India News
ગુગલે વધતા સાયબર ફ્રોડના કારણે યુઝર્સ માટે એલર્ટ જારી કર્યા છે. સ્કેમર્સ લોકોને ઠગવા માટે સતત નવા પેંતરા અપનાવી રહ્યા છે.
વધતા ડિજિટલ ટ્રાફિકના કારણે સ્કેમર્સ રોજ નવા દાવ સાથે લોકોને છેતરી રહ્યા છે.
જેમાં સોશિયલ એન્જિનિયરિંગ, ઓફર્સ જેવા ફ્રોડ મારફત લાખો રૂપિયાની છેતરપિંડી થઈ રહી છે.
ગુગલે હાલમાં જ પાંચ મોસ્ટ રિસેન્ટ ઓનલાઈન સ્કેમ ટ્રેન્ડ્સ વિશે જણાવ્યું છે, ગુગલની ટ્રસ્ટ એન્ડ સેફ્ટી ટીમ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે.
ટેક કંપનીએ આ રિસેન્ટ ઓનલાઈન સ્કેમ ટ્રેન્ડ્સ વિશે લોકોને એલર્ટ રહેવા અપીલ કરી છે.ડીપફેક ફ્રોડનું પ્રમાણ સતત વધી રહ્યું છે.
હેકર્સ જનરેટિવ એઆઈનોઉપયોગ કરી રિયલિસ્ટિક પબ્લિક ફિગર બનાવે છે, જેમાં ઓરિજિનલ ટોનનો ઉપયોગ કરી લોકોને છેતરવામાં આવે છે.
જેમાં લોકોને નકલી રોકાણ, ગીવ અવે જેવી ઓફર્સ જેવી લાલચ આપે છે.
તેમજ લોકોને મેસેજ, ઈ-મેઈલ મારફત લિંક પર ક્લિક કરી પૈસા પડાવી લેવામાં આવે છે.
ગુગલે પોતાની વોર્નિંગમાં જણાવ્યું કે, આ પ્રકારના કૌભાંડ જટિલ હોય છે.
જેમાં એક જ અભિયાન મારફત અનેક લોકોને છેતરવામાં આવે છે.
આ પ્રકારના ફ્રોડથી બચવા કોઈપણ એઆઈ જનરેટેડ વીડિયોમાં પબ્લિક ફીગરના અનરિયલિસ્ટિક હાવભાવ પર ધ્યાન આપો
તેમજ પ્રમોશન ઓફર પર પણ ધ્યાન આપવાથી આ પ્રકારના ફ્રોડથી બચી શકો છો.
read more :
શિંદે-ફડણવીસમાં પહેલી જીત પછી કલહ? મહાયુતિ સરકારમાં શિંદે જૂથની હરિયાણા-બિહાર મોડલ માંગ
India News
ગુગલે જણાવ્યું કે, ક્રિપ્ટોકરન્સીના નામ પર હાલ મોટા-મોટા ફ્રોડ થઈ રહ્યા છે.
ક્રિપ્ટોકરન્સી સસ્તામાં ખરીદવાની તક અને મબલક રિટર્નની લાલચ આપી લોકો પાસેથી મોટું રોકાણ કરાવવામાં આવે છે.
જેમાં ફસાઈને રોકાણકાર રિટર્ન તો દૂર પણ મૂડી પણ ગુમાવે છે.સાયબર ગુનેગારો યુઝર્સને નકલી એપ્સ ડાઉનલોડ કરાવી ફ્રોડ કરે છે.
જેમાં મોટી બ્રાન્ડના નકલી એપ્સ લેન્ડિંગ પેજ ક્લોનિંગ કરાવી ડાઉનલોડ કરાવે છે.
યુઝર પાસે લોગઈન કરવા માટે અંગત વિગતો માગવામાં આવે છે. હેકર્સ આ વિગતો મએળવી યુઝરની બેન્કિંગ વિગતો મેળવી ફ્રોડ કરે છે.
