AI જનરેટેડ ઑડિયો ટેપના આધારે ભાજપનો સુપ્રિયા સામે આક્ષેપ, ભડક્યા વિવાદો

By dolly gohel - author

AI જનરેટેડ 

મહારાષ્ટ્રમાં ૨૦ નવેમ્બરે ૨૮૮ વિધાનસભા બેઠકના માત્ર ૧૨ કલાક પહેલાં ભૂતપૂર્વ આઈપીએસ અધિકારી

રવિન્દ્રનાથ પાટીલે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં બિટકોઈન કૌભાંડનાં નાણાંનો ઉપયોગ કરવામાં આવી

રહ્યો હોવાનો આક્ષેપ મૂકીને સનસનાટી મચાવી દીધી. પાટિલના આક્ષેપ પ્રમાણે, બારામતીનાં સાંસદ સુપ્રિયા

સુલે અને મહારાષ્ટ્ર કોંગ્રેસ પ્રમુખ નાના પટોળે પોતે બિટકોઈન કૌભાંડમાં સામેલ છે. ભાજપે આ આક્ષેપોના પગલે

સુપ્રિયા સૂલે અને પટોળેની કહેવાતી ઓડિયો ક્લિપ જાહેર કરીને તેમને ભ્રષ્ટાચારી ગણાવીને તેમના માથે માછલાં

ધોવાનું શરૂ કરી દીધું. સુપ્રિયાના પિતરાઈ અજીત પવારે પણ અવાજ સુપ્રિયાનો જ હોવાનો દાવો કર્યો પણ

ચકાસણીમાં ખબર પડી કે, આ ઓડિયો ફેક છે અને સુપ્રિયા સૂલે તથા નાના પટોળે તેમજ બીજાંના અવાજ પણ

આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ) દ્વારા ક્રિયેટ કરાયા છે.મીડિયા દ્વારા ઓડિયો ડાઉનલોડ કરીને એડવાન્સ્ડ

ટૂલમાં સુપ્રિયા સૂલે સહિતનાં લોકોના ઓડિયો નાંખવામાં આવતાં ખબર પડી કે, ૯૮ ટકા વોઈસ ક્લોનિંગ કરીને

ઓડિયો બનાવાયો છે. ઓડિયોને હાઈવ મોડરેશનમાં ચલાવ્યો તેમાં બહાર આવ્યું કે. વોઈસ ક્લિપ ૯૯.૯ ટકા

આર્ટિફશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ) દ્વારા જનરેટેડ છે.સુપ્રિયા સૂલેએ આ ઓડિયો ક્લિપ સામે ચૂંટણી પંચમાં અને

પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી છે. ભાજપના પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીએ આ ફેક ઓડિયો ક્લિપ દ્વારા મતદારોને

અને દેશની જનતાને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કર્યો છે તેથી તેમની ધરપકડ કરાવી જોઈએ  એવી પણ માગણી કરી છે.

 

 

read more :

ત્રીજા વિશ્વ યુદ્ધની તૈયારી કરો : ફીનલેન્ડ, સ્વીડન, નોર્વે તરફથી નાગરિકોને અપીલ

AI જનરેટેડ

ધ સ્પાર્કલિંગ સુપ્રિયા: ખોટા દાવાઓ પર સુધાંશુ ત્રિવેદીનો પ્રતિભાવ

એઆઈ દ્વારા બનાવટી ઓડિયો ક્લિપ બનાવીને સુપ્રિયા સૂલેને ફસાવવાના ભાજપના કારસા સામે સુપ્રિયાએ ચૂંટણીપંચ

અને સાયબર ક્રાઈમને ફરિયાદ કરી છે. સુપ્રિયાએ સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું છે કે, અમે બિટકોઈનના દુરુપયોગના

ખોટા આરોપો મુદ્દે ચૂંટણીપંચ અને સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી છે. હું સુધાંશુ ત્રિવેદીના તમામ આરોપોને નકારું છું.

તેમણે કરેલી વાતો અટકળો અને જુઠ્ઠાણાં છે. હું ભાજપના કોઈપણ નેતા સાથે જાહેર મંચ પર ચર્ચા કરવા તૈયાર છું. ભાજપના

નેતા પોતે  સમય અને તારીખ પસંદ કરે.સુપ્રિયાએ સુધાંશુ ત્રિવેદી સામે માનહાનિનો દાવો કરવાની ચીમકી આપીને કહ્યું છે કે,

સુધાંશુ ત્રિવેદીએ આવા પાયાવિહોણા આક્ષેપો કર્યા એ ભયાનક છે પણ આશ્ચર્યજનક નથી.  ચૂંટણીની આગલી રાત્રે જુઠ્ઠાણાં

ફેલાવવાં એ ભાજપ માટે નવી વાત નથી.રવિન્દ્ર પાટીલે ન્યુઝ એજન્સી એએનઆઇ  સામે દાવો કર્યો હતો કે, બિટકોઇન ડીલરે

પોતે તેમને કહ્યું છે કે બારામતીના સાંસદ સુપ્રિયા સુલે અને મહારાષ્ટ્ર કોંગ્રેેસ પ્રમુખ ૧૫૦ કરોડ રૂપિયાના બિટકોઈન

વેચી ચૂક્યા છે અને તેમની પાસે હજુય કરોડો રૂપિયા છે.આ આક્ષેપો પછી ભાજપે મંગળવારે રાત્રે એક પ્રેસ-કોન્ફરન્સ યોજીને

કેટલાક ઓડિયો શેર કર્યા કે જેમાં બિટકોઈન ડીલર, પૂણેના પોલીસ કમિશ્નર અમિતાભ ગુપ્તા, સુપ્રિયા સુલે, નાના પટોલે

વચ્ચેની  કહેવાતી વાતચીત હતી.  ત્રિવેદીએ સવાલ કર્યોસુપ્રિયા સુલેએ રવિન્દ્ર નાથ વિરુદ્ધ ફરિયાદ નોંધાવીને ઠ પરની

પોસ્ટમાં લખ્યું કે, ભાજપ ગંદુ રાજકારણ રમી રહ્યો છે.  સુલેએ સુધાંશુ ત્રિવેદી સામે માનહાનિનો કેસ દાખલ કરવાની પણ ચેતવણી આપી છે.

 

AI જનરેટેડ

ભાજપની તાજેતરમાં રિલીઝ થયેલી ઓડિયો ટેપની રહસ્યમય સામગ્રીને ડિક્રિપ્ટ કરવી

સારથિ એસોસિયેટ્સ ઓડિટ ફર્મના કર્મચારી ગૌરવ મહેતા દ્વારા પોલીસ કમિશનર અમિતાભ ગુપ્તાને મોકલવામાં આવેલી કહેવાતી

વૉઇસ નોટમાં ગૌરવ અંગ્રેજીમાં કહે છે,  અમે પાટીલ અને તેમના સાથી ઘોડેનાં નામે ૪ ક્રિપ્ટો વોલેટ બનાવ્યાં હતાં. આ વોલેટમાંથી

વ્યવહારો કરાતા હતા અને તપાસ થશે તો પાટીલ અને ઘોડેને   ફસાવી દેવામાં આવશે. આપણા સુધી કોઈ પહોંચી શકશે નહીં.

સુપ્રિયા સુલેએ ગૌરવ મહેતાને મોકલેલી કહેવાતી વોઇસ નોટમાં સુપ્રિયા અંગ્રેજીમાં સવાલ કરે છે છે,  ગૌરવ, તમે અમને જવાબ

બીજી વોઈસ નોટમાં સુપ્રિયા કહે છે કે, તમારો કોઈ માણસ જવાબ નથી આપતો. અમારી સાથે ગેમ ના રમશો ને પૈસાનું શું થયું?

ગુપ્તાએ કહ્યું હતું કે, બધા પૈસા  તમારી પાસે પૈસા છે તો તરત જ ફોન કરો. ચૂંટણી ચાલી રહી છે અને અમને પૈસાની જરૂર છે.

મહારાષ્ટ્ર કોંગ્રેસ પ્રમુખ નાના પટોલેની કહેવાતી વોઈસ નોટમાં પટોળે પોલીસ કમિશનર અમિતાભ ગુપ્તાને પૂછે છે,  અમિતાભ,

પૈસાનું શું થયું? તમે ગઈકાલે નહોતું પૂછયું?  મારી સાથે મજાક-મસ્તી ના કરો.કેમ નથી આપતા?  અમને તાત્કાલિક રોકડની જરૂર છે.

પૂણેના પોલીસ કમિશનર અમિતાભ ગુપ્તાએ ગૌરવ મહેતાને મોકલેલી કહેવાતી વોઈસ નોટમાંથી પહેલી નોટમાં અમિતાભ કહી રહ્યા છે,

ગૌરવ, તું મારી અને ભાગ્યશ્રીની તમામ ચેટ્સ, બિટકોઈન, બીએચઆરને લગતો  ડેટા ડિલિટ કરી દે.બીજી નોટમાં અમિતાભ કહે છે કે,

આવતા અઠવાડિયે ૧૦૦ કરોડની જરૂર છે, તૈયાર રાખજો. વિનોદ તમને ૨૫ કરોડ પણ આપશે, કંઈક મોટું થવાનું છે. તમારી બાજુથી

કોઈ ભૂલ ન થવી જોઈએ.ત્રીજી નોટમાં અમિતાભ કહે છે કે, ગૌરવ, આવતા અઠવાડિયે અમને ૫૦ કરોડની જરૂર છે. તેને દુબઈમાં કોઈને

ચોથી નોટમાં અમિતાભ કહે છે કે, અમને આવતા અઠવાડિયે થોડા વધુ બિટકોઈન જોઈએ છે, તમારા ખરીદનારને તૈયાર રહેવા કહો.

પહોંચાડવાના છે. કૃપા કરીને તમારા મિત્રને રોકડ તૈયાર રાખવા કહો.

 

read more :

અમેરિકાનો મોટો નિર્ણય, પુતિનની ધમકી બાદ યુક્રેનમાં એમ્બેસી બંધ કરાઈ

Zinka Logistics Solution IPO allotment Day : નવીનતમ GMP, સ્થિતિ તપાસવા માટે પગલું દ્વારા પગલું માર્ગદર્શિકા

 

 

 

Share This Article
author
Follow:
ડોલી ગોહિલ – TV1 Gujarati News માં કન્ટેન્ટ રાઇટર હું ડોલી ગોહિલ, TV1 Gujarati News માં એક સમર્પિત કન્ટેન્ટ રાઇટર છું. લખવાનું મારા માટે માત્ર એક કામ નથી, તે મારી ઓળખ છે. મારી કલમે એ સમાચાર લખવા કેવળ જાણકારી આપે, પણ વાચકોના મનમાં અસર છોડી જાય. ડિજિટલ પત્રકારિતાની ગહન સમજ સાથે, હું એવા લેખો તૈયાર કરું છું જે માહિતીપ્રદ, રસપ્રદ અને SEO-ફ્રેન્ડલી હોય. તાજા સમાચાર, વિશ્લેષણાત્મક લેખો કે સમાજને પ્રેરણાદાયી સ્ટોરીઝ મારા લખાણનો ધ્યેય હંમેશા સાફ રહે છે: વાચકોને ચોકસાઈભર્યું અને વિશ્વસનીય કન્ટેન્ટ આપવા.