઓની વ્યવસ્થિત વિગતો તેના રિટર્નમાં દર્શાવવી જરૂરી છે.

ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને કરેલો ખર્ચ રૂ. 1 લાખ કે રૂ. 10 લાખથી વધી જાય તેના પર આવકવેરા ખાતું ખાસ નજર રાખે છે.

આ ખર્ચાઓ પર દેખરેખ રાખતી સિસ્ટમ તેની પાસે મોજૂદ છે.

બેન્કોને, પોસ્ટ ઓફિસને કે પછી કંપનીઓને ક્રેડિટ કાર્ડથી મોટી રકમના આર્થિક વહેવારો થાય.

તેવા દરેક કિસ્સાઓની વિગતો આવકવેરા ખાતાને આપી દેવાની સૂચના આપી દેવામાં આવી છે. 

 

READ  MORE  :

દુ પટ્ટી : કૃતિ સેનન જોડિયા બહેનો, ઈર્ષ્યા અને ઘરેલૂ હિંસા વિશેની રોમાંચક નેટફ્લિક્સ થ્રિલરમાં ચમકી ઉઠી છે.

ACME Solar Holdings IPO Day 2 અપડેટ : GMP, સબ્સ્ક્રિપ્શન સ્ટેટસ અને મુખ્ય તારીખો શું તમારે સબ્સ્ક્રાઇબ કરવું જોઇએ?

India News: ભારતના આ રાજ્યમાં ખાતરનું સંકટ: શું કૃષિ મંત્રીના દાવા સાચા છે?

 

પહેલી જૂન 2020થી ક્રેડિટ કાર્ડ પર કરવામાં આવેલા ઊંચા મૂલ્યના આર્થિક વહેવારો કરદાતાના વાર્ષિક ખર્ચના સ્ટેટમેન્ટ 26-એએસમાં રિફ્‌લેક્ટ થાય જ છે.

તેનો ઉપયોગ કરીને હવે આવકવેરા અધિકારીઓ તે વિગતો કરદાતાના રિટર્નમાં રિફ્‌લેક્ટ થાય છે કે નહિ તેની કવાયત કરી રહ્યું છે.

તેને આધારે કરદાતાઓને નોટિસ પણ પાઠવવામાં આવી રહી છે.

26-એએસમાં રિફ્‌લેક્ટ થતી માહિતી કરદાતાના રિટર્નમાં રિફ્‌લેક્ટ ન થતી હોવાનું જણાય ત્યારે તેને આ નોટિસ આપવામાં આવે છે.

 આવકવેરાનું રિટર્ન ફાઈલ કરીને આ વિગતો ન છુપાવનારાઓને નોટિસ મળવાની સંભાવના ઓછી થઈ જાય છે. 

કરદાતાની કુલ આવક જ 10 લાખ હોય અને તેનો ક્રેડિટ કાર્ડનો ખર્ચ જ વરસે દહાડે રૂ. 12થી 15 લાખનો થતો હોય

તો તેવા સંજોગોમાં પણ આવકવેરા ખાતું કરદાતાને નોટિસ પાઠવી દે છે. 

08 13

કેટલાક લોકો શેરબજારમાં રોકાણ કરવા માટે પણ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરતાં હોવાનું જોવા મળે છે.

તેને કારણે પણ વાર્ષિક આર્થિક વહેવારો વધી જતાં હોવાથી કરદાતાની આવકવેરો ભરવાની જવાબદારીમાં વધારો થઈ શકે છે.

આવકવેરા અધિકારીઓની સ્ક્રૂટિનીમાં તમારા આર્થિક વહેવારો વધુ ઘ્યાનમાં આવે

તો તમને નોટિસ મળવાની અને તમારી વેરાની જવાબદારી વધવાની સંભાવના વધી જાય છે.

ક્રેડિટ કાર્ડથી એક જ ઝાટકે રૂ. 1 લાખથી વધુ રકમની ચૂકવણી કરવામાં આવે તો પણ તેની ચકાસણી આવકવેરા અધિકારીઓ કરે છે.

આ સંજોગોમાં ક્રેડિટ કાર્ડથી અવિચારી ખરીદી કરવાથી કરદાતા દૂર રહે તે જ તેમના હિતમાં છે.

ક્રેડિટ કાર્ડનો સમ્યક-સમતોલ ઉપયોગ તેમને આવકવેરા ખાતાની નજરથી બચાવી શકે છે.

નાણાંકીય વર્ષ દરમિયાન ક્રેડિટ કાર્ડથી કરવામાં આવેલી ખરીદી રૂ. 2 લાખથી ઓછી હોય

તો તેવા સંજોગોમાં કરદાતાને તકલીફ પડવાની સંભાવના ઓછી થઈ જાય છે.

 

READ MORE :

Stock Market News :નિફ્ટી 1% સ્લાઇડ તરીકે રૂ. 6 લાખ કરોડ નાશ પામ્યા , આજના માર્કેટ ક્રેશ પાછળના 4 મુખ્ય કારણો !

Share This Article