બાઇડનના યુક્રેનને
અમેરિકાના પ્રમુખ જો બાઈડને સત્તા છોડ્યા પહેલા યુક્રેન માટે મોટું એલાન કર્યું છે.
તેમણે રશિયાની અંદર સુધી પ્રહાર કરવા માટે અમેરિકા દ્વારા સપ્લાઈ કરવામાં આવેલી લોન્ગ રેન્જ મિસાઈલોના ઉપયોગની મંજૂરી આપી છે.
અમેરિકન અધિકારીઓનું કહેવું છે કે, યુદ્ધ વધુ જટિલ ન બને તે માટે અમેરિકાએ આ પગલું ભર્યું છે.
તમને જણાવી દઈએ કે, નોર્થ કોરિયાએ પોતાના હજારો સૈનિકોને રશિયા તરફથી લડવા માટે મોકલ્યા છે.
આ ઉપરાંત નોર્થ કોરિયા હથિયારો મોકલીને પણ રશિયાને મદદ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે.
યુક્રેને આ અંગે ઘણી વખત વાંધો ઉઠાવી ચૂક્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે
કે જો બાઈડેન પ્રશાસને નોર્થ કોરિયાની દખલગીરીને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે.
નવા ચૂંટાયેલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે, હુ પ્રમુખ બન્યા બાદ રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધનો અંત લાવી દઈશ.
અમેરિકાની મંજૂરી બાદ હવે યુક્રેન રશિયા સામે આર્મી ટેક્ટિકલ મિસાઈલ સિસ્ટમનો ઉપયોગ કરી શકશે.
યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કી અને તેમના પશ્ચિમી દેશોના સાથીઓ બાઈડેન પ્રશાસન પર દબાણ કરી રહ્યા હતા.
લોન્ગ રેન્જ મિસાઈલના ઉપયોગની મંજૂરી આપવામાં આવે, જેથી રશિયામાં અંદર સુધી પ્રહાર કરી શકાય.
read more :
IPS પાંડિયન સામે મૂડમાં હલચલ: ગૃહમંત્રીને પત્રમાં થયો જરૂરી તરાનું ઉલ્લેખ
બાઇડનના યુક્રેનને
એવા પણ અહેવાલ સામે આવી રહ્યા છે કે, આ મંજૂરીથી NATOના તમામ દેશો સહમત નથી.
અમેરિકા અને નાટોના સભ્યોએ આ યુદ્ધમાં સીધી રીતે સામેલ ન થવું જોઈએ તેવું પણ દબાણ છે.
પરંતુ નોર્થ કોરિયાએ યુદ્ધને વધારવા માટે સંપૂર્ણ યોજના તૈયાર કરી લીધી છે. બીજી તરફ ડોનાલ્ડ ટ્રમ્પે સંકેત
આપ્યો હતો કે, હું યુક્રેનને થોડી જમીન છોડવા માટે રાજી કરીશ અને ત્યારબાદ યુદ્ધ સમાપ્ત કરવા માટે દબાણ કરીશ.
પ્રાપ્ત માહિતી પ્રમાણે નોર્થ કોરિયાથી 12 હજાર સૈનિકો રશિયા પહોંચ્યા છે.
આ ઉપરાંત નોર્થ કોરિયાએ રશિયાને ઘાતક હથિયારો પણ આપ્યા છે.એવું કહેવામાં આવી રહ્યું હતું કે, અમેરિકી
પ્રતિબંધોને કારણે જ યુક્રેન પોતાના શહેરો અને ઇલેક્ટ્રિકલ ગ્રીડને રશિયન હુમલાથી સુરક્ષિત રાખવામાં અસમર્થ હતું.
રશિયા-યુક્રેનના યુદ્ધ પર કોઈ પણ પક્ષ વાતચીત કરવા માટે તૈયાર નથી.
અમેરિકી પ્રમુખપદની ચૂંટણી જીતનાર ડોનાલ્ડ ટ્રમ્પનું કહેવું છે કે તેઓ ટૂંક સમયમાં યુદ્ધનો અંત લાવશે.
જોકે તે સ્પષ્ટ નથી કે તેઓ કેવી રીતે અને કયા પક્ષમાં નરમ વલણ દાખવશે.
સ્કોટલેન્ડની સેન્ટ એન્ડ્રુઝ યુનિવર્સિટીમાં વ્યૂહાત્મક નીતિના પ્રોફેસર ફિલિપ્સ ઓ’બ્રાયનનું કહેવું છે .
કે પૂર્વીય યુક્રેનમાં રશિયાની વ્યૂહરચના આગળ વધી રહી છે.
ટ્રમ્પ યુક્રેનને શસ્ત્ર સપ્લાય અટકાવીને યુદ્ધનો અંત લાવવાનો પ્રયાસ કરી શકે છે. જો ટ્રમ્પ યુક્રેનને આપવામાં આવતી સહાયમાં ઘટાડો કરે છે
અને યુદ્ધવિરામથી સંઘર્ષ અટકે છે, તો રશિયા પણ પીછેહઠ કરી શકે છે.
પરંતું રશિયા ભવિષ્યમાં ફરીથી હુમલા ન કરે તેની બાંહેધરી પણ આપાવી પડશે.
બાઇડનના યુક્રેનને
કેવી રહે શૂન્ય સંબંધ અમેરિકા અને યુક્રેન વચ્ચે?
ડોનાલ્ડ ટ્રમ્પ યુક્રેનને મદદ કરવા બદલ બાઈડેન પ્રશાસનની ટીકા કરતા રહ્યા છે.
આવી સ્થિતિમાં ડોનાલ્ડ ટ્રમ્પની જીત બાદ યુક્રેન ચિંતામાં છે.
તેમને લાગે છે કે ડોનાલ્ડ ટ્રમ્પના સત્તામાં આવવાથી વ્લાદિમીર પુતિનને ફાયદો થશે અને યુક્રેન પર શરતો સ્વીકારવાનું દબાણ કરવામાં આવશે.
આ યુદ્ધમાં અમેરિકા જ યુક્રેનનો સૌથી મહત્વપૂર્ણ સાથી હતો. અમેરિકા યુક્રેનને 56 અરબ ડોલરથી વધુની મદદ કરી ચૂક્યું છે.
યુક્રેનને શિયાળાના ટાણે જ વીજળીથી વંચિત રાખવા માટે રશિયાએ પાવર ગ્રિડને નિશાન બનાવ્યું છે.
રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ કહ્યું કે રશિયાએ યુક્રેનના વીજળી ઈન્ફ્રાસ્ટ્રક્ચરના અડધા ભાગને ધ્વસ્ત કર્યો છે.
પાવર ગ્રિડના ફરી બહાલી માટે પશ્ચિમી દેશોને મદદ માટે અપીલ કરાઈ છે. યુક્રેનમાં શિયાળો નજીક
આવી રહ્યો છે અને દેશ પહેલેથી જ વીજળીની મોટી તંગીથી પીડાઈ રહ્યો છે. સેંકડો યુક્રેનિયનોએ
મેટ્રો સ્ટેશનોમાં બનેલા બંકરોમાં આશ્રય લીધો છે.
read more :
વિજય રેલીએ કર્યું તમિલ રાજકારણનું મંથન, ડીએમકે-ભાજપની ‘રાહ જુઓ અને જુઓ’ની રણનીતિ હવે કસોટી પર
જાતિગત સમીકરણો: વાવ બેઠક પર રાજપૂતોનું રાજ કે ઠાકોર સમાજનો ઠાઠ?