જેનાથી બચવા યુઝરે ક્યારેય પણ થર્ડ પાર્ટી એપ ડાઉનલોડ કરવી જોઈએ નહીં. અજાણી લિંક કે યુઆરએલ પર પણ ક્લિક કરવી જોઈએ નહીં.
સ્પામ કૉલ્સથી લઈને સ્પામ મેસેજ સુધી, લોકો ખૂબ જ પરેશાન છે પરંતુ તેનો કોઈ ઉકેલ દેખાતો નથી.
Google સ્પામ રોકવા માટે તેના સ્તરે ઘણા પ્રયાસો કરી રહ્યું છે.
તેની મેસેજિંગ એપ Google Message પર એક મોટા અપડેટ પર કામ કરી રહ્યું છે.
ગૂગલ મેસેજના આ અપડેટ પછી એપ પોતે જ શંકાસ્પદ લિંક ધરાવતા મેસેજીસ અંગે એલર્ટ આપશે.
India News
લેન્ડિંગ પેજ ક્લોકિંગની કળામાં નિપુણતા મેળવવી
આ ટેક્નિકનો ઉપયોગ કરી સિસ્ટમમાં નકલી વેબસાઈટ બતાવવામાં આવે છે. આ પ્રકારના લેન્ડિંગ પેજની મદદથી તેઓ અંગત વિગતો ચોરી લે છે.
જેમ કે, નકલી ઈ-કોમર્સ વેબસાઈટ પર રિડાયરેક્ટ કરી ગ્રાહકને કોઈપણ પ્રોડક્ટ અત્યંત સસ્તી કે ગિફ્ટની ઓફર્સ આપવામાં આવે છે.
જેમાં ભરમાઈને ગ્રાહક ખરીદી કરે છે. જેમાં પેમેન્ટ વિગતો ઉમેરતાં જ ફ્રોડનો શિકાર બને છે.
આ પ્રકારના ફ્રોડથી બચવા માટે યુઝર્સે વેબસાઈટના યુઆરએલ પર ધ્યાન આપવુ જોઈએ.
httpsથી શરૂ ન થતાં યુઆરએલ સિક્યોર ન હોવાથી તેના પર ક્લિક કરવી જોઈએ નહીં.
સાયબર સ્કેમર્સ લોકોને મોટા સામાજિક કાર્યક્રમો કુદરતી આફતો પર દાન કરવા ચેરિટી ફંડને પ્રમોટ કરે છે.
જેમાં ચેરિટીના નામે લોકો સાથે ફ્રોડ કરવામાં આવે છે.
આજકાલ સ્પેમ કોલ્સ દ્વારા ફ્રોડ થવાના કેસ વધી રહ્યાં છે.
માત્ર એક કોલ દ્વારા લોકોનું બેંક એકાઉન્ટ મિનિટોમાં ખાલી થઈ જાય છે, પરંતુ હવે આ સમસ્યાનો હલ Google લઈને આવ્યું છે.
હકીકતમાં ગૂગલે Android યુઝર્સ માટે એક એવું ફીચર લોન્ચ કર્યું છે.
જેની મદદથી યુઝર્સને સ્પેમ કોલ આવવા પર ગૂગલ તરફથી એલર્ટ કે નોટિફિકેશન આવશે.
ગૂગલે આ ફીચરનું નામ AI બેસ્ડ એડવાન્સ સ્પેમ કોલ ડિટેક્શન ફીચર (Spam Call Detection Feature)રાખ્યું છે.
આવો જાણીએ આ ફીચર કઈ રીતે કામ કરશે.
ગૂગલ તેની મેસેજિંગ એપ ગૂગલ મેસેજને લઈને ઘણું કામ કરી રહ્યું છે. આજકાલ સ્પામ એક મોટી સમસ્યા બની ગઈ છે.
read more :
Rajputana Biodiesel IPO Day 1 : GMP, સબ્સ્ક્રિપ્શન અને લિસ્ટિંગ તારીખ, અને SME IPO વિશેની અન્ય વિગતો