ટ્રમ્પના ટેરિફ યુદ્ધની જાહેરાત: સત્તા સંભાળતા જ ભારતના બે દુશ્મન દેશોને પાઠ ભણાવશે

By dolly gohel - author

ટ્રમ્પના ટેરિફ યુદ્ધની જાહેરાત

અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકામાં ગેરકાયદેસર ઈમિગ્રન્ટ્સના સતત વધતા ધસારાને લઈને કેનેડા અને

મેક્સિકોથી આવતા તમામ ઉત્પાદનો પર 25 ટકા ટેરિફ લડવાની જાહેરાત કરી છે.

ટ્રમ્પે દેશમાં ગેરકાયદેસર રીતે આવતા ડ્રગ્સ માટે પણ ચીનને જવાબદાર ઠેરવ્યું છે.

અને ચીન પર વધારાના 10 ટકા ટેરિફ લાદવાની વાત કરી છે.

મહિનાઓના વિચાર વિમર્શ પછી અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને આખરે યુક્રેનને રશિયાની અંદર હુમલો કરવા માટે પોતાની લાંબી અંતરની

આર્મી ટેક્ટિકલ મિસાઇલ સિસ્ટમને વાપરવાની મંજૂરી આપી દીધી છે.

શરુઆતમાં કુર્સ્ક વિસ્તારમાં જ્યાં રશિયાએ યુક્રેનિયન ઘૂસણખોરીને પાછળ ધકેલવા માટે ઉત્તર કોરિયન સૈનિકોની સાથે સેનાની તૈનાતી વધારી

દીધી છે. જાહેર છે કે, રશિયા પોતાના પ્રયાસોમાં સફળ થઈ રહ્યું છે.

આ જ કારણ છે કે, બાઇડેને આ પગલું લીધું છે. આ ચાલી રહેલા સંઘર્ષ પ્રત્યે અમેરિકન નીતિમાં આ ઉલ્લેખનીય બદલાવ છે .

અને બાઇડેનના પદ છોડી દેતા પહેલા આ બદલાવ આવ્યો છે.

બાઇડેનનો આ નિર્ણય યુક્રેન માટે પર્યાપ્ત ન હોઇ શકે પરંતુ સંઘર્ષ માટે એક નવું પરિણામ ખોલી શકે છે.

 

 

read more :

પેટાચૂંટણીના પછી પ્રશાંત કિશોરે બિહાર પર કર્યું નિવેદન, કહ્યું ‘નિષ્ફળ રાજ્ય, સુધારવામાં સમય લાગશે’

કેનેડા અને મેક્સિકોને ચૂકવવા માટે તૈયાર થયો છે

ટ્રમ્પે સોમવારના રોજ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરવામાં આવેલી પોસ્ટમાં કહ્યું કે, ’20 જાન્યુઆરીએ

પદના શપથ લીધા બાદ હું સૌથી પહેલું કામ કેનેડા, ચીન અને મેક્સિકોથી આવતા સામાન પર ટેરિફ લાડવાનું કરીશ.’

ટ્રમ્પે વધુમાં લખ્યું કે, ‘હજારો લોકો મેક્સિકો અને કેનેડાથી અમેરિકામાં પ્રવેશ કરી રહ્યા છે અને તેઓ પોતાની સાથે

ડ્રગ્સ અને ક્રાઈમ લાવી રહ્યા છે. જો કેનેડા અને મેક્સિકો ઇચ્છે તો તેઓ આ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને રોકી શકે છે

અને તેમની પાસે આવું કરવાની સત્તા પણ છે. તેથી, કેનેડા અને મેક્સિકોથી આવતા ઉત્પાદનો પર 25 ટકા ટેરિફ

લાદવામાં આવશે અને જ્યાં સુધી કેનેડા અને મેક્સિકો તેમની સરહદ દ્વારા યુએસમાં આવતા ગેરકાયદેસર

ઇમિગ્રન્ટ્સને અટકાવશે નહીં, ત્યાં સુધી તેઓએ ભારે ટેરિફ ચૂકવવા પડશે.’20 જાન્યુઆરીના રોજ US રાષ્ટ્રપતિનું

પદ સંભાળવા જઈ રહેલા ટ્રમ્પે યુક્રેનને ઓછું સમર્થન કરીને યુદ્ધ સમાપ્ત કરવાના પોતાના ઇરાદાની ઘોષણા કરી હતી.

તેમના સમર્થકોએ બાઇડેનના આ નિર્ણયની ટીકા કરીને દાવો કર્યો હતો કે, તે લશ્કરી ઔદ્યોગિક સંકુલના હાથોમાં

રમી રહ્યા છે અને ત્રીજા વિશ્વ યુદ્ધ માટેના મંચનું નિર્માણ કરી રહ્યા છે. અમેરિકન પ્રતિબંધોથી બ્રિટેન અને ફ્રાંસ

સહિત તેના સહયોગીઓ માટે પણ આ જ કરવાનો રસ્તો ખૂલશે, બ્રિટેને આ પહેલા જ ઘોષણા કરી દીધી હતી કે,

તેઓ યુક્રેનને પોતાની ‘સ્ટોર્મ શૈડો’ મિસાઇલ આવી જ રીતે વાપરવાની અનુમતિ આપશે.

 

ટ્રમ્પના ટેરિફ યુદ્ધની જાહેરાત

ચીન દ્વારા ફેન્ટાનીલ દવાની સપ્લાય પાછળનું સત્ય

ટ્રમ્પે ચીન પર નિશાન સાધતા કહ્યું કે, ‘ચીનથી મોટા પ્રમાણમાં દવાઓ ખાસ કરીને ફેન્ટાનાઈલ અમેરિકામાં આવી રહી છે.

તેમણે ભૂતકાળમાં ચીન સાથે ડ્રગ્સનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો અને ચીને ડ્રગ્સ પેડલર્સ સામે કડક પગલાં લેવાની વાત પણ કરી હતી.

પરંતુ તેમ છતાં અમેરિકામાં ફેન્ટાનાઇલ ડ્રગ્સનો ધસારો બેરોકટોક ચાલુ છે.

આવી સ્થિતિમાં, અમારી સરકાર દવાઓને રોકવામાં સક્ષમ ન હોવાથી ચીન પર વધારાના 10 ટકા ટેરિફ લાદશે.

બાઇડેનની મંજૂરીના થોડા જ દિવસો પછી યુદ્ધના 1000માં દિવસે યુક્રેને રશિયાના બ્રાયંસ્ક વિસ્તારમાં મિસાઇલ ફેંકી હતી.

રશિયાનો દાવો છે કે, ફેંકાયેલી 6 મિસાઇલ્સમાંથી 5 મિસાઇલ્સને નિષ્ક્રિય કરી નાખી હતી.

જ્યારે અમેરિકાએ આગળ જણાવ્યું કે, ફેંકાયેલી 8 મિસાઇલ્સમાંથી 2ને નિષ્ક્રિય કરી.

ATMS મિસાઇલ્સની રેન્જ 300 કિમીની છે જેને રોકવી સહેલી નથી.

હાલમાં જ યુક્રેને પોતાની ધરતી પર રશિયન સૈનિકોના આક્રમણની સામે અમેરિકા દ્વારા અપાયેલા વેપન સિસ્ટમ્સનો ઉપયોગ કર્યો હતો.

અમેરિકાએ યુક્રેનને ખાર્કિવ આક્રમણને રોકવા માટે પોતાની સેનાની મદદ માટે 80 KMની રેન્જની પોતાની HIMARS સિસ્ટમનો ઉપયોગ

કરવાની મંજૂરી આપી હતી. જે અસરકારક સાબિત થઇ હતી. 

પુતિને 2 દિવસ પહેલા રશિયાના પરમાણુ સિદ્ધાંતોના બદલાવની મંજૂરી આપી હતી.

અમેરિકા પાસેથી આવા નિર્ણયની અપેક્ષા કરતા થોડા સમય પહેલા રશિયાએ નાટોને ચેતવણી આપી હતી

કે, હવે જો તેઓએ યુક્રેનને રશિયામાં તેમની મિસાઇલ્સ છોડવાની મંજૂરી આપી તો આનો મતલબ થશે.

કે, નાટો સીધું રશિયા સામેના તેના ઓપરેશનમાં શામેલ છે.

 

read more :

ભારતે કેનેડાને આપ્યો કરારો જાણવાનો આદેશ, નિજ્જર કેસમાં પાછળ હટ્યું કેનેડા

વિશ્વમાં સૌથી શક્તિશાળી દેશોની યાદી જાહેર, અમેરિકા ટોચ પર, ભારત ચોથા ક્રમે

 
 
 
Share This Article
author
Follow:
ડોલી ગોહિલ – TV1 Gujarati News માં કન્ટેન્ટ રાઇટર હું ડોલી ગોહિલ, TV1 Gujarati News માં એક સમર્પિત કન્ટેન્ટ રાઇટર છું. લખવાનું મારા માટે માત્ર એક કામ નથી, તે મારી ઓળખ છે. મારી કલમે એ સમાચાર લખવા કેવળ જાણકારી આપે, પણ વાચકોના મનમાં અસર છોડી જાય. ડિજિટલ પત્રકારિતાની ગહન સમજ સાથે, હું એવા લેખો તૈયાર કરું છું જે માહિતીપ્રદ, રસપ્રદ અને SEO-ફ્રેન્ડલી હોય. તાજા સમાચાર, વિશ્લેષણાત્મક લેખો કે સમાજને પ્રેરણાદાયી સ્ટોરીઝ મારા લખાણનો ધ્યેય હંમેશા સાફ રહે છે: વાચકોને ચોકસાઈભર્યું અને વિશ્વસનીય કન્ટેન્ટ આપવા